ભુજ, તા. 19 : સેવાકાર્યો સાથે ઉજવણીથી પ્રસંગ
દીપી ઊઠતા હોય છે. 81મા જન્મદિવસ
નિમિત્તે દર્દીઓને મદદરૂપ થવા ભુજની એલએનએમ લાયન્સ હોસ્પિટલને રૂા. 2,51,000નું દાન અપાયું હતું. મૂળ નાની
ખાખર હાલે ભુજ રહેતા નવલાસિંહ કલુભા જાડેજાએ તેમના 81મા જન્મદિવસ (જન્મ તા. 20/04/1946) નિમિત્તે કચ્છમા સેવા ક્ષેત્રે અગ્રેસર એવી લાયન્સ હોસ્પિટલને
રૂા. 2,51,000નો ચેક ભરતભાઈ મહેતા તથા અભયભાઈ
શાહને અર્પણ કરી જન્મદિવસ યાદગાર બનાવ્યો હતો. લાયન્સ હોસ્પિટલની સેવાકીય પ્રવૃતિઓને
દાતા પરિવારે બિરદાવી હતી. કચ્છની વિવિધ સેવાકીય પ્રવૃતિમાં સામેલ 12 સંસ્થાને કુલ રૂા. 16,30,000નું દાન નવલાસિંહ દ્વારા અપાયું
છે. તેમના 81મા જન્મદિવસ નિમિત્તે માતબર રકમનું દાન
આપીને અન્યોને પ્રેરણા મળે તેવી કામગીરી કરવા બદલ દરેક સંસ્થાઓએ શ્રી જાડેજાની પ્રવૃતિને બિરદાવી હતી. તેમના હસ્તે ભવિષ્યમાં પણ
આવી સેવાકીય પ્રવૃતીઓ થતી રહે તેવી ભાવના વ્યક્ત કરાઈ હતી. જયદેવાસિંહ નવલાસિંહ જાડેજા, ભરતભાઈ ગોર, દિલીપભાઈ
કબીરપંથી, એમ. એ. શેઠિયા, પ્રકાશભાઈ ગુરનાની
સાથે રહ્યા હતા.