• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

હોકી વિશ્વકપના પ્રારંભે ભારતનો વેલ્સ વિરુદ્ધ 3-1થી વિજય

એમસ્ટેલવીન, તા. 16 : એફઆઇએચ પુરુષ હોકી વિશ્વકપમાં ભારતીય ટીમે તેના અભિયાનની શરૂઆત વેલ્સ વિરુદ્ધની 3-1 ગોલની જીતથી શાનદાર રીતે કરી છે. ભારતીય ટીમ હવે સોમવારે ત્રીજા ક્રમની ટીમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટકરાશે. હોકી વિશ્વ કપ ઇતિહાસમાં ભારતને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 32 વર્ષથી વિજયનો ઇંતઝાર છે. ભારતીય હોકી ટીમને વિશ્વકપમાં ઇંગ્લેન્ડ સામે છેલ્લે 1994માં વિજય પ્રાપ્ત થયો હતો. વેલ્સ સામેની મેચમાં ભારત તરફથી કપ્તાન હરમનપ્રિત સિંઘે પેનલ્ટી કોર્નરની મદદથી બે ગોલ કર્યા હતા. સંજયે પણ પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો હતો જ્યારે અન્ય મેચમાં પાકિસ્તાન સામે ઇંગ્લેન્ડનો 4-1 ગોલથી જોરદાર વિજય થયો હતો. હવે સોમવારે રમાનાર ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય હોકી ટીમે તેની ફિલ્ડ ગોલની નબળાઈ દૂર કરવી પડશે. વેલ્સ સામે ભારતીય ખેલાડીઓએ ફિલ્ડ ગોલની અનેક તક ગુમાવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd