• બુધવાર, 22 એપ્રિલ, 2026

ભાજપ દ્વારા અંજારને આધુનિક સ્માર્ટ બનાવવાનું આયોજન

અંજાર, તા. 21 : અંજાર સુધરાઇ ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટીએ જીતનોવિશ્વાસ વ્યક્ત કરતા પોતાનો ' સંકલ્પ પત્ર ' જાહેર કર્યો છે. કરોડ રૂપિયાના વિકાસના કામો સાથે શહેરને સ્માર્ટ બનાવવાનો દાવો કરીને કામોની ગુણવત્તા સામે કોઈ બાંધ છોડ નહીં કરાય તેવો વાયદો કર્યો છે. રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં અંજાર શહેરને આગામી પાંચ વર્ષમાં આધુનિક સુવિધાઓથી સજ્જ અને સમૃદ્ધ બનાવવાની બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી હતી. રાજ્યમંત્રી જણાવ્યું હતું કે જનતાએ ભાજપ માં અતૂટ વિશ્વાસ મૂક્યો છે અને તે વિશ્વાસને સાર્થક કર્યો છે. આગામી પાંચ વર્ષમાં સુધરાઇ દ્વારા લેવામાં આવતા રોડ-રસ્તા કે અન્ય વિકાસ કાર્યોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. ભ્રષ્ટાચાર સામે કડક નીતિ અપનાવી પારદર્શક વહીવટ આપવામાં આવશે.શહેર માં તાજેતર માં થયેલ વિકાસ કામો જેમાં 10 કરોડ ના ખર્ચે વરસામેડી અંડર બ્રિજ, 43 કરોડ ના ખર્ચે કળશ સર્કલ થી મકલેશ્વર ચોકડી સુધી ના માર્ગ નું નવીનીકરણ,19 કરોડ ના ખર્ચે પ્રવાસન ધામ તરીકે ગોર્વધન પર્વત નો વિકાસ, શહેરમાં પ્રથમ સરકારી કોલેજ ની સુવિધા, શાળાઓ નું આધુનિકીકરણ, 25 કરોડ ના ખર્ચે નવનિર્માણ પામેલ સરકારી હોસ્પિટલ સહિતની સુવિધાઓ થી અંજાર ના લોકો ની સુવિધામાં અનેકઘણો વધારો થયો છે.આગામી સમય માં પણ શહેરમાં વિવિધ સુખાકારી ના અનેક કાર્યો કરવામાં આવશે તેવો વિશ્વાસ એ વ્યક્ત કર્યો હતો. સંકલ્પ પત્રમાં શહેરની પાયાની જરૂરિયાતો જેવી કે ગટર, પાણી, જાહેર સફાઈ, આરોગ્ય , રમત ગમ્મત, મહિલા સુરક્ષા જેવી બાબતો પર વિશેષ ભાર મુકાયો છે.નવી ઓવરહેડ ટાંકીઓ અને પાઈપ લાઈનનું વિસ્તરણ, રેઈન વોટર હાર્વેસ્ટિગ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે તેમજ સમગ્ર શહેરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવાનું આયોજન આગામી પાંચ વર્ષ માં કરાશે,પર્યાવરણની જાળવણી માટે વનીકરણ અને ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ પોઈન્ટ્સની સુવિધા ઉભી કરાશે.તેમજ સમગ્ર શહેરમાં એલઈડી સ્ટ્રીટ લાઈટ અને સોલાર પેનલ્સનો મહત્તમ ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે.ડિજિટલ શિક્ષણ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ ક્લાસરૂમ અને ફ્રી વાઈ-ફાઈ સાથેની પબ્લિક લાઈબ્રેરીરમતગમત ક્ષેત્રે યુવાઓ માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઈન્ડોર સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ એકેડમી નો આયોજન હાથ ધરાશે, અંજાર માં દીકરીઓ ની શિક્ષણ ની સુવિધા ના વ્યાપ માટે શહેર ની કે.કે.એમ.એસ ગર્લ્સ હાઈસ્કૂલ ના નવા ભવન ના નિર્માણ માટે રૂ.4.16 કરોડ માતબર રકમ મંજૂર કરવામાં આવી છે,જેનું નિર્માણકાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.  `સ્વચ્છ અંજાર અભિયાન' હેઠળ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, આપત્તિ વ્યવસ્થાપન માટે મજબૂત 'ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ' કાર્યરત કરી અંજારને એક સુરક્ષિત શહેર બનાવવાની ખાતરી અપાઈ છે. તેમજ મહિલાઓ ની સુરક્ષા વધારવા માટે વિવિધ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા અને હેલ્પલાઇન વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે.વરિષ્ઠ નાગરિક અને દિવ્યાંગ કલ્યાણ માટે સિનિયર સિટીઝન પાર્ક, રેમ્પ અને ટોઇલેટ જેવી સુવિધાઓ નો સમાવેશ કરવામાં આવશે. સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા શહેર ના યુવાનો ને કૌશલ્ય અંગે ની તાલીમ આપવામાં આવશે.ભાજપ શહેરના વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાના મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં ઉતર્યું છે તેવું અંજાર શહેર ના ચૂંટણી ઈનચાર્જ ડેનીભાઈ શાહ, સહ ઈનચાર્જ વસંતભાઈ કોડરાણી, કિશોરભાઈ ખટાઉ ઠક્કર, અશ્વિનભાઇ પંડ્યા, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંક, શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, મહામંત્રી ક્રિપાલાસિંહ રાણા, અશ્વિનભાઇ સોરઠીયા, પૂર્વ નગરપતિ વૈભવભાઈ કોડરાણી, જિગરદાન ગઢવી, પાર્થભાઈ સોરઠીયા, કલ્પેશભાઇ કોઠારી સહિતનાઓ એ જણાવ્યું હતું. 

Panchang

dd