• શુક્રવાર, 18 જુલાઈ, 2025

`માંસાહારી દૂધ' મુદ્દે સર્જાઇ મડાગાંઠ

નવી દિલ્હી, તા. 16 : ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીમાં વાત ગાયના `માંસાહારી દૂધ' પર અટકી છે. ભારતે અમેરિકાના ડેરી ઉત્પાદનોની આયાતને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને કહી દીધું છે કે એવા દૂધ કે ડેરી ઉત્પાદનોને ભારતમાં આયાત કરવા નહીં દેવાય જે એ ગાયોમાંથી મેળવવામાં આવ્યું હોય જેને માંસાહાર કે લોહી જેવા પશુ-આધારિત ઉત્પાદનો ખવડાવવામાં આવ્યા હોય. ભારત અને અમેરિકા વચ્ચે મિની વેપાર સમજૂતી અંગે વાતચીત કરવા એક પ્રતિનિધિ મંડળ ફરી એકવાર અમેરિકા પહોંચ્યુ છે. વાતચીત છેલ્લા તબક્કામાં છે અને ટૂંક સમયમાં બંન્ને દેશ વચ્ચે વેપાર સમજૂતીનું એલાન થવાની સંભાવના છે. અમેરિકામાં સામાન્ય રીતે ગાયોના ચારામાં સસ્તા પ્રોટીન માટે સૂઅર, મરઘી, માછલી, ઘોડાની ચરબી અને લોહીનો ઉપયોગ થાય છે. અમેરિકાએ ભારતની આવા ઉત્પાદનો સાથે સંબંધિત પ્રમાણપત્રની રાખેલી શરતને બિનજરૂરી વેપાર અવરોધ ગણાવ્યો છે. અમેરિકાએ મામલાને વિશ્વ વેપાર સંગઠનમાં ઉઠાવ્યો છે. ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. જેનું ડેરી ક્ષેત્ર અર્થતંત્રમાં ત્રણ ટકા સુધી યોગદાન આપે છે. જેનું મૂલ્ય નવ લાખ કરોડ રૂપિયા છે. તેમાં મોટાભાગનો હિસ્સો નાના અને સીમાંત ખેડૂતોનો છે. એસબીઆઈ અનુસાર, અમેરિકાથી ડેરી ઉત્પાદનોની આયાતથી ભારતને વર્ષે 1.03 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. અમેરિકા સાથેની વાતચીતમાં ભારતે ગાય સાથે જોડાયેલી સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓને પણ ટાંકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક નિવેદનમાં કહ્યંy કે ઈન્ડોનેશિયાની તર્જ પર ભારત સાથે વેપાર સમજૂતી પર કામ ચાલી રહ્યંy છે. જે હેઠળ ભારતીય બજારો સુધી અમેરિકાને વધુ પહોંચ મળશે. ભારત સાથે એવી જ સમજૂતી તૈયાર કરાઈ રહી છે જેવી ઈન્ડોનેશિયા સાથે કરવામાં આવી છે. સંપૂર્ણ એકસેસ સાથે અમેરિકાએ ઈન્ડોનેશિયા સાથે 19 ટકા ટેરિફ ડીલ કરી છે. 

Panchang

dd