• બુધવાર, 13 મે, 2026

કંડલાના દરિયામાં કૂદકો મારીને વૃદ્ધે જીવ દીધો

ગાંધીધામ, તા. 12 : કંડલામાં પોર્ટ ઉપર જેટી નંબર-9 પાસે કિડાણાના ઉદયવીર પીપારામ શર્મા (ઉ.વ. 65)એ દરિયામાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. કિડાણાની સેવન સોસાયટીમાં રહેનારા વૃદ્ધ ઉદયવીર શર્મા ગઇકાલે બપોરે કંડલા હતા, કંડલા પોર્ટની જેટી નંબર-9 પાસે તેઓ ગયા હતા, જ્યાં તેમણે દરિયામાં કૂદકો મારતાં ડૂબી જવાથી મોત થયું હતું. આ વૃદ્ધ અહીં શું કરવા આવ્યા હતા અને તેમણે કેવા કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે તે સહિતની આગળની વધુ તપાસ કંડલા પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd