• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસ ત્રાટકી:11 ખેલી જબ્બે

ગાંધીધામ, તા. 16 : શહેરમાં ચાલતા જુગાર અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડીને અગિયાર આરોપીની ધરપકડ કરી હતી. સેકટર-8 માં આવેલા મનાલી ટાવરમાં આરોપી  પ્રહલાદભાઈ વનાભાઈ પ્રજાપતી પોતાના કબ્જાની ઓફિસ નં.111માં  બહાર થી જુગારીઓને બોલાવીને  ગંજીપાના વડે જુગાર રમી રમાડી નાલ ઉઘરાવતો હોવાની બાતમી આધારે પોલીસે અહીં દરોડો પાડયો હતો.આ કાર્યવાહીમાં આરોપી પ્રહલાદભાઈ પ્રજાપતી, રમેશભાઈ ભાવસંગભાઈ ઠાકોર, પ્રકાશભાઈ રામજીભાઈ  ચારણ ,લાલજીભાઈ ભલાભાઈ ભરવાડ, નિતીનભાઈ ખીમજી ભાઈ પરમાર, અનિલગીરી ગુડુગીરી ગોસ્વામી,મહિપતસિંહ વિરૂભા વાધેલા, હાર્દિકભાઈ વિજયભાઈ ગઢવી, અનિરૂધ્ધસિંહ પ્રતાપસિંહ જાડેજા,જયદિપસિંહ વિજયસિંહ ઝાલા,રાહુલભાઈ અશોકભાઈ પવૈયાની ધરપકડ થઈ હતી. કાયદાના સકંજામાં આવેલા ખેલીઓ પાસેથી રોકડા રૂા. 72,300 તથા દસ મોબાઈલ ફોન કિં.રૂા. 95 હજાર સાથે કુલ રૂા.1,67,300 નો મુદામાલ હસ્તગત લેવાયો હતો.આ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd