• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

સમાજની સાચી મૂડી વડીલ

ભુજ, તા. 16 : `કચ્છમિત્ર' દ્વારા 21મી ઓગસ્ટે `વર્લ્ડ સિનિયર સિટીઝન-ડે' નિમિત્તે એક ખાસ વિશેષાંકનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ વરિષ્ઠ નાગરિકોના અમૂલ્ય અનુભવો, વ્યાવસાયિક સૂઝબૂઝ અને સર્જનાત્મકતાને આવનારી પેઢી માટે માર્ગદર્શક દીપસ્તંભ બનાવવાનો છે. આ વિશેષાંક દ્વારા વરિષ્ઠ નાગરિકોની પ્રતિભા અને સિદ્ધિઓને સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર સમક્ષ રજૂ કરવાની સોનેરી તક મળી રહેશે. આ માટે વરિષ્ઠ નાગરિકો પાસેથી જુદા-જુદા વિષયો પર વિચારો અને રચનાત્મકતાને લોકો સમક્ષ રજૂ કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં 50 વર્ષની વય પછી શરૂ કરેલા નવા વ્યવસાય કે સામાજિક પ્રકલ્પની સફળતાગાથા, વ્યવસાય, નાણાકીય સંચાલન કે લીડરશિપ ક્ષેત્રે દાયકાઓના અનુભવમાંથી યુવા પેઢી માટે ખાસ ટિપ્સ, જીવનના સંઘર્ષોમાંથી મળેલી શીખને 50 શબ્દો સુધીના પત્રો દ્વારા મોકલી શકાય છે. ઘરગથ્થુ પ્રાચીન વાનગીઓ અને તેના સ્વાસ્થ્યવર્ધક રહસ્યો તેમજ સ્વરચિત કવિતાઓ, ટૂંકી વાર્તાઓ, ચિત્રકળા કે હસ્તકળાના નમૂનાઓ પણ આવકાર્ય છે. રસ ધરાવતા વરિષ્ઠ નાગરિકોએ પોતાની એન્ટ્રી સાથે પૂરું નામ, ઉંમર, સરનામું, ફોન નંબર અને તાજેતરનો ફોટોગ્રાફ અચૂક મોકલવાના રહેશે. એન્ટ્રી મોકલવાની અંતિમ તારીખ 19 ઓગસ્ટ, 2026 છે. આ માહિતી kutchmitraweb@gmail.com  ઇ-મેઇલ આઈડી પર અથવા અમારા વોટ્સએપ નંબર 63551 65133 પર મોકલી શકાશે તેમજ કચ્છમિત્ર ભવન, ઇન્દ્રાબાઈ પાર્ક પાસે, ભુજ-કચ્છના સરનામે પણ મોકલી શકાશે.

Panchang

dd