• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

અંજાર મોટી શાકમાર્કેટમાં યુવાન ઉપર ત્રણ જણનો હુમલો

ગાંધીધામ, તા. 16 : અંજારમાં ત્રણ જણે સામાન્ય બાબતે યુવાન ઉપર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. સવાસરનાકામાં આવેલી મોટી શાકમાર્કેટમાં ગઈકાલે સવારે 4.45 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. રિક્ષા ચલાવતા અસલમ અલીમામદ રાયમાએ  ઉમર, ફારૂક અને અબ્દુલ નામના શખ્સ વિરદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રેંકડી અડાવવાના મુદ્દે ઉશ્કેરાયેલા આરોપીઓએ  છરી અને ધોકા વડે હુમલો કરતાં તેમણે ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત તહોમતદારોએ ફરિયાદીના મિત્ર દાઉદખાન પઠાણને પણ ધકબૂશટનો માર માર્યો હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd