• શુક્રવાર, 04 જુલાઈ, 2025

માંડવીમાં ઓનલાઇન મોબાઇલ ક્રિકેટનો સટ્ટો રમતો યુવાન ઝડપાયો

ભુજ, તા. 3 : ગઇકાલે રાત્રે માંડવીમાં ઓટલા ઉપર મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા યુવાનને પોલીસે ઝડપી પાડયો હતો અને આઇ.ડી. આપનાર માંડવીના શખ્સનું નામ ખૂલ્યું છે. આ અંગે એલ.સી.બી.એ જાહેર કરેલી વિગતો મુજબ ગઇકાલે રાત્રે માંડવી વિસ્તારમાં એલ.સી.બી.ની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, ધવલ પાર્કમાં રહેતો આશિફ ઇકબાલ બકાલી માંડવી નગરપાલિકા સામે હાજર છે અને પોતાના મોબાઇલમાં આઇ.ડી. વડે હાલ ચાલી રહેલી ટીએનપીએલની ટી-20 ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમી રમાડે છે. આ બાતમીના આધારે ઓટલા ઉપર બેસી મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા આશિફને ઝડપી તેના મોબાઇલની આઇ.ડી.માં રૂા. 7000ની બેલેન્સ જોવા મળી હતી. આ આઇ.ડી. કોની પાસેથી લીધી તે બાબતે પૂછતાં જણાવ્યું કે, આ આઇ.ડી. માંડવીના કપિલ માલમ (ખોખારી) પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું. આશિફને રોકડા રૂા. 9,300 અને એક મોબાઇલ કિં. રૂા. 20,000 અને આઇ.ડી.માં બેલેન્સ રૂા. 7000ના મુદ્દામાલ સાથે ઝડપી બંને વિરુધ માંડવી પોલીસ મથકે જુગાર ધારા તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઇ છે. 

Panchang

dd