• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

ઓસ્ટ્રેલિયા સામે બાંગલાદેશની યાદગાર જીત

ડાર્વિન, તા. 16 : બાંગલાદેશ ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. 23 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી રમવા પહોંચેલી બાંગલાદેશ ટીમનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 વિકેટે ઐતિહાસિક વિજય થયો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી ઝડપી વિજય હાંસલ કરનારી તે એશિયાની ટીમ પણ બની છે. મેચના આજે ચોથા દિવસે બાંગલાદેશને ફકત પ7 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો. જે તેમણે 1 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. બાંગલાદેશ સામેની ટેસ્ટ હાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટને સૌથી મોટી લપડાક છે. પહેલા દાવમાં 6 અને બીજા દાવમાં 3 વિકેટ લેનાર ઝડપી બોલર હસન મહમૂદ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. બે મેચની શ્રેણીમાં બાંગલાદેશ 1-0થી આગળ થયું છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી જીત હાંસલ કરવા માટે બાંગલાદેશને ફકત ત્રણ મેચ જ રમવી પડી છે. જે એશિયન ટીમનો નવો રેકોર્ડ છે. પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ જીત માટે 7 અને ભારતને 12 મેચ રમવી પડી હતી. શ્રીલંકા ટીમ 1પ મેચ પછી પહેલી જીત મેળવી શકી હતી. બાંગલાદેશ ટીમ આગઉ ઓસ્ટ્રેલિયામાં બે ટેસ્ટ રમી હતી. જે બન્નેમાં ઈનિંગથી હાર મળી હતી. સમગ્રતયા ઓસ્ટ્રેલિયા સામે બાંગલાદેશનો આ બીજો ટેસ્ટ વિજય છે. આ પહેલાં 2017માં મિરપુર ટેસ્ટમાં હાર આપી હતી. ડાર્વિન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવમાં 198 રનમાં ધબડકો થયો હતો. આ પછી બાંગલાદેશે તંજિદ હસનની સદીની મદદથી 426 રન કરી 228 રનની નિર્ણાયક સરસાઇ હાંસલ કરી હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાના 284 રન થયા હતા. જેમાં કેમરૂન ગ્રીનની સદી મુખ્ય હતી. તેણે 201 દડામાં 104 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય સ્મિથે 44 રન કર્યા હતા. બાંગલાદેશ તરફથી સ્પિનર મહેંદી હસન મિરાજે પ અને હસન મહમૂદે 3 વિકેટ લીધી હતી.

બાંગલાદેશના ઐતિહાસિક આંકડા

* બાંગલાદેશ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી ટેસ્ટ જીત મેળવનારી સૌથી ઝડપી એશિયન ટીમ છે. તેણે ફક્ત ત્રણ ટેસ્ટમાં જીત મેળવી છે. જે પાકિસ્તાન (7) અને ભારત (12)થી આગળ છે. જ્યારે શ્રીલંકા 15 પ્રયાસો પછી પણ જીત વિના રહ્યંy છે.

* બાંગલાદેશનો નવ વિકેટથી વિજય એ તેમનો બીજો સૌથી મોટો ટેસ્ટ વિજય છે. જે 2024માં રાવલપિંડીમાં પાકિસ્તાન સામેની 10 વિકેટની જીત બાદનો છે.

* 1995 પછી 31 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયા ભારત સિવાયની કોઈ એશિયન ટીમ સામે ઘરઆંગણે ટેસ્ટ હારી ગયું છે.

Panchang

dd