• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

મમતા પર છરીથી હુમલાનો પ્રયાસ

કોલકાતા, તા. 13 : પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર એક મહિલાએ છરીથી હુમલાનો પ્રયાસ કરતાં સનસનાટી મચી ગઇ હતી. મહિલા, જે કથિત રીતે નશાની હાલતમાં હતી. બેનર્જી કાલીઘાટમાં દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કરવા જઇ રહ્યા હતા તે દરમ્યાન આ ઘટના બની હતી. તૃણમૂલ સાંસદ ડોલા સેને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડોલા સેને આરોપ લગાવ્યો હતો કે, આ ઘટના આજે સાંજે છ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે બેનર્જી તેમના વિસ્તારમાં મિલન સંઘ પૂજા પંડાલમાં ગયા હતા. બેલેઘાટાના ધારાસભ્ય અને મમતા બેનર્જીના નજીકના કુણાલ ઘોષે જણાવ્યું હતું કે, જ્યારે મમતા બેનર્જી ચાલી રહ્યા હતા ત્યારે આ મહિલા તેમની સામે પડી ગઇ હતી અને ગાળો આપવા લાગી. તેની પાસે છરી પણ હતી અને તેણે બેનર્જીના પગમાં છરી મારવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલો પૂર્વયોજિત હોવાની સંભાવના છે. પાર્ટી પ્રવક્તા સાકેત ગોખલેએ જણાવ્યું હતું કે, આજે એક ડ્રગ્સનો બંધાણી મમતા બેનર્જીના ઘરે પહોંચ્યો અને તેમના પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બંગાળમાં પરિસ્થિતિ એવી છે કે, ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા અને ત્રણ વખત મુખ્યમંત્રી બનેલા નેતા પણ સુરક્ષિત નથી. આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ કાર્યવાહી કરશે કે પછી આની અમિત શાહે મંજૂરી આપી છે ? શું આ ભાજપનું ઇરાદાપૂર્વકનું કાવતરું હતું ? કારણ કે દીદી દિલ્હીમાં તેમને ખતમ કરવા માટે મક્કમ છે. એક અહેવાલ મુજબ રાજ્યસભાના સાંસદ સેને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, મહિલાએ પોતાને ભૂતપૂર્વ મુખ્યમંત્રીની ભત્રીજી તરીકે ઓળખાવી હતી. આ હુમલો પૂર્વ મુખ્યમંત્રીની ઝેડ પ્લસ સુરક્ષાનો ભંગ કેવી રીતે થયો તે અંગે પ્રશ્નો ઊભા કરે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd