લખનૌ, તા. 21 : ઉપરાઉપરી બે હાર સહન કરનારી
રાજસ્થાન રોયલ્સ ટીમ પોતાના શરૂઆતના પ્રદર્શનમાંથી પ્રેરણા લઇને લખનૌ સુપર જાયન્ટસ
વિરૂધ્ધ બુધવારે રમાનારી મેચમાં વિજય ક્રમ પર વાપસીની કોશિશ કરશે. આ મેચમાં લખનૌ માટે
મોટો પડકાર વૈભવ સૂર્યવંશીની રન રફતાર પર લગામ
આપવાનો હશે. જો કે લખનઉ પાસે મોહમ્મદ શમી અને પ્રિંસ યાદવ જેવા બોલર છે. જે છાપ છોડી
શકે છે. લખનઉ ટીમની સ્થિતિ પોઇન્ટ ટેબલ પર નાજુક છે. 6 મેચમાંથી 4 મેચ ગુમાવી ચૂકી છે. નેટ રન રેટ પણ માઇનસમાં
ચાલી રહ્યો છે. આથી નવમા ક્રમે લટકી રહી છે. જયારે રાજસ્થાન રોયલ્સના ખાતામાં 6 મેચમાં 4 જીત છે અને ત્રણ નંબર પર છે. રાજસ્થાન રોયલ્સે સીઝનની શરૂઆત
શાનદાર રીતે કરી સળંગ 4 જીત નોંધાવી
હતી. આ પછી બે મેચ હારી છે. રાજસ્થાનની ફિલ્ડીંગ ચિંતાનો વિષય બન્યો છે. રાજસ્થાનની
બેટિંગમાં પણ સાતત્યનો અભાવ છે. વૈભવ અને યશસ્વીની ઓપનિંગ જોડી પર ટીમ વધુ નિર્ભર રહે
છે. બીજી તરફ, લખનૌના બોલર્સ પાછલી મેચમાં
પંજાબ વિરૂધ્ધ ચાલ્યા ન હતા. પંજાબે 2પ0 ઉપરનો સ્કોર
બનાવ્યો હતો. બાદમાં પ4 રને પંજાબે
જીત નોંધાવી હતી. લખનૌની બેટિંગ ચાલી રહી નથી. ટીમના બે મુખ્ય બેટધર કપ્તાન ઋષભ પંત
અને નિકોલસ પૂરનના બેટમાંથી રન નીકળી રહ્યા નથી.