• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

આજથી દિલ્હીમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ

નવી દિલ્હી, તા. 16 : બીડબ્લ્યૂએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 17 વર્ષ બાદ ભારતમાં રમાશે. જેની શરૂઆત 17 ઓગસ્ટ સોમવારથી થશે. આ માટે રાજધાની નવી દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ 20 કરોડના ખર્ચે કાયાકલ્પ બાદ તૈયાર છે. ભારતમાં છેલ્લે 2009માં બેડમિન્ડન વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. સાત દિવસ સુધી ચાલનારી બેડમિન્ટનની ટોચની આ ટૂર્નામેન્ટમાં 64 પુરુષ અને 64 મહિલા ખેલાડી સિંગલ્સ ઇવેન્ટમાં ભાગ લેશે. આ ઉપરાંત ત્રણ ડબલ્સ કેટેગરીમાં 48 જોડી જોવા મળશે. ભારત માટે ચંદ્રકના પ્રબળ દાવેદારનાં રૂપમાં મહિલા વિભાગમાં પીવી સિંધુ છે જ્યારે મેન્સ ડબલ્સમાં સાત્ત્વિક-ચિરાગની જોડી છે. પી વી સિંધુ વર્ષ 2019માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તેણી પાસે હવે સાત વર્ષ બાદ ઘરઆંગણે ઈતિહાસનું પુનરાવર્તન કરવાનો મોકો છે. ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો તા. 23 ઓગસ્ટે રમાશે. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પુરુષ સિંગલ્સમાં ભારતના બે ખેલાડીને જગ્યા મળી છે. જેમાં લક્ષ્ય સેન અને આયુષ શેટ્ટી છે જ્યારે મહિલા સિંગલ્સમાં પી વી સિંધુ અને ઉન્નતિ હુડ્ડા ભારતનો પડકાર રજૂ કરશે. પુરુષ ડબલ્સમાં સાત્ત્વિક - ચિરાગ અને હરિહરન-એમઆર અર્જુન છે. મહિલા ડબલ્સમાં ત્રિસા જોલી-ગાયત્રી ગોપીચંદ અને કવિપ્રિયા-સિમરન ભારત તરફથી રમશે. મિક્સ્ડ ડબલ્સમાં ભારતનો પડકાર ધ્રુવ કપિલા-તનિષા ક્રાસ્ટો અને રોહન કપૂર-ઋત્વિકા રજૂ કરશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd