ભુજ, તા. 3 : નવ-દશ માસ પૂર્વે મુંદરાની
બીએસએનએલ ઓફિસમાંથી થયેલી ચોરીના નાસતા-ફરતા આરોપી મુકેશ કારાભાઈ સોલંકી (દેવીપૂજક)ને
જામનગર જઈ, જ્યારે થોડા દિવસ પૂર્વે
ભીરંડિયારા પાસે રોડ ઊતરી ફસાયેલા ટ્રેઈલરમાંથી થયેલી ડીઝચોરીના નાસતા આરોપીનેય એલસીબીએ
ઝડપી પાડયા છે. ગત તા. 25/9/24થી
26/9/24 દરમ્યાન મુંદરાના નદી નાકા
સુખપર જવાના રસ્તા પાસે આવેલી બીએસએનએલની ઓફિસમાંથી રૂા. 38,440ના માલસામાનની થયેલી ચોરીના
ગુનાનો નાસતો-ફરતો આરોપી મુકેશ કારાભાઈ સોલંકી (દેવીપૂજક) હાલે જામનગર રહેતો હોવાની
હકીકતના આધારે એલસીબીએ તેને જામનગર જઈ ઝડપી મુંદરા પોલીસને સોંપ્યો હતો, જ્યારે ભીરંડિયારા પાસે થોડા દિવસ પૂર્વે અકસ્માતથી
બચવા રોડ ઊતરીને ફસાયેલા ટ્રેઈલરમાંથી ડીઝલની ટાંકીનું લોક તોડી થયેલી ડીઝલચોરીમાં
એક આરોપીને મુદ્દામાલ સાથે ખાવડા પોલીસે ઝડપી લીધો હતો અને આ કામના બે સહઆરોપી નાસતા-
ફરતા હતા, જેમાંના નાસતા આરોપી નાલેચંગા ઓસમાણ હાજી (રહે. ધ્રોબાણા)ને
ગઈકાલે એલસીબીએ ઝડપી ખાવડા પોલીસને સોંપ્યો હતો.