• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

મહિલા હોકી ટીમની ચીન સામેની મેચ 2-2થી ડ્રો

એમસ્ટેલવીન, તા. 16 : ભારતીય મહિલા હોકી ટીમે તેના વિશ્વકપ અભિયાનનો પ્રારંભ મજબૂત ચીન વિરુદ્ધ 2-2 ગોલની ડ્રો મેચ સાથે કર્યો હતો. પેરિસ ઓલિમ્પિકની રજત ચંદ્રક વિજેતા ચીન મહિલા ટીમ સામે ભારતીય ટીમે મેચમાં બે વખત સરસાઈ હાંસલ કરી હતી, પણ અંતમાં ચીન મેચ 2-2થી ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. આથી બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા. ભારત તરફથી નવનીત કૌરે મેચની આઠમી અને અને દીપિકાએ 2પમી મિનિટે ગોલ કર્યા હતા, જ્યારે ચીન તરફથી ઝાંગ યિંગ અને મા નિંગનાં નામે ગોલ રહ્યા હતા. જે 1પ અને 39મી મિનિટે થયા હતા. દિલધડક ચડાવ ઉતાર બાદ મેચ બરોબરી ઉપર ખતમ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતની તમામ ખેલાડી પહેલીવાર વર્લ્ડકપ રમવા ઉતરી છે.

Panchang

dd