• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

એશિયાકપ અને એશિયન ગેમ્સની ભારતીય મહિલા ટીમમાંથી જેમિમા બહાર : પ્રતીકાનો સમાવેશ

મુંબઇ, તા. 16 : આ મહિનાના અંતમાં દુબઇમાં રમાનાર મહિલા ટી-20 એશિયા કપ અને આવતા મહિને જાપાનમાં રમાનાર એશિયન ગેમ્સની ભારતીય ટીમમાંથી મધ્યક્રમ બેટર જેમિમા રોડ્રિગ્સ સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજાને લીધે બહાર થઇ ગઇ છે. જેમિમાના સ્થાને પ્રતિકા રાવલને પહેલીવાર ભારતીય મહિલા ટી-20 ટીમમાં તક મળી છે. જેમિમાને પગના સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજા ઈંગ્લેન્ડમાં રમાઇ રહેલી ધ હંડ્રેડ લીગ દરમિયાન થઇ હતી. એશિયા કપની ભારતીય ટીમમાં બીજો પણ એક ફેરફાર થયો છે. સ્પિનર શ્રેયંકા પાટિલ ઈજામાંથી બહાર આવી શકી નથી. આથી તેના સ્થાને પ્રેમા રાવતનો સમાવેશ કરાયો છે. એશિયા કપમાં ભારતીય મહિલા ટીમ તેની પહેલી મેચ 30 ઓગસ્ટે થાઇલેન્ડ વિરુદ્ધ રમશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd