• ગુરુવાર, 03 જુલાઈ, 2025

વધુ એક ભારતીય અંતરિક્ષ ભણી

વોશિંગ્ટન, તા. 2 : ભારતીય-અમેરિકન અવકાશયાત્રી ડો. અનિલ મેનન જૂન-2026માં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઈએસએસ)ની તેમની પ્રથમ અવકાશયાત્રા પર જશે. નાસા દ્વારા તેમને એક્સપિડિશન 75 મિશન હેઠળ ફ્લાઇટ એન્જિનીયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એક મીડિયા હેવાલ મુજબ, નાસાએ સ્પષ્ટતા કરી હતી કે, અનિલ મેનનને રશિયાની રોસકોસ્મોસ એજન્સીના સોયુઝ એમએસ-29 અવકાશયાન પર લોન્ચ કરવામાં આવશે. આ મિશનમાં તેમના પત્ની એના મેનન ઉપરાંત રશિયન  અવકાશયાત્રીઓ પ્યોત્ર ડુબ્રોવ અને અન્ના કિકીના પણ તેમની સાથે રહેશે. આ ટીમ કઝાકિસ્તાનના બાયકોનુર કોસ્મોડ્રોમથી રવાના થશે અને સ્પેસ સ્ટેશનમાં લગભગ આઠ મહિના વિતાવશે. - ડો. અનિલ મેનન કોણ છે ? : અનિલ માધવન મેનનને 2021માં નાસાના અવકાશયાત્રી તરીકે પસંદ કરાયા હતા. તેઓ 2024માં 23 અવકાશયાત્રી વર્ગમાંથી સ્નાતક થયા હતા. અનિલ મેનનનો જન્મ અને ઉછેર અમેરિકાના મિનિયાપોલિસમાં થયો. વ્યવસાયે તેઓ ઈમરજન્સી મેડિસિન ફિઝિશિયન અને મેકેનિકલ એન્જિનીયર છે. તેઓ યુએસ સ્પેસ ફોર્સમાં કર્નલ તરીકે પણ ફરજ બજાવે છે. ડો. મેનનના માતા-પિતા ભારતીય અને યુક્રેનિયન વંશના છે. તેમની પાસે હાર્વર્ડ યુનિ.ની ન્યૂરોબાયોલોજીમાં ડિગ્રી છે, તો કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિ.માંથી મિકેનિકલ એન્જિનીયરિંગ અને મેડિસીનમાં પણ ડિગ્રી મેળવી છે અને ટેક્સાસ મેડિકલ સેન્ટરની મેમોરિયલ હર્મન હોસ્પિટલમાં તબીબ તરીકે કામ કરી રહ્યા છે. 

Panchang

dd