• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

કચ્છના કેટલાક વિસ્તારમાં શ્રાવણી સરવડિયાં વરસ્યાં

ભુજ, તા. 16 : કચ્છમાં વરસાદની જોવા મળતી ઘટથી ચિંતાનાં વાદળો છવાયેલાં જોવા મળી રહ્યાં છે. ત્યારે હળવા વરસાદની જારી રખાયેલી આગાહી વચ્ચે જિલ્લામાં કેટલાક સ્થળે શ્રાવણી સરવડિયાં વરસ્યાં હતાં. મુંદરા તાલુકાના ગુંદાલામાં શનિ-રવિ દરમ્યાન અડધો ઈંચ વરસાદ થતાં રસ્તા પર પાણી વહી નીકળ્યાં હતાં. આજુબાજુના ગામોમાં આવો જ માહોલ જોવા મળ્યો હતો. મુંદરા-બારોઈની સોસાયટીઓમાં ઝરમર વરસાદમાં પાણી ભરાયાં હતાં. નાના વાહનચાલકો, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જિલ્લા મથક ભુજમાં સ્વાતંત્રતા દિવસની રાત્રે કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસતાં રસ્તા ભીંજાયા હતા. હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન હળવો વરસાદ વરસવાની આગાહી યથાવત્ રાખી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd