ભારમલ સંજોટ : ગોપાલ વેરશી નંજાર પાવરપટ્ટી વિસ્તારના
નિરોણા ગામના વતની છે. એમની 66 વર્ષની વય
છે. કચ્છના એક જાણીતા ભક્તિ સંગીતના કલાકાર છે, જેઓ ગોપાલ ભગતનાં નામથી ઓળખાય છે. પરંપરાગત ભજનો - દેશીવાણીના ગાયક કલાકાર
છે. ખાસ કરીને ભજનમાં આરાધીવાણી, ઉપદેશવાણી, આગમવાણી અને પ્રભાતિયાંના સારા ગાયક કલાકાર છે. તેઓ પરંપરાગત સંતાર અને મંજીરા
વાદ્ય સાથે ગાય છે. ગોપાલ ભગત એ એક સારા ગાયક
કલાકાર છે તેમજ તેઓ સારા વકતા પણ છે, તેઓ જે પણ ભજનો ગાય છે તેનો
આધ્યામિક ભાવાર્થ અને અર્થ સમજાવી શકે છે. સંગીતકલામાં તેમને આ વારસો વારસાગત મળેલો
છે. તેઓ જણાવે છે કે તે પોતે પાચમી પેઢીના વારસદાર છે. જે દેશી ભજનો ગાય છે. એમના દિકરા
ગાય છે અને પૌત્રા પણશિખી રહયા છે. ગોપાલ ભગતએ 11 વર્ષના હતા ત્યારે એમને આધ્યાત્મિકજ્ઞાનના
ગુરુ કર્યા હતા. નિરોણાથી થાન જાગીર પગે ચલીને જતા એમના ગુરુ પાસે એમના ગુરુ શ્રી.નિમનાથ
દાદા અને સંગીતના ગુરુ એમના દાદા પાલા ભગત અને પિતા વેરસી ભગત જેઓ એ સંતાર, મંજીરા સાથે સંતોની વાણી ગાવાનું શિખવ્યું.
એટલે ગાવા વગાડવાની આ પરંપરાએ વારસાગત રીતે ચાલી આવી છે. આમ તેઓ જણાવે છે કે પોતે પાંચમી
પેઢીના કલાકાર છે. આ વારસાને આગળ ધપાવતાં ગોપાલ ભગતનો પુત્ર અને તેમનો પૌત્ર પણ શિખી
રહયો છે. એટલે આઠ પેઢીથી આ પરંપરાગત આધ્યાત્મિક સંગીતને ટકાવી આવ્યા છે. અને સમાજમાં
સંતોની વાણીનું વ્યાપ વધારયો છે. ગોપાલ ભગતની પેઢી આ મુજબ છે. 1, દેવા હભુ નજાર, ર, દેશર દેવા નજાર,
3, ભીમા દેશર નજાર, 4, પાલા ભીમા
નજાર, પ, વેરસી પાલા નજાર,
ણ્, ગોપાલ વેરસી નજાર, 6, વિનોદ ગોપાલ નજાર અને એમના
પોત્રા 7, હાર્દિક શામજી નજાર જેઓ આઠમી
પેઢીમાં આ વારસાની જયોત જગમગી રહી છે. ગાયન વાદન બંનેમાં એમની નિપુણતા રહેલી છે. એ
ભકિત સંગીતના વિદ્વાન તરીકે જાણીતા છે. સંગીતને બહુ સારી રીતે સમજે છે અને એમની પાસે
સંતોનીવાણીનું સચોટ જ્ઞાન છે. તેઓ ચાર યુગ, ચાર વાણી અને ચાર ખાણનું જ્ઞાન ધરાવે છે. તેઓ 36 રાગરાગીણીના પણ જાણે છે. ભારત
વર્ષના અનેક સંતો મહંતો અને પીર ફકીરોએ સમાજ સુધારણા માટે પોતાની વાણી થકી સમાજને દર્પણ
બતાવ્યો છે. તે દુન્યવહી કહાનીઓથી આધ્યાત્મિક સંદેશાઓ આપ્યા છે. તેવા સંતોની વાણી ગાય
છે. આ મૌખિક છે તેમની પાસે લખેલી નથી તે બસ સંતારના તાર ચડાવીને બેશે એટલે પહેલા પહરની
વાણી ગાવાનું શરૂ કરે અને ચોથા પહરની વાણીથી પૃર્ણાહુતી કરે છે. જેમાં રામદેવપીર, કબીર, મીરાંબાઈ,
ત્રિકમ સાહેબ, ભાણ સાહેબ, ગોરખનાથ, સહદેવ જોષીના આગમ, ડુંગરપુરી,
દેવાયત પંડિત, રોહીદાસ, મેઘ
ધારુવો, મેકરણ દાદા, જેસલ તોરલ,
રાવળ માલો, રૂપાદે, ખીમળો
કોટવાલ, કચરો ભગત, રાયમલ ભગત, ગંગા સતી, ફુલપીર દાદા, 0વણ જોષી,
પીથોરા પીર, ચેલૈયા,ઉગમસીંહ,
નરસીં મહેતા, લખણો માલી, ગોળપીર અને ઘોંસમોહમદ જેવા અનેક સંતોના ભજનો અને કાફીઓ ગાય છે. જે રચના ગાય
છે તેનું અર્થ અને ભાવાર્થ પણ કરી સંતસંગીઓને સમજાવે પણ છે. આ એમની ખાસિયત છે. ઘણા
કલાકારો ગાય વગાડે છે પરંતુ તેનો અર્થ કે ભાવાર્થ કરીને સમજાવવું એ બહુ ઓછા જાણે છે. સત્સંગનો વાયક એટલે કે નિમંત્રણ મળેએટલે તેઓ ત્યાં
અવશ્ય પહોંચી જાય છે કારણ કે ભગતોને જયારે વાયક મળે તો ત્યાં અવસ્ય પહોંચવું પડે. તેવું
સંતોએ પોતાની વાણીમાં પણ કહયુ છે. જો તમે વાયકનો અખો લીધો છે એટલે કે નિમંત્રણ સ્વીકાર
કર્યો હોય તો. જવું જ પડે કારણ કે ત્યાં દિવ્ય જયોતના દર્શન થાય છે.એટલે કે જો તમે
કોઈને વચન આપો તો પાડો નહીં તો ખોટા વચન ના આપો. અહીં જેસલ તોરલનું એક ભજન યાદ કરતા
કહે છે કે સતી તોરલ પાટકોરીનું વાયક પાડવા કચ્છથી બારે ગયા હતા અને અંજારમાં જેસલ જાડેજાએ
સમાધી લીધી. તે ખબર સતીને દિવય જયોતથી પડી હતી કે જાડેજાએ સમાધી લીધી છે. સતી પાછા
કચ્છ આવ્યા અને ભજન ગાયછે. તારને તંબુરો સતીના હાથમાં સતી કરે છે અલખનો આરાધ.. ગોપાલ ભગત કહે છે. કે મનુષ્ય દેહ એક વખત મળ્યો છે.
સારા કર્મો કરીશું તો ભવસાગર પાર પહોંચીશું અને જો કયાંક ખાંચી ગયા તો પછી લખ ચોર્યાસીના
ચકર મારવા પડે તેવું સંતોએ પોતાની વાણીમાં કહયું છે. માટે સારા કર્મો કરો જેથી જન્મ
મરણના ફેરા મટી જાય. કચ્છમાં લગભગ તેઓ અત્યાર
સુધી હજારોની સંખ્યામાં પાટકોરીમાં પોતાની વાણી ગાઈ છે. અને એના સિવાય અનેક સામાજિક
અને ધાર્મિક કાર્યક્રમોમાં પોતાની વાણી રજૂ કરીને એનક શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે.
ભૂતકાળને યાદ કરતાં ભગત કહે છે. કે ત્યારે પરિસ્થિત બહુ અલગ હતી. કોઈ વાહન ન હતું આજના
જેવી સગવડો ન હતી. ત્યારે નિમંત્રણ મળે તો બળદગાડામાં બેસી કે પગે ચાલીને હાથમાં સંતાર
અને મંજીરા લઈને જતા. આ રીતે વાયક પાડવા જતા. એ જમાનો ભકિત ભાવ નો હતો. જોકે છેલ્લા
ર9 વર્ષમાં ઘણો બદલાવ આવ્યો છે. સંતોની લખેલી
રચનાઓ જેમ છે તેમજ છે. એમાં કયાંક શબ્દનું ફેરફાર થયો નથી. લોકોને વિનંતી કરે છે કે
કોઈ પણ સંગીત હોય તે આપણાં પૂર્વજોથી આપણને વારસો મળયો છે તેને સાચવવું એ આપણી ફરજ
છે. આપણે ગાઈ, વગાડી નથી શકતા પણ કલાકારોને
સાંભળીને પણ સાંચવી શકીએ છીએ. ગોપાલ ભગત માટે લોકસંગીત એ કયારેય મનોરંજન માટે નથી.
તે આધ્યાત્મિક અને માનવ વચ્ચેના સેતુ તરીકે જુએ છે. લોકસંગીત પ્રકૃતિનો જ એક ભાગ બની
જાય છે. તે કહે છે કે શ્રોતાઓને ખુશ કરવા માટે નથી તે સત્યને જાહેર કરવા વિશે છે. ગોપાલ ભગતલોક પરંપરાઓના વ્યાપારીકરણ પર ચિંતા વ્યકત
કરે છે. જ્યાં ઘણા કલાકારો હવે માત્ર ખ્યાતિ અથવા નાણાકીય લાભ માટે જ પ્રદર્શન કરે
છે. આવા પ્રદર્શનમાં ઘણીવાર ભાવનાત્મક ઉાંડાણ અને આધ્યાત્મિક અર્થનો અભાવ હોય છે. તે
માને છે. કે પરંપરાગત સંગીતનો સાર તેની લોકપ્રિયતામાં નથી પરંતુ સ્થાયી ભાવનાત્મક અને
આધ્યાત્મિક પ્રભાવ બનાવવાની તેની શકિતમાં છે. સંસ્કૃતિક મૂલ્યો અને સિદ્ધાંતો પેઢીઓ સુધી હવેતું રહે. તેઓ યુવાનોને તેમના મૂળ
સાથે જોડાયેલા રહેવા અને કચ્છી લોકસંસ્કૃતિનાસામાજિક અને આધ્યાત્મિક સિદ્ધાંતોને અપનાવવા
પ્રોત્સાહિત કરે છે.