• બુધવાર, 22 એપ્રિલ, 2026

સ્થા. સ્વરાજ્યમાં ભાજપની જીત ઈતિહાસ આલેખશે

ભુજ, તા. 19 : પ્રદેશ ભાજપ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ ચૂંટણી પ્રચાર અર્થે બે દિવસ કચ્છની મુલાકાતે આવ્યા હતા. રાપર, ભુજ, અંજાર અને ગાંધીધામ સહિત વિવિધ મંડળોની મુલાકાત લઈને કાર્યકર્તાઓના જોશ ઉત્સાહમાં વધારો કર્યો હતો. કચ્છ પ્રવાસના પ્રારંભે રાપર મંડલની મુલાકાત લઈને તેમણે ચુંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ભુજ ખાતે વોર્ડ નં. 10ના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય, કચ્છ કમલમ ખાતે વિવિધ મંડલના પ્રભારી, સહપ્રભારી, વિવિધ મંડલના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ તેમજ વિવિધ જિલ્લા પંચાયત બેઠકોના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ સાથેની ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને વિચારોના આદાન-પ્રદાન હેતુની એક અગત્યની બેઠક યોજી હતી. અંજાર ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે પ્રદેશ મહામંત્રીએ એક બેઠક યોજી હતી. સભાઓને સંબોધતા શ્રી બ્રહ્મભટ્ટે કચ્છની વિકાસયાત્રા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ વિષે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 2001ના ભૂકંપ બાદ જે કચ્છને બેઠું કરવું અઘરું જણાતું હતું, તે કચ્છ આજે ધમધમતું થયું છે. કચ્છની વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની કટિબદ્ધતા દર્શાવતા તેમણે `નમો લક્ષ્મી' અને `નમો સરસ્વતી' જેવી યોજનાઓ વિશે માહિતી આપી હતી. વધુમાં તેમણે કહ્યું કે, કોવિડ જેવી વૈશ્વિક મહામારીમાં પણ ગુજરાતનો વિકાસ અટક્યો નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય અટકશે નહીં. આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કચ્છી માડુઓના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો અને તમામ નગરપાલિકાઓમાં એક વિરાટ વિજયને પ્રાપ્ત કરશે એમાં શંકાને કોઈ જ સ્થાન નથી. રાપર ખાતે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તેમજ ભચાઉના પૂર્વ નગરપતિ કુલદીપાસિંહ જાડેજાએ પ્રસંગિક ઉદબોધનો કર્યા હતા. રાપર ખાતે ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઇ આચાર્ય, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જનકાસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ વિકાસભાઈ રાજગોર, જીલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોનીઅગ્રણી અરજણભાઈ રબારીજિલ્લા પંચાયત પૂર્વ ઉપાધ્યક્ષ વણવીરભાઈ સોલંકી, મંડલ પ્રમુખ નસાભાઈ દૈયા અને મહામંત્રીઓ મહેન્દ્રાસિંહ વાઘેલા તેમજ મહાદેવભાઇ પટેલ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ શહેરના વોર્ડ 10ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ફલજીભાઈ ચૌધરી, દેવજીભાઈ વરચંદ, કેશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. જિલ્લા ભાજપના ત્રણેય મહામંત્રીઓ ઉપરાંત જિલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર, ચૂંટણી ઇન્ચાર્જ દેવરાજભાઈ ગઢવી, બાલકૃષ્ણ મોતા, મહિદીપાસિંહ જાડેજા, ભુજ શહેર ભાજપ મહામંત્રીઓ રિતેનભાઈ ગોર અને જીગરભાઈ શાહ સહિત સંખ્યામાં જોડાયા હતા. અંજાર ખાતેની પ્રબુદ્ધ નાગરિક બેઠકમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતની ઉપસ્થિતિમાં નાગરિકો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા લોકોની પડખે અને લોકો માટે કામ કરતી માત્ર એક રાજકીય પરિપ્રેક્ષ્ય સાથે ચાલતી કોઈ પાર્ટી નહીં પરંતુ એક જીવંત વિચારધારા છે. અંજાર ખાતેની બેઠકમાં મહામંત્રી ધવલભાઇ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, જિલ્લા ભાજપ ખજાનચી સુરેશભાઈ ટાંક, જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ વસંતભાઈ કોડરાણી, અંજાર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ડેનીભાઈ શાહ, અંજાર શહેર ભાજપ અધ્યક્ષ હિતેનભાઈ વ્યાસ, મહામંત્રીઓ ક્રિપાલાસિંહ ઝાલા, અશ્વિનભાઈ સોરઠીયા, કિશોરભાઈ ખટાઉ તેમજ અશ્વિનભાઈ પંડ્યા સહિતના કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામ મહાનગરપાલિકાના ગળપાદર ગ્રામ્ય વિસ્તારના વોર્ડ નં 4 તેમજ વોર્ડ નં 2 અને વોર્ડ નં પ ના ઉદઘાટન પ્રસંગે શ્રી બ્રહ્મભટ્ટ ઉપરાંત દેવજીભાઈ વરચંદ, ફલજીભાઈ ચૌધરી, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપના ત્રણેય મહામંત્રીઓ, મંડલ પ્રભારી ઉમેશભાઈ સોની, તેમજ મહાનગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ મોમાયાભાઈ ગઢવી, મધુકાંતભાઈ શાહ, બાબુભાઈ ગુજરીયા, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રાસિંહ જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd