• બુધવાર, 03 જૂન, 2026

ભુજોડી પાસે બલ્કર અને એસટી બસ વચ્ચે અકસ્માત : 14 ઘાયલ

ભુજ, તા. 1 : આજે બપોરે ભુજથી રાજકોટ જતી વોલ્વો એસટી બસની ટક્કર બલ્કર સાથે થતાં બસમાંના 14 સવારને ઓછી-વત્તી ઈજા થઈ હતી. સદ્નસીબે આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. આ અકસ્માત અંગે ઘટનાસ્થળ અને જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકી પર નોંધાયેલી વિગતો મુજબ આજે બપોરે 12.30 વાગ્યાના અરસામાં એસટીની વોલ્વો બસ નં. જીજે-27-ટીજી-1833વાળી ભુજથી રાજકોટ જતી હતી ત્યારે ભુજોડી પુલ નજીક આહીર કન્યા છાત્રાલય પાસે સામેથી આવતા બલ્કર સાથે બસ ટકરાઈ હતી. આ અકસ્માતના લીધે બસચાલક ઈમરાન ભચુભાઈ કનાડ અને પરષોત્તમ જીવાભાઈ ભરાડિયા (બોટાદ), મિસીકા નલેશભાઈ પાલ, ધર્મવીરસિંહ હરપાલસિંહ જાડેજા, મોનિકા અંકિત અધરાયુ, કદાન અંકિત અધરાયુ, શામજીભાઈ નારણ પોકાર, મણિબેન શામજીભાઈ પોકાર, હજિયાનાબાઈ જત, મનેશભાઈ ચતુરભાઈ, જમીન્દર ધોધાભાઈ ભાંગર અને હરપાલસિંહ ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતના બનાવમાં સદ્નસીબે જાનહાનિ ટળી છે. અને ઘાયલોને ઓછી-વત્તી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

Panchang

dd