ગાંધીધામ, તા. 23 : ભુજ, નખત્રાણા અને કોટડા જડોદરમાં જુગાર રમતા 18 શખ્સને પોલીસે ઝડપી પાડયા હતા. આ ત્રણ કાર્યવાહી દરમ્યાન 37 હજારની રોકડ કબજે કરાઈ હતી.
પોલીસના સત્તાવાર સાધાનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે આજે બપોરે 2.15 વાગ્યાના અરસામાં પોલીસે આઈશા મીઠુ કોલીનાં રહેણાક મકાનમાં કાર્યવાહી
કરી હતી. આરોપીઓ મગન મીઠુ કોલી, ધીરજ
ધનજી લોંચા, ઈબ્રાહીમ
ઉમર જાગોરા, તુફાઈલ મામદ પઠાણ, ધનજી લધા
કોલી, મયૂરગર પ્રવીણગર
ગોસ્વામી, કરીમ આધમ કુંભારને
પોલીસે આંગણામાં ધાણીપાસા વડે જુગાર રમતા પકડી પાડયા હતા. પડમાંથી રોકડા રૂા.11,800, ચાર મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ
કબજે કરાયો હતો. બીજી બાજુ
નખત્રાણા તાલુકાનાં કોટડા જડોદરમાં પોલીસે બપોરે 2.40 વાગ્યાના અરસામાં કાર્યવાહી કરી હતી. મફતનગરમાં
તળાવનાં ઓગનમાં બાવળની ઝાડીઓમાં આરોપીઓ
અરવિંદ કાનજી ગંઠેર, પ્રેમજી ધારશી વણકર, અનુજાતિના મોહન આશાભાઈ, લાલજી ટાઈયાભાઈ કુંવટ,
મુકેશ રામજીભાઈ બુચિયા, ડાયા મેઘાભાઈ વણકર
ધાણીપાસા વડે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પડમાંથી
રોકડા રૂા. 12,510 કબજે કરાયા હતા. ભુજમાં
રસીદાબેન લુહાર રહેણાક મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાડતાં
હોવાની બાતમી એલ.સી.બીને મળી હતી. આરોપીઓ સલિમ જાફર કુંભાર, ગની
રહેમતુલા થેબા, આદમ અદ્રેમાન રાઠોડ,
રસીદા જુસબ લુહાર, બબીબેન કાનજી મકવાણાને
પોલીસે ઝડપી પાડયા હતા. પડમાંથી રોકડા રૂા. 12,900 કબજે કરાયા હતા.