• બુધવાર, 22 એપ્રિલ, 2026

સબૂર પાકિસ્તાન, ભારત ભૂલ્યૂં નથી..

નવી દિલ્હી, તા. 21 : આવતીકાલે પહેલગામ આતંકી હુમલાની વરસી પહેલાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને દુશ્મનોને ચેતવણી આપી છે. સેનાએ આજે કહ્યું હતું કે જ્યારે સીમાઓ લાંઘવામાં આવે છે ત્યારે કડક જવાબ આપવામાં આવે છે. હુમલાની વરસીને અનુલક્ષીને કાશ્મીરમાં સુરક્ષા સઘન બનાવાઇ છે. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ઓપરેશન સિંદૂરને યાદ રાખવાની વાત કરી ચૂક્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં ગયા વર્ષે આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોને ગોળી મારીને  હત્યા કરી હતી, જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. ભારતીય સેનાએ આજે સોશિયલ મીડિયામાં એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું, કેટલીક હદ ક્યારેય પાર કરવી જોઈએ નહીં. ભારત ભૂલતું નથી જ્યારે માનવતાની સીમાઓ પાર થાય છે, ત્યારે તેનો કડક જવાબ આપવામાં આવે છે. ન્યાય થયો. ભારત એક છે. 

Panchang

dd