• બુધવાર, 22 એપ્રિલ, 2026

સમૂહલગ્ન એ સમાજ સંગઠનનું પ્રથમ પગથિયું

ગઢશીશા, તા. 19 : શિસ્ત, સમય, સંસ્કાર અને શિક્ષણના આગ્રહી કચ્છ કડવા પાટીદાર સમાજ આયોજીત 18મા વર્ષે યોજાયેલ સમૂહલગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા. વહેલી સવારથી જ ગઢશીશા હાઇસ્કૂલ મેદાન (લગ્ન મંડપ)માં વર-વધૂના સામૈયા વાજતે-ગાજતે કરાયા હતા. તથા અગ્નિની સાક્ષીએ સપ્તપદી સહિતની વિધિ વિધાન પંડિત જયંતીભાઇ જોષી (રામપર-વેકરા) તથા અન્ય ભૂદેવો દ્વારા પૂર્ણ કરાવી હતી. લગ્ન મહોત્સવમાં ખાસ ઉપસ્થિત પૂ. ચંદુમાએ વર-વધૂને આશિર્વચન પાઠવતા વડીલોની સેવા કરવા તથા જીવદયાની પ્રવૃત્તિ પર ભાર મૂકી સંતાનોને સારા સંસ્કારો આપવા પર ભાર મુક્યો હતો. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ અને મુખ્ય મહેમાન ડો. મોહનભાઇ પટેલે સતત અઢારમા વર્ષે સમૂહલગ્ન સફળ આયોજનને બિરદાવ્યો હતો. ગઢશીશા વિસ્તાર કડવા પાટીદાર સમાજ આયોજન સમિતિના અધ્યક્ષ અને સમાજ ચિંતક સામજીભાઇ નારાણ નાકરાણીએ આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું કે, વર્ષ 2007માં પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરાયું ત્યારે પણ તા. 19/4/2007 જ હતી. અને 18 વર્ષમાં સફળ આયોજનમાં અંદાજિત 478 જેટલા સમાજના યુગલો આ સમૂહલગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયા છે. તો આયોજનને સફળ બનાવવા માટે સમાજના તમામ પરિવારો, દાતા અને હોદ્દેદારો, ટ્રસ્ટી મંડળ તથા સમગ્ર ટીમનો આભાર માન્યો હતો. ઉપપ્રમુખ હીરાલાલ માવજી સેંઘાણીએ આવકાર ઉદ્બોધન આપ્યું હતું તો કાંતિલાલ નારાણ સેંઘાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આયોજનમાં નારાણભાઇ ખીમજી ચૌહાણ, કેશુભાઇ પારસિયા, જયેશભાઇ છાભૈયા, કલ્યાણજીભાઇ પારસિયા, પરસોતમ વિશ્રામ વાસાણી, મેઘજીભાઇ જેઠાભાઇ રામજિયાણી, જીવરાજભાઇ સેંઘાણી, અરવિંદ ધોળુ, નારાણભાઇ રામાણી, મહેન્દ્રભાઇ રામાણી, સુરેશભાઇ ચૌહાણ, હંસરાજભાઇ વાસાણી, જયેશ ભગત, વસંતભાઇ નારાણ રંગાણી, સુરેશભાઇ પરવાડિયા, જયંતીભાઇ વાડિયા, હરેશભાઇ રંગાણી, ચંદુલાલ ઉકાણીમહેન્દ્ર સેંઘાણી, મહિલા મંડળ તથા યુવક મંડળ સભ્યો, જગદીશ મણિલાલ સેંઘાણી, હરેશભાઇ સેંઘાણી, રમેશભાઇ ચૌહાણ વિગેરે અગ્રણીઓ જોડાયા હતા. 18મા વર્ષે સમૂહલગ્નના ભોજનના દાતા માવજીભાઇ કરમશી જબુઆણી (હસ્તે કાંતિભાઇ, રાજુબાઇ, અનિલભાઇ), મંડપ સર્વિસના દાતા ગં.સ્વ. રમીલાબેન રતનશીસેંઘાણી પરિવાર તથા માતુ શ્રી દેવકીબેન રતનશી પરવાડિયા પરિવાર, પત્રિકાના દાતા માતુ શ્રી દેવકાબેન રતનશી ચોપડા પરિવાર, કન્યાને પાનેતર, મા માટલું તથા માતાજીની છબીના કાયમી દાતા માતુશ્રી કુંવરબેન નારાણભાઇ નથુ નાકરાણી પરિવાર, કાનની બુટીના દાતા માતુશ્રી ડાહીબેન ગંગાદાસ દાનાભાઇ ભગત પરિવાર તથા પાણીના કાયમી દાતા તરીકે શાંતાબેન પરસોતમ વિશ્રામ વાસાણી પરિવાર રહ્યા છે તથા અન્ય દાતાઓએ પણ સહયોગ આપ્યો હતો. સમૂહલગ્નમાં કચ્છમિત્રના વરિષ્ઠ પત્રકાર શાંતિલાલ આચાર્ય, વિકાસ સમિતિના રેખાબેન દવે, સરપંચ કોમલબેન સંજયગિરિ ગોસ્વામીએ પણ નવદંપતિને શુભેચ્છા પાઠવી હતી. સમૂહલગ્ન આયોજનમાં સહયોગ આપવા બદલ ગઢશીશા વિકાસ સમિતિ, જૈન મહાજન, વીજ કંપની, પોલીસ પ્રશાસન, આરોગ્ય વિભાગ, ગઢશીશા ગ્રામ પંચાયતનો ખાસ આભાર વ્યકત કરાયો હતો. સંચાલન મહેન્દ્રભાઇ રામાણી, કલ્યાણજી પારસિયા, જયેશભાઇ છાભૈયા, ચંદુલાલ ઉકાણી દ્વારા સંયુક્તપણે કરાયું હતું. જયંતીલાલ વાડિયાએ આભારવિધિ કરી હતી. 

Panchang

dd