કાઠડા (તા. માંડવી), તા. 19 : અખિલ કચ્છ
ચારણ સભા એવમ્ સમુહ લગ્ન સમિતિ માંડવી દ્વારા લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગ મધ્યે 30મો સમુહ લગ્નોત્સવ અખાત્રીજના દિવસે યોજાયો
હતો. જેમાં 25 નવદંપતિઓએ પ્રભુતામા પગલાં
માંડયા હતા. કાર્યક્રમમાં દાતાઓના સન્માન બાદ આશીવર્ચન પાઠવતા આઈ દેવલ મા, આઈ કમળા માએ નવદંપતિઓ સંસારીક જીવન મંગલમય રહે
તેવી શુભેચ્છાઓ આપી હતી. સમાજના અગ્રણી ધારાશાત્રી દેવરાજભાઈ વાલજીભાઈ ગઢવીએ જણાવ્યું
કે સંપ, શક્તિ અને પરસ્પર સહકારના સશક્ત આધાર પર સમાજનું મજબુત
નિર્માણ શક્ય બને છે. ચારણ સમાજ પર આઈ સોનલ માની વિશેષ કૃપા વરસતી રહી છે અને આપણે
એ કૃપાના સાચા પાત્ર બની શકીએ તે માટે દરેક વ્યક્તિએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ રહેવું
જોઈએ. રાણશીભાઈ ગઢવીએ જણાવ્યું કે સમુહ લગ્નોત્સવ પરંપરાગત મૂલ્યો અને સંસ્કારોને જીવંત
રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉપપ્રમુખ
દેવરાજભાઈ હરિભાઈ ગઢવીએ આભારવિધિ સાથે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે સમુહલગ્ન ઉત્સવમાં
જોડાયેલ દરેક વર-કન્યાના માતા-પિતાના હૃદયપૂર્વક આભારી છીએ કે તેમણે સમાજના આ પવિત્ર
આયોજનમાં સહભાગીતા નોંધાવી છે. પાંચ વર્ષ સુધી મહાપ્રસાદના દાતા અર્જુનભાઈ વીરાભાઈ
બાટી તથા વિજયકુમાર અર્જુનભાઈ બાટીનું કચ્છીપાઘડી તથા સન્માનપત્રથી વિશેષ સન્માન કમળામા
તથા સમુહલગ્ન આયોજન સમિતિના અગ્રણીઓના હસ્તે કરાયું હતું. માંડવી સમુહલગ્ન સમિતિના
પ્રમુખ ભચુભાઈ ગઢવી, સહયોગી દેવરાજભાઈ ગઢવીનું પણ સન્માન કરાયું
હતું. કથાકાર અશ્વિનકુમાર શાત્રી, સમાજના મંત્રી ભીમશીબાપા,
સોનલબીજ ઉજવણી સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ ગઢવી, મુંબઈ
ચારણ સમાજના પ્રમુખ વાલજીભાઈ બાનાયન, પૂર્વ પ્રમુખ વાલજીભાઈ સેડા,
મૂળરાજભાઈ ગઢવી, મૂળજીભાઈ બાનાયત, હરિભાઈ ગઢવી, પાલુભાઈ ગઢવી, પબુભાઈ
ગઢવી, કાનજીભાઈ ગઢવી, હરીભાઈ ગઢવી,
રામભાઈ ગઢવી, પૂર્વના કલેકટર દમયંતીબેન ગઢવી,
શરદભાઈ જોષી, ધારાશાત્રીઓ દેવાયતભાઈ ગઢવી,
દેવરાજ ગઢવી, ખીમરાજ ગઢવી, નારાણભાઈ ગઢવી, ભરત ગઢવી, રાજદે
પાસ્તા, મુરજીભાઈ ગઢવી (ઉનડોઠ), વિશ્રામ
ગઢવી (લાયજા) સહિતના આગેવાનો મંચસ્થ રહ્યા હતા. સંચાલન નાગાજણભાઈ ગઢવીએ કર્યું હતું.
લગ્નગીત દેવલભાઈ ગઢવી (રાયણ), ભીમજીભાઈ ગઢવી (કાઠડા)એ રજૂ કર્યા
હતા. શાત્રોક્તવિધી મુકેશ મારાજએ કરી હતી. લગ્ન પ્રમાણપત્ર, કુવરબાઈ
મામેરો, સાત ફેરા સમુહલગ્નોત્સવ સહિતની સરકારી યોજનાઓનો લાભ લેવા
સહયોગી સામરા રણમલ ગઢવી, દેવાંઘભાઈ ધાંધુકીયા, રમેશ ગઢવી સહિતની નોંધ લેવાઈ હતી. માંડવી ચારણ સમાજના પ્રમુખ મેઘરાજભાઈ ગઢવી,
ધનરાજભાઈ ગઢવી, વાલજીભાઈ ગઢવી, ભારૂભાઈ ગઢવી, ભીમશી ગઢવી, ખીમરાજભાઈ
ગઢવી, હરિભાઈ ગઢવી, હરદાસભાઈ પાસ્તા,
મોહન ગઢવી, વાલજીભાઈ ગઢવી, દેવાંઘભાઈ ગઢવી, દેવલભાઈ ધનરાજભાઈ ગઢવી, સભાઈબેન ગઢવી, કમલેશભાઈ ગઢવી, ખુશાલ
ગઢવી, રાજેશ મારાજ સહિત સહયોગી બન્યા હતા. આદેશ સાઉન્ડની સેવાની
નોંધ લેવાઈ હતી. ઘરવખરીની વસ્તુઓ, કબાટ, ચાંદીની વસ્તુઓ સહિત દાતાઓ દ્વારા કરિયાવર મા દાન અપાયું હતું. મહાપ્રસાદની
વ્યવસ્થા રાયણ, કોડાય, કરોડિયા,
કોટાયા, ભાડા, કાઠડા સહિતના
ગામોના યુવાનોએ સંભાળી હતી. આભારવિધિ ભચુભાઈ ગઢવીએ કરી હતી. - સમાજની બહેનો
આર્થિક પગભર બનાવવા 13 સ્ટોલ
રખાયા : આઈ દેવલ માના હસ્તે 13 જેટલા વેપાર સ્ટોલનો પ્રારંભ
કરાયો હતો. આધુનિક સમયમાં ત્રી સશક્તિકરણ માત્ર એક વિચાર નહીં પરંતુ બહેનો આર્થિક રીતે
સશક્ત અને સ્વાલંબી બને આ દિશામાં સમાજ દ્વારા કરવામાં આવેલ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી
કાર્ય રૂપે 13 જેટલા વેપારી સ્ટોલ શરૂ કરવામાં
આવ્યા હતા જેમાં ઘરગથ્થુ વસ્તુઓ, હસ્તકલા,
કપડા, નાસ્તો વગેરે રખાયા હતા. જેનાથી વ્યવસ્થા
દ્વારા વ્યવસાયિક માર્ગદર્શન, સહકાર અને બજાર ઉપલબ્ધ થાય જે ત્રી
શક્તિ ઉત્થાનના પ્રતીક સમાન હોવાનું અગ્રણીઓએ ભાવ વ્યક્ત કરાયો હતો.