• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

સામખીયાળી ઔદ્યોગિક એકમમાંથી તસ્કરો 13 લાખની કીમતનો કેબલ તફડાવી ગયા

ગાંધીધામ, તા. 16 : મોરબી -સામખિયાળી ધોરીમાર્ગ ઉપર ઔદ્યોગિક એકમના સ્ટોરરૂમમાંથી તસ્કરો રૂા. 13,.04,250 ની કિંમતના વાયર ચોરી ગયા હોવાનુ સપાટી ઉપર આવ્યુ હતું. ભચાઉ તાલુકાના પીપરાપાટી  વિસ્તારમાં કે.ઈ.સી ઈન્ટરનેશનલ લીમીટેડ કંપનીના સ્ટોર યાર્ડમાં ગત તા.20/3 ના સાંજે 6 વાગ્યા થી તા.13/08 સવારે 9 વાગ્યા  સુધીના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે એકમના સ્ટોર ઈન્ચાર્જ  અર્જુનપ્રસાદ લક્ષ્મણરાય યાદવે અજાણ્યા આરોપી વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. પોલીસ સતાવાર સાધનોએ વિગત આપતા જણાવ્યુ હતુ કે ફરીયાદી ની કંપની ને ખાવડા થી નાગપુર મહારાષ્ટ્ર સુધી 800 કે.વી ની હાઈટેન્શન વીજલાઈન નાખવાનુ કામ મળ્યુ છે. આ કામ વર્ષ 2025  માર્ચ-એપ્રિલ થી ચાલુ છે. વીજલાઈનના કામ માટે વીજ લાઈન વાયર,વીજપોલ સહિતની અન્ય સામગ્રી આ સ્ટોરયાર્ડમાં રાખવામાં આવતી હતી. તસ્કરો એકમના પરીસરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને ખુલ્લા પ્લોટમાંથી એલ્યુમિનિયમ ધાતુના એ.સી.એસ.આર. લેપવીંગ કન્ડકટર વાયરોના ત્રણ ડ્રમમાંથી કુલ 1850 મીટર વાયર ચોરી કરી ગયા હતા. નોંધપાત્ર છે કે થોડાસમય અગાઉ વાગડ પંથકમાં આ જ પ્રકારે કેબલ ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેવામાં વધુ એક ચોરીનો બનાવ સપાટી ઉપર આવ્યો હતો.કેબલ ચોરીના મામલમાં સામેલ આરોપીને ઝડપી પાડવાની દિશામાં સ્થાનિક પોલીસે વધુ તપાસ આરંભી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd