• શુક્રવાર, 26 જુલાઈ, 2024

ભુજમાં માતા અને આઠ વર્ષની પુત્રીએ ઝેરી દવા પી અંતિમ પગલું લેતાં અરેરાટી

ભુજ, તા. 15 : પત્નીની કેન્સરની બીમારીથી માનસિક રીતે ભાંગી પડેલા પતિ ઉમંગભાઇ માંડવિયા (ભુજ) દોઢેક માસ પૂર્વે ગળેફાંસો ખાઇ મોતને વહાલું કરી લીધું હતું. વિધિની વક્રતા તો જુઓ, પતિના રીતે મોતથી હતાશ થઇ સતત ચિંતિત રહેતી તેની પત્ની પ્રિયાબેન (.. 33) તેની આઠ વર્ષની એકની એક પુત્રી જીયાનાને ગઇકાલે રાતે ઝેરી દવા પીવડાવી અને પોતે પીને બંનેના મોતથી માંડવિયા પરિવાર પર આભ તૂટી પડયું છે. કરૂણ બનાવ અંગે  પોલીસ અને સંબંધિતો પાસેથી મળેલી વિગતો મુજબ ભુજના આશાપુરા સ્કૂલ પાસે, ઓધવ રેસિડેન્સી પાસે રહેતા 60 વર્ષીય વિનોદરાય નાનાલાલ માંડવિયાના પુત્ર ઉમંગના મોતના દુ:ખમાંથી હજુ બહાર પણ આવ્યા હતા ત્યાં તેમનો માળો પીંખાઇ ગયો છે. પતિના મોતથી નિરાશાની ગર્તામાં ધકેલાયેલા વિનોદરાયના પુત્રવધૂ પ્રિયાબેને ગઇકાલે મધ્યરાતે પોતે અને તેમની દીકરી એટલે વિનોદરાયની આઠ વર્ષની પૌત્રી જીયાનાને ઝેરી દવા પીવડાવી દીધી હતી. આથી બંનેને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જીયાનાએ આજે સવારે અને પ્રિયાબેને બપોરે દમ તોડી દીધો હતો. દોઢેક માસમાં પતિ-પત્ની અને પુત્રી રીતે જીવાદોરી ટૂંકાવી લેતાં પરિવાર અને વિસ્તારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ?છે. -ડિવિઝન પોલીસે પ્રિયાબેનના મોતમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang