ભુજ / ગાંધીધામ, તા. 21 : મુંદરાના
ગુંદાલામાં ગેરકાયદે દારૂનું વેચાણ કરતા જીવણજી ખાનજી જાડેજાના ઘર ઉપર એલસીબીએ દરોડો
પાડી રૂા.2,58,832ના શરાબ સાથે ઝડપી લીધો હતો.
બીજી તરફ મેઘપર (કુંભારડી) શનિદેવ મંદિર નજીક
રામેશ્વર સોસાયટી પાછળ ભંગારના વાડામાંથી રૂા. 8,960ના દારૂ સાથે બે શખ્સની ધરપકડ કરાઈ હતી. એલસીબીના પીએસઆઈ એમ.
એચ. શિણોલની સૂચનાના પગલે એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ, હે.કો. રાજદીપસિંહ ગોહિલ, કોન્સ. રામજીભાઈ રબારી, મહેશભાઈ ચૌહાણ મુંદરા તાલુકા
વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી
બાતમી મળી કે, જીવણજી
ખાનજી જાડેજા (રહે. રણુજા નગર, ગુંદાલા) મહારાષ્ટ્રથી દારૂનો
જથ્થો મગાવી પોતાના મકાનમાં રાખી છૂટકમાં ગેરકાયદે વેચાણ કરે છે. બાતમીનાં પગલે એલસીબીએ
દરોડો પાડી શરાબની અલગ-અલગ બ્રાન્ડની 126 બોટલ કિ. રૂા. 2,46,072, બિયરના ટીન નંગ 58 કિં. રૂા.12,760 એમ
કુલે 2,58,832નો શરાબ તથા રૂા.10,000નો મોબાઈલ એમ કુલે રૂા. 2,68,832ના મુદ્દામાલ સાથે જીવણજીની
અટક કરી પ્રાગપર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. બીજી તરફ
મેઘપર (કું.)ના શનિદેવ મંદિર નજીક રામેશ્વર સોસાયટી પાછળ આવેલા બબા મારાજના વાડામાં
દારૂ વેચાતો હોવાની પૂર્વ બાતમીના આધારે એલસીબીએ અહીં છાપો માર્યો હતો. આ વાડામાં આવેલી
ઓરડીમાંથી કરણસિંહ દિલુભા જાડેજા અને ભરત જયંતીલાલ રાવલ નામના શખ્સોની ધરપકડ કરવામાં
આવી હતી. આ ઓરડીમાંથી 8 પીએમના 28 ક્વાર્ટરિયા રૂા. 8960નો અંગ્રેજી દારૂ તથા 400નો દેશી દારૂ જપ્ત કરવામાં
આવ્યો હતો. દારૂ ક્યાંથી ? કોણ આપી ગયો?
તે પોલીસ બહાર લાવી શકી નથી.