મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર સ્થિત રોકડિયા હનુમાન મંદિર મધ્યે
હનુમાનજીની 32 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમાના નિર્માણ
માટે શનિવારે ભૂમિપૂજન સમારોહ સંપન્ન થયો હતો. રોકડિયા હનુમાન મંદિરની ઉગમણી બાજુ ગ્રાઉન્ડ મધ્યે હનુમાનજીની
32 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવા માટે ભૂમિપૂજન વિધિ કરાઈ હતી. જેમાં મુખ્ય યજમાન મહેન્દ્રભાઈ નરશીરામ ઠકકર તેમજ સહ પરિવાર દ્વારા
ભુમિપૂજન કરવામાં આવ્યું હતું. રોકડીયા હનુમાન સાર્વજાનિક ટ્રસ્ટ ભદ્રેશ્વર દ્વારા
થયેલા આયોજન પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તજનો
હાજર રહ્યા હતા તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો.