• બુધવાર, 22 એપ્રિલ, 2026

વિશ્વાસનું પ્રતિપાદન એ જ અમારી સાચી મૂડી

ભુજ, તા. 21 : ભારતીય જનતા પાર્ટી પરનો વિશ્વાસ જ એ બતાવે છે કે, ભુજના અનેક વોર્ડની સાથે વોર્ડ નંબર છ પણ વિકાસ અને નગરસેવકોની કાર્યદક્ષતા સાથે લોકોનો વિશ્વાસ જીતવા તત્પર રહ્યો છે. એ વિશ્વાસનું પ્રતિપાદન જ અમારી સાચી મૂડી છે એવું દરજી જ્ઞાતિની વાડી, છઠ્ઠી બારી રિંગરોડ ખાતે ભુજ નગરપાલિકાના છઠ્ઠા વોર્ડના કાર્યાલયને ખુલ્લું મૂકતાં આગેવાનોએ જણાવ્યું હતું. આ વખતે પણ ભાજપના ઉમેદવારો આ વિસ્તારમાં કોઈપણ કાર્ય કરવામાં પાછળ નહીં રહે તેની ખાતરી આપી હતી. ભાજપના ચારેય ઉમેદવારો જલધિ વ્યાસ, પ્રશાંતગિરિ ગોસ્વામી, ધ્વનીબેન ગણાત્રા અને હિનાબા જાડેજાને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરાઇ હતી. સ્વાગત સંબોધન કરતાં આ વોર્ડમાંથી સતત ત્રીજી વાર ઉમેદવારી નોંધાવનાર જલધિ વ્યાસે કહ્યું હતું કે, જે વોર્ડમાંથી અગાઉ રસિકભાઈ ઠક્કર, શંકરભાઈ ઠક્કર અને અરુણભાઈ વચ્છરાજાની જેવા નગરસેવકોએ કાર્ય કર્યું હોય એ વિસ્તારમાં સતત ત્રીજીવાર ઉમેદવારી નોંધાવવી એ મારે મન મોટું સૌભાગ્ય છે. આ ઉપરાંત શ્રી વ્યાસે મતદારોને પોતાના જ હિતેચ્છુ સભ્યો ગણાવ્યા હતા. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સેવાને વરેલો પક્ષ છે. શહેરની સુખાકારી માટે કદાચ ઉમેદવાર બદલે તો પણ પ્રજાકીય કાર્યો કરવાની ભાજપની નીતિ એ જ રહે છે. આ વખતે ભુજના દરેક વોર્ડમાં કાર્યકારોનો ઉત્સાહ અને લોકોની ભાજપ પ્રત્યેની નિષ્ઠા ચોક્કસ કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય કેશુભાઈ પટેલે કહ્યું કે, આગલા પાંચ વર્ષ દરમ્યાન નગરસેવકોની કામ કરવાની નિષ્ઠા અને ક્ષમતાનો પરિચય ભુજના વોર્ડ નંબર છ ના મતદારોને મળી ગયો છે, તેથી ભાજપ અહીં કેવું કામ કરી શકે છે એ જાણતા અહીંના મતદારો ઊંચા મતદાન સાથેનો ઉત્સાહ બતાવશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે. કે.ડી.સી.સી.ના ચેરમેન અને પૂર્વ નગરપતિ દેવરાજભાઈ ગઢવીએ ભુજના છઠ્ઠા વોર્ડના નગરસેવકોએ કરેલાં કાર્યોની યાદ અપાવી ભાજપની પડખે રહેવા અપીલ કરી હતી.  સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. સંચાલન જલધિ વ્યાસે જ્યારે આભારવિધિ ભૌમિક વચ્છરાજાનીએ કરી હતી. ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અશોકભાઈ હાથી, રેશ્માબેન ઝવેરી, ભુજ લોહાણા મહાજન પ્રમુખ ડો. મુકેશ ચંદે, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર, મહામંત્રી રિતેનભાઈ ગોર, જિગર શાહ, શહેરના ઈન્ચાર્જ કિરીટ સોમપુરા, બાલકૃષ્ણ મોતા, વોર્ડ નંબર છના ઇન્ચાર્જ જયંત ઠક્કર, ઉપેન્દ્ર ઉપાધ્યાય, પ્રશાંતગિરિ ગોસ્વામી, હિનાબા ઝાલા, ધ્વનિબેન ગણાત્રા, ભુજ માકપટ જૈન સમાજના પ્રમુખ પ્રકાશ ગાંધી, ભુજ તાલુકા બ્રહ્મસમાજ પ્રમુખ રવીન્દ્ર ત્રવાડી, પરશુરામ સેના પ્રમુખ અજય જોશી, ભુજ તાલુકા બ્રહ્મસમાજ પૂર્વ પ્રમુખ મનોજ જોશી, સેજવાળા માતામ, જુમ્માવાડી, ફતેહમામદના હજીરા જેવા વિસ્તારોમાંથી મુસ્લિમ અગ્રણીઓ અધાભા પઠાણ, હનીફ સમેજા, રજ્જુખાન પઠાણ, અઝહરુદ્દીન સૈયદ, અબ્દુલભાઈ, રમજુભાઈ સહિતના મુસ્લિમ બિરાદરો ઉપરાંત પક્ષના હોદ્દેદારો, અગ્રણીઓ, ધર્મગુરુઓ, વિવિધ સમાજ અને સંસ્થાના આગેવાનો, વિવિધ વ્યાપારી મંડળોના મોભીઓ સહિત સમગ્ર વિસ્તારમાંથી લોકો  ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારમાં આવતા ગામતળના દરેક ગરબી મંડળો અને ગણેશ મંડળો જેમાં જૂની અને નવી ઉમેદનગર ગરબીના મંડળ, હાંડલા ગરબી મંડળ, ગેરવાળી વંડી ગરબી મંડળ, વંડી ફળિયા મિત્રમંડળ, નાગર ચકલા સ્થિત સંવેદના ગરબી અને ગણેશ મંડળ, સિદ્ધિવિનાયક ગ્રુપ મહાદેવ ગેટ, નાનો વોકળો મિત્રમંડળ, વોકળા ફળિયા મિત્રમંડળ, કાયસ્થ શેરી, પબુરાઈ ફળિયા, સવાયા ફળિયા મિત્ર મંડળ, આશાપુરા યુવક મંડળ, ગોવાળશેરી યૂથ સર્કલ, બારસાખિયા રાજપૂત સમાજ મિત્રમંડળ, છઠ્ઠીબારી અને તળાવ શેરી વ્યાપારી એસોસીએશન, સોનીવાડ ગરબી મંડળ, ભૂતનાથ સેવા સંસ્થાન, સેજવાળા માતામ ગ્રુપ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd