• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

ઓસિ. સામેનો ટેસ્ટ વિજય બાંગલાદેશનો કોઇ પણ ફોર્મેટમાં સૌથી મોટો વિજય : કપ્તાન શાંતો

ડાર્વિન, તા. 16 : બાંગલાદેશના કેપ્ટન નઝમૂલ હસન શાંતોએ ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની પહેલી ટેસ્ટની ઐતિહાસિક જીતને બાંગલાદેશની કોઇ પણ ફોર્મેટની સૌથી મોટી જીત ગણાવી હતી. ટેસ્ટ ક્રમાંકમાં નવમા ક્રમની ટીમે દુનિયાની પહેલા નંબરની ટીમને તેના જ ઘરમાં હાર આપી હતી. આ વિજય બાદ બાંગલાદેશના કપ્તાને કહ્યું કોઇ પણ ફોર્મેટમાં અમારી આ સૌથી મોટી જીત છે અને આવનારા સમયમાં આવા જ પ્રદર્શનના અમે પ્રયાસ કરશું. અમે ઘણી મેહનત કરી હતી. ખેલાડીઓ ખુશ છે. ટેસ્ટ ક્રિકેટમાં આ વિજયથી બાંગલાદેશ ટીમમાં મોટો બદલાવ જોવા મળશે. તેનું મુખ્ય કારણ અમારા ઝડપી બોલર પાછલા પ-6 વર્ષથી સારો દેખાવ કરી રહ્યા છે. કપ્તાન શાંતોએ પહેલા દાવમાં સદી કરનાર તંજિદ હસન અને મેચમાં કુલ 9 વિકેટ લેનાર હસન મહમૂદને રોમાંચક ખેલાડી ગણાવ્યા હતા. બીજા દાવમાં પ વિકેટ લેનાર સ્પિનર મહેંદી હસન મિરાજ વિશે કહ્યું અમને તેના કૌશલ પર વિશ્વાસ હતો. બાંગલાદેશ સામે હવે શ્રેણી વિજયનો મોકો છે. બીજી મેચ તા. 22 ઓગસ્ટથી રમાશે. તે વિશે કપ્તાન શાંતોએ કહ્યું આવું કરવા માટે અમારે ફરી તમામ મોરચે શાનદાર દેખાવ કરવો પડશે અને એ માટે ટીમ ઉત્સાહિત છે.

Panchang

dd