• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

સામખિયાળી-ભચાઉમાર્ગ હોટલમાંથી 17 હજારના ગાંજા સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 16:  સામખિયાળી-ભચાઉ ધોરીમાર્ગ ઉપર હોટલમાંથી પોલીસે રૂા.17,100 ના માદક પદાર્થ સાથે શખ્સની ધરપકડ કરી હતી. આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસે આવેલી  હોટલ ઠાકરમાં પોલીસે દરોડો પાડયો હતો. અહીં છાનબીન દરમ્યાન અહીંથી ગાંજો ભરેલી 44 નાની પડીકી મળી હતી.જેનુ વજન 342 ગ્રામ આંકવામાં આવ્યુ હતું. આ કાર્યવાહીમાં આરોપી રમેશ કરશન કોળીની રોકડા રૂા. 17010 સાથે કુલ રૂા. 39110 ના મુદામાલ સાથે ધરપકડ થઈ હતી. આ પ્રકરણમાં આરોપી ભારમલભાઈ ગણેશભાઈ મઢવી તથા રમજુ સુમાર કુંભારની સંડોવણી ખુલ્લી હતી. ગુન્હામાં સામેલ અન્ય આરોપી ઝડપી પાડવા પોલીસે તજવીજ આરંભી છે.પકડાયેલા ગાંજાના જથ્થાની પડીકીઓ રૂા. 100 માં ટ્રક ડ્રાઈવરોને વેચાતી હોવાનુ પોલીસે ઉમેર્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd