નવી દિલ્હી, તા. 16 : અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં તે પૂર્ણ થઇ શકે
છે. ટ્રમ્પે કહ્યું હતું કે, પ્રસ્તાવિત કરાર અમેરિકન કંપનીઓને અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચેના વેપાર કરાર મુજબ
ભારતીય બજારમાં વધુ સારી પહોંચ આપી શકે છે. હકીકતમાં ભારત અને અમેરિકા એક વેપાર કરાર
પર વાટાઘાટો કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ ટેરિફને 20 ટકાથી નીચે રાખવાનો છે. પત્રકારો
સાથે વાતચીતમાં અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, `અમે ઇન્ડોનેશિયા સાથે કરાર કર્યો છે. અમને
ઇન્ડોનેશિયામાં સંપૂર્ણ પ્રવેશ મળ્યો છે.' તેમનું વહીવટી તંત્ર કેટલાક અન્ય વેપાર કરારોની જાહેરાત કરવા જઇ રહ્યું છે
અને તેમણે આ સંદર્ભમાં ભારતનું નામ પણ લીધું હતું.