નવી દિલ્હી, તા. 12 : કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ સોમવારે દિલ્હી પોલીસને 24 કલાકનું આખરીનામું આપ્યું હતું.
જંતરમંતર પર પ્રદર્શનની તારીખ નહીં મળે તો ફરી આંદોલન કરશું, તેવી ચેતવણી પણ સીજેપીએ આપી હતી. સીજેપીના સહસંયોજક
આશુતોષ રાંકા અને સૌરવ દાસ સોમવારે પ્રદર્શનની અનુમતિ માગવા પાર્લિયામેન્ટ સ્ટ્રીટ
પોલીસ સ્ટેશન ગયા હતા. દરમ્યાન સીજેપી સ્થાપક અભિજિત દીપકેએ આરોપ મૂકયો હતો કે,
દિલ્હી પોલીસે અટક કર્યાનો વીડિયો એડિટ કરીને જારી કર્યો હતો. હિંમત
હોય તો આખો વીડિયો બતાવો. આશુતોષ રાંકાએ કહ્યું હતું કે, કોકરોચ
પાર્ટીએ પોલીસને પ્રદર્શન માટેની કોઇ તારીખ આપવાનો વિકલ્પ પણ આપ્યો છે. રાંકાએ આરોપ
મૂકયો હતો કે, ડીસીપી ભૂલથી આવી ગયા, પરંતુ
અમે બેઠા હતા, તે જોઇને તરત બહાર ચાલ્યા ગયા હતા. એવું લાગી રહ્યું
હતું કે, સીજેપી નેતાઓના પહોંચ્યા પછી પાર્લિયામેન્ટ સ્ટ્રીટ
પોલીસ સ્ટેશન ખાલી જ કરાવી દેવાયું હતું. દીપકેએ કહ્યું હતું કે, પોલીસ કસ્ટડીમાં વકીલનો સંપર્ક કરવો
કાનૂની અધિકાર છે, પરંતુ દિલ્હી પોલીસે મને અનુમતિ આપી નહોતી.