• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

અવસાન નોંધ

ભુજ : સાધનાબેન (વૈજન્તીબેન) સિદ્ધપુરા (ઉ.વ. 60) તે ધીરજ નરોત્તમ સિદ્ધપુરાના પત્ની, સ્વ. સાવિત્રીબેન નરોત્તમ સિદ્ધપુરાના મોટા પુત્રવધૂ, સ્વ. નર્મદાબેન મણિલાલ છત્રાળાના પુત્રી, ધાર્મિક અને સત્યમના માતા, ભાવનાબેન નરેન્દ્ર સિદ્ધપુરાના જેઠાણી, મીત અને જીતના મોટી મા, ઉષાબેન પ્રદીપ ઉમરાણિયા, મહાલક્ષ્મીબેન કિશોર પિત્રોડા, કલ્પનાબેન મયંક પિત્રોડા, પૂર્ણિમા નરોત્તમ સિદ્ધપુરાના ભાભી, સંતોષ, ચાંદની, રિદ્ધિ, નિરાલીના મામી, સ્વ. પ્રકાશ, સ્વ. ચંદ્રકાન્ત, નીતિન, યોગેશ, રાજેશ, ચંદ્રિકાબેન ઘનશ્યામભાઇ પોમલ, સ્વ. રાજેશ્વરીબેન દીપકભાઇના બહેન, હંસાબેન, નીતાબેન, પ્રજ્ઞાબેન, હિનાબેન, પારુલબેનના નણંદ, જિજ્ઞા પૂર્વેશ પોમલના માસી, સ્વ. દીપ, સ્વ. નિરાલી, રિશી, હાર્દિક, શ્રદ્ધા, રિચા, મોહિત, કશ્યપ, પ્રાચી, પ્રિયાંશીના ફઇ તા. 30-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 2-12-2023ના સાંજે 4થી 5 લોહાર વાડી, ભીડ નાકા પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ ગઢશીશાના આંઠુ ભરતકુમાર છગનલાલ (ઉ.વ. 18) તે વનિતાબેન છગનલાલના પુત્ર, શાંતાબેન, હિરજીભાઈ હરજીભાઈ આંઠુના પૌત્ર, વાલજીભાઈ હિરજીભાઈ આંઠુના ભત્રીજા, ખુશાલીબેન, રાજેશ, નીલેશ, દિયાના ભાઈ, સ્વ. કરમશીભાઈ હરજી આંઠુ, નારણભાઈ હરજી આંઠુ, ગોવિંદભાઈ જેઠાભાઈ આંઠુ, રવજી માવજી આંઠુના પૌત્ર, જેન્તીલાલ પેથા પરમાર (રસલિયા), ભાણીબેન (પેટલાદ-ખીરસરા)ના ભાણેજ તા. 1/12/2023ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 4/12/2023 રાત્રિના, તા. 5/12/2023ના સવારે 10 કલાકે (બારસ-પાણીઢોળ)?નિવાસસ્થાન યોગેશ્વરનગર, ખારી નદી રોડ, ભુજ ખાતે. બેસણું પણ યોગેશ્વરનગર-ભુજ ખાતે.

ભુજ : મ.કા.ચા.મો. મંગળાબેન યશેષચંદ્ર ભટ્ટ (ઉ.વ. 80) તે યશેષચંદ્ર મોહનલાલ ભટ્ટના પત્ની તા. 29-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાથનાસભા તા. 2-12-2023ના શનિવારે સાંજે 4.30થી 5.30 મોઢ બ્રાહ્મણ વાડી, યજ્ઞશાળા, પંચહટડી, ભુજ ખાતે.

ભુજ : કિરણ જમનાદાસ ઠક્કર (ઉ.વ. 59) તે સ્વ. દમયંતીબેન જમનાદાસ હંસરાજ ઠક્કરના પુત્ર, રમેશભાઇ (રિટા. ચીફ એન્જિ.), સ્વ. પ્રદીપભાઇ, સ્વ. નિરંજનભાઇ, દીપકભાઇ, ચંદ્રશેખરભાઇ, સ્નેહલતાબેન, મીનાબેનના ભાઇ, સ્વ. ભારતીબેન, ગં.સ્વ. ગીતાબેન, રાજશ્રીબેનના દિયર, રામપ્રતાપભાઇ (સ્વિસમીસ)ના સાળા, નીલેશભાઇ, વિશાલભાઇ (શ્રી હરિ એન્જિ. એન્ડ કોન્ટ્રાક્ટર્સ), અંકિતા, રોશનીના કાકા, રિન્કુબેન, દામિનીબેનના કાકા સસરા, આર્કી, જેનિલના મામા, જિજ્ઞેશ, વ્યાનાના દાદા તા. 1-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-12-2023ના સાંજે 4થી 5 નવી લોહાણા મહાજન વાડી ખાતે.

ભુજ : જયાબેન ધમાભાઇ કબીરા (ઉ.વ. 80) તે સ્વ. ધમાભાઇ ચકુભાઇ કબીરાના પત્ની, સ્વ. અશોક અને ગીતાબેન હીરાભાઇ પુરબિયાના માતા તા. 26-11-2023ના અવસાન પામ્યા છે. બારસ તા. 07-12-2023ના સવારે 10થી 12 નિવાસસ્થાને વાલ્મીકિવાસ, દાદુપીર, ભુજ ખાતે.

ભુજ : સંજય લક્ષ્મણ વાલ્મીકિ (ઉ.વ. 42) તે લક્ષ્મણ રોશનના પુત્ર, અજય, વિજયના ભાઇ તા. 29-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું વાલ્મીકિનગર નિવાસસ્થાને.

ગાંધીધામ : એમ.જે. વાઢૈયા (ઉ.વ. 86) (નિવૃત્ત કંડલા પોર્ટ ટ્રસ્ટ) તે મુક્તાબેનના પતિ, રાજુભાઈ અને સ્વ. અશ્વિનભાઈના પિતા તા. 01/12/2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ઝૂલેલાલ મંદિર, શક્તિનગર, ગાંધીધામ ખાતે તા. 02/12/23 ને શનિવારે સાંજે 5થી 6 વાગ્યે.

ગાંધીધામ : અમીરચંદ પાલ (ઉ.વ. 53) (ભારત ઇલેક્ટ્રિક) તે સ્વ. બચુ ભગત પાલના પુત્ર, પ્રેમચંદ પાલના ભાઇ, મીત પાલના પિતા તા. 30-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-12-2023ના શનિવારે સાંજે 5થી 6 આદર્શ હનુમાન મંદિર, ડી.એન.વી. કોલેજ સામે, 9-બી, ભારતનગર ખાતે.

અંજાર : મારૂ કંસારા સોની ગં.સ્વ. જવેરબેન હેમરાજ બુદ્ધભટ્ટી (ઉ.વ. 84) તે સ્વ. હેમરાજ જેરામના પત્ની, સ્વ. જેરામ ઘેલાના પુત્રવધૂ, સ્વ. ગોદાવરીબેન જેરામ ધારશીના પુત્રી, સ્વ. રુક્ષ્મણિબેન પુરુષોત્તમ ધારશી બિજલાણી (વરસામેડી)ના ભત્રીજી, કાશીબેન, ભગવતી, દીપ્તિ, રીના, ભાવેન (શિક્ષક-સુગારિયા), જિજ્ઞાના માતા, રમેશ પોમલ (અંજાર), સુરેશ બિજલાણી (સુબી), પરેશ ગુજરાતી (ભુજ), રસિક ભૂત (જામનગર), હિરેન બારમેડા (રાજકોટ), મીતાના સાસુ, શાંતિલાલ, હરીશ, ડાઈબેન, હીરાબેનના કાકી, ભાવનાના કાકીજી, ભવ્ય, માનસી, બિમલ, હેન્સી, દિવ્યા, રોશની, મહિમા, મિતાલીના દાદી, મેહુલ, રિતેશ, વિવેક, કિશન, પ્રતીક, હર્ષિલ, ધારા હિરેન ચૌહાણ (માધાપર), સુમન, ભક્તિના નાની, સ્વાતિ, હેતલ, નેહલના નાનીજી સાસુ, પુષ્પાબેન પોમલ (જારસુખડા), ડાઇબેન બારમેડા (રાયપુર), શાંતાબેન બારમેડા (અંજાર), પ્રભાબેન બારમેડા (કોટડા ચકાર), બબીબેન પોમલ (અંજાર), કમળાબેન સોલંકી (ભુજ), મંગળાબેન ગુજરાતી (માનકૂવા)ના બહેન, મુકેશ, અરાવિંદના માસી, વેદાંત, નિહાર, દેવાંશી, શિવાંશ, વિશ્વ, દિત્યાના પરનાની તા. 30-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 02-12-2023ના શનિવારે સાંજે 4.30થી 5.30 મારૂ કંસારા સોની સમાજવાડી, ગંગા નાકા, અંજાર ખાતે.

અંજાર : શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ગં.સ્વ. ચંદ્રિકાબેન (ચંદુબેન) (ઉ.વ. 91) તે સ્વ. સુમનલાલ હરિલાલ દવે (નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર)ના પત્ની, રાજેન્દ્રભાઈ, જયેશભાઇ, પ્રફુલ્લાબેન શુકલ, સ્વ.સુધાબેન શુકલના માતા, ભાવનાબેન, સુજાતાબેન, સ્વ. કિરીટભાઇ શુકલ, નલિનકુમાર શુકલના સાસુ, પ્રિયંકાબેન ભૂષણભાઇ દવે, કિરણબેન ચિરાગભાઇ દવે, માધવીબેન હર્ષિતભાઇ દવેના દાદીસાસુ, શિવાનીબેનના દાદી, ધ્વનિબેન જોષી, કેતનભાઇ શુકલ, તેજલબેન દવે, મોહિતભાઇ શુકલ રવિભાઇ શુકલના નાની, સ્વ. સોમનાથ કરુણાશંકર દવેના જયેષ્ઠ પુત્રી, સ્વ. સુધાકરભાઇ દવે (સિન્ડિકેટ બેંક), જિતેન્દ્રભાઇ દવે (એસ.બી.આઇ.)ના મોટા બહેન તા. 1-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-12-2023ના શનિવારે સાંજે 4.30થી 5.30 નાગર સમાજ કોમ્યુનિટી હોલ, રઘુવંશી હોલની પાછળ, સત્યપ્રકાશ સોસાયટી ખાતે.

માંડવી : સોઢા ગંગાબા માધુભા (ઉ.વ. 90) (વડવા કાંયા) તે સોઢા ગગુભા વંકાજી, સોઢા દેવુભા વંકાજીના કાકી, સોઢા હિંમતસિંહ અને સોઢા ભરતસિંહ, જાડેજા ગનુભા નટુભા, જાડેજા મહેન્દ્રસિંહ નટુભાના દાદી, જાડેજા નટુભા કરશનજી, જાડેજા બધુભા કરશનજી, સ્વ. જાડેજા હમુભા કરશનજીના મામી અવસાન પામ્યા છે. સાદડી તા. 4-12-2023ના રાજપૂત સમાજવાડી ખાતે. બારસ તા. 12-12-2023ના. (રડવાનું બંધ છે.)

કાઠડા (તા. માંડવી) : ગઢવી નાગશ્રીબેન હરિભાઈ સાખરા (ઉ.વ. 48) તે સ્વ. સભાઇબાઇ અરજણ સાખરાના પુત્રવધૂ, હરિભાઇના પત્ની, અલ્પા, પૂનમ, ભાવિકા અને દિશાના માતા, સ્વ. સજણ વીરા ગઢેરાના પુત્રી, સ્વ. સામરા, સ્વ. વિરમ, મોહન ગઢેરાના બહેન, કરશન, દેવાધ, વિશ્રામ, પરમાબેનના ભાભી, દેવરાજ, નરશી, હરજી, ભારૂ, કનૈયા, દિનેશ, ભીમશી, ખીમરાજના કાકી તા. 01-12-2023ના અવસાન  પામ્યા છે. સાદડી તા. 1, 2 અને 3-12-2023ના (ત્રણ દિવસ) નિવાસ સ્થાને માચીસ કારખાના, લાયજા-રોડ કાઠડા ખાતે. ઉત્તરક્રિયા તા. 11-12-2023ના સોમવારે તે જ સ્થળે.

નાના ભાડિયા (તા. માંડવી) : હાલે ઘાટકોપર (મુંબઇ) લક્ષ્મીકાંત કેશવાણી (રાજગોર) (ઉ.વ. 81) તે સ્વ. મીઠાબેન શંકરલાલ મેઘજી કેશવાણીના પુત્ર, ગં.સ્વ. ગોદાવરીબેનના પતિ, દિનેશભાઇ અને સ્વ. સુરેશભાઇના પિતા, ચેતનાબેન, ગં.સ્વ. પ્રજ્ઞાબેનના સસરા, સ્વ. અમૃતબેન ખીમજી સુંદરજી વ્યાસ (ગુંદિયાળી)ના જમાઇ, સ્વ. શંભુલાલ, હરસુખરાય, પ્રવીણકુમાર, સ્વ. અરવિંદકુમારના ભાઇ, ગં.સ્વ. મોંઘીબેનના દિયર, કંચનબેન, પુષ્પાબેન, ગં.સ્વ. આશાબેનના જેઠ, ગં.સ્વ. કસ્તૂરબેન, સ્વ. કમળાબેન, ગં.સ્વ. દમયંતીબેન, શાંતિલાલ, પુષ્પાબેન, ગં.સ્વ. પ્રેમિલાબેનના બનેવી, સ્વ. કાંતિલાલ મહેતા, સ્વ. પ્રાણજીવન મહેતા, સ્વ. નાનાલાલ મહેતા, પ્રવીણકુમાર કેશવાણી, સ્વ. પ્રભુલાલ જોશીના સાઢુભાઇ, જયાબેન શાંતિલાલ વ્યાસના નણદોઇ, સ્વ. શિવજી મેઘજી, સ્વ. હરિરામ મેઘજીના ભત્રીજા, સ્વ. ધનબાઇ માવજી રણછોડજી નાકર (બાગ)ના દોહિત્ર, કૌશલ, અક્ષિતાના દાદા, કાજલ અને જિતેશ હરેશભાઇ વ્યાસના દાદાસસરા, નિવિધાના પરદાદા તા. 26-11-2023ના મુંબઇમાં અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-12-2023ના સોમવારે બપોરે 3થી 5 મસ્કા રાજગોર સમાજવાડી ખાતે અને સાસરા પક્ષની સાદડી બપોરે 2થી 4 શેખાઇબાગ-ગુંદિયાળી રાજગોર સમાજવાડી સામે, શાંતિલાલ પ્રેમજી વ્યાસની વાડી મધ્યે.

બાગ (તા. માંડવી) : રાજગોર કરશનજી (ઉ.વ. 101) તે સ્વ. પ્રેમજી માવજી મોતાના પુત્ર, સ્વ. જશુબેનના પતિ, હંસરાજ, ઉમિયાશંકર, રમીલાબેન, પ્રભાબેન, કાંતાબેન, નીમુબેનના પિતા, સ્વ. કાકુભાઇ, સ્વ. દયારામ, સ્વ. નાનજી, વિરજી, સ્વ. ભચીબાઇ હીરજી (ભુજ), સ્વ. રતનબાઇ લાલજી (બિદડા)ના ભાઇ, મંજુલાબેન, મીનાબેન, લાલજી મકનજી (બિદડા), નાનજી માવજી (ગુંદિયાળી), નારાણજી દયારામ (બાગ), કાંતિલાલ જટાશંકર (ગુંદિયાળી)ના સસરા, મહેન્દ્ર, વસંત, હિતેશ, રંજનબેનના દાદા, દીપાબેન, અમિતાબેન, મુલેશભાઇના દાદાસસરા, નયન, અંજલિ, ડીસાના પરદાદા, સ્વ. ભચીબાઇ કલ્યાણજી જોષી (ફરાદી)ના જમાઇ, સ્વ. શંકરજી જોષી (ફરાદી), સ્વ. મોરારજી જોષી (ફરાદી), સ્વ. ગંગાબાઇ ધનજી (મસ્કા), સ્વ. રતનબાઇ મઠુ બોડા (ગુંદિયાળી), સ્વ. જમનાબાઇ જીવરામ મોતા (બાગ), સ્વ. કસ્તૂરબેન રાઘવજી બોડા (ગુંદિયાળી)ના બનેવી તા. 1-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-12-2023ના બપોરે 3થી 5 બાગ રાજગોર સમાજવાડી ખાતે.

પાલનપુર-બાડી (તા. નખત્રાણા) : ગોમતીબેન વિશ્રામભાઇ રૂડાણી (ઉ.વ. 82) તે સ્વ. વિશ્રામભાઇના પત્ની, ડાયાભાઇ રૂડાણી, ઉર્મિલાબેન (ધ્રાંગધ્રા)ના માતા, વસ્તાભાઇ, રામજીભાઇ (વાલોડ)ના ભાઇના પત્ની, ગુણવંત, નીલેશ, મમતા (ભુજ), પાર્વતી (નખત્રાણા)ના દાદી તા. 30-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-12-2023થી 4-12-2023 સવારે 8.30થી 11 અને બપોરે 3થી પ સુધી નિવાસસ્થાન, પાલનપુર ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : રાજેશભાઇ જેઠાલાલ મહેતા (ઉ.વ. 56) તે સ્વ. ભાગ્યવંતીબેન જેઠાલાલ મહેતાના પુત્ર, રશ્મિબેનના પતિ, પ્રિન્સ તથા સાહિલના પિતા, વિપિનભાઇ, રોહિતભાઇ, લતાબેન પ્રદીપભાઇ શાહ, કલાબેન ભરતભાઇ વોરાના ભાઇ, જ્યોત્સનાબેન વિપિનભાઇ મહેતાના દિયર, સ્વ. સનીબેન બાબુલાલ (વલસાડ)ના જમાઇ, સ્વ. રાજેશભાઇ (વલસાડ)ના બનેવી, નીતાબેન ઠાકોરભાઇ (વલસાડ)ના સાઢુભાઇ, ઉર્વિ, ભૌતિક, નિકુંજ, સાગર, રાજના મામા અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-12-2023ના શનિવારે બપોરે 3થી 4 મહાજન સમાજવાડી, જૈન દેરાસરની બાજુમાં, વિથોણ ખાતે.

કોઠારા (તા. અબડાસા) : અ.સૌ. કુંદનબેન જોષી (ઉ.વ. 83) તે લાભશંકર વિશ્વનાથ જોષી (જોષીસોહબ)ના પત્ની, દેવેન્દ્રભાઇ, હિતેન્દ્રભાઇના માતા, ભાવનાબેન, પ્રકાશબેનના સાસુ, જયમીત, વિવેક, રોનક, હિરલ, ભાગ્યશ્રીના દાદી, કિંજલ, પૂજા, જયદીપકુમારના દાદીસાસુ, દિત્યા, દ્વિષ્નાના પરદાદી તા. 28-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-12-2023ના રવિવારે સાંજે 4થી 5 કોઠારા દરિયાસ્થાન ખાતે.

નલિયા (તા. અબડાસા) : હાલે મુલુંડના લધુભા ભાણજી સોલંકી (ઉ.વ. 75) તે પરમાર રામજી કાનજી (બાલાચોડ મોટી)ના જમાઈ, વિનોદ, અશ્વિન, શૈલેશ, જયાબેનના પિતા, નાનજીભાઈ, લહેરીભાઈ, ધનજીભાઈ, વિશ્રામભાઈ, મનજીભાઇના કાકા, સ્વ. મીઠુભાઈ, સ્વ. ખેતશીભાઈના ભાઈ તા. 1-12-2023ના મુલુંડ-મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-12-2023ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, છાડુરા નાકા પાસે, નલિયા ખાતે.

ખુઅડા (તા. અબડાસા) : પલભાટી ક્રૃપાલીબા સતુભા (ઉ.વ. 16) તે પલભાટી સતુભા સંગ્રામજીના પુત્રી, સંગ્રામજી, ખાનજી, સ્વ. હરિસંગજી, જેઠુભાના પૌત્રી, મહિપતસિંહ, અખુભા, તેજમાલજી, ભરતસિંહ, દેવાજી, ભરતસિંહ, પરાક્રમસિંહના ભત્રીજી, રંજનબા, કુલદીપસિંહ, ધ્રુવરાજસિંહ, હેત્વીબા, કર્મવીરસિંહના બહેન, સુરુભા ગગુજી (સુખસાણ)ના દોહિત્રી તા. 30-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.

Youtube Live

Budget 2024 LIVE

Panchang