ગાંધીધામ, તા. 3 : રાપરના સમાવાસમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સની પોલીસે
ધરપકડ કરી રોકડ રૂા. 95,400 જપ્ત
કર્યા હતા. રાપરના સમાવાસ દુબરિયા વાડીવિસ્તારમાં પીરની દરગાહ પાછળ ખુલ્લી જગ્યામાં
ગત મોડી રાત્રે અમુક શખ્સો ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, તેવામાં અચાનક આવેલી પોલીસે કાસમ ઈશા કુંભાર
(રહે દુબરિયા વિસ્તાર), હાજી ઈસ્માઈલ કુંભાર (રહે ખડીવાસ),
સિકંદર ગની કુંભાર (રહે. દુબરિયા વિસ્તાર) નામના ખેલીઓને ઝડપી પાડયા
હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 95,400 તથા બે મોબાઈલ એમ કુલ રૂા. 1,61,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.