ગાંધીધામ, તા. 3 : હોળી-ધુળેટી પર્વે પોલીસે ગાંધીધામમાં
બે તથા વરસામેડીની સોસાયટીમાં એક એમ ત્રણ કાર્યવાહી કરીને કુલ રૂા. 2,40,000નો અંગ્રેજી દારૂ જપ્ત કર્યો
હતો. જો કે, ત્રણ દરોડામાં માત્ર એક
જ આરોપી હાથમાં આવ્યો હતો, પરંતુ તે દારૂ કયાંથી લાવ્યો હતો તે
બહાર આવ્યું નથી. શહેરના પી.એસ.આઇ. કાર્ગો ઝૂંપડપટ્ટી શેરી નં.-3માં આવેલી એક ઓરડીમાં દારૂ રાખી વેચાણ થતો
હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં ઓરડીમાં દારૂ રાખી વેચાણ
કરતો ધીરજ મથુરારાય યાદવ નામનો શખ્સ હાજર મળ્યો હતો. ઓરડીનાં તાળાં તોડી તપાસ કરાતાં
તેમાંથી રોયલ ચેલેન્જની 750 એમ.એલ.ની
70 બોટલ, રોયલ સ્ટગની 35 બોટલ તથા 8 પી.એમ.ની 23 બોટલ એમ કુલ રૂા. 1,71,100ની 128 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો
હતો. બીજી કાર્યવાહી વરસામેડીની બાગેશ્રી-1ના મકાન નં. 34-બીમાં કરવામાં આવી હતી. મકાન નંબર 43-એમાં રહેનાર કાના વેલા બઢિયા
નામનો શખ્સ 34-બીમાં દારૂ રાખી તેનું વેચાણ
કરતો હતો. આ બંધ મકાનમાંથી રોયલ સ્ટગની 12, રોયલ ચેલેંજની 14, ઓલ્ડ મોંકની 23 એમ કુલ રૂા.63,700ની 49 બોટલ દારૂની જપ્ત કરાયો હતો, પરંતુ બુટલેગર હાથમાં આવ્યો ન હતો. વધુ એક કાર્યવાહી
ગાંધીધામના સપનાનગર ડી. મેદાન પાસે થઇ હતી. ઇ-બાઇક લઇને દારૂ વેચતા મનબોધ લાલ ગંગાધરન
બાલભવન નામના શખ્સને પકડી લેવાયો હતો. તેની પાસેથી રૂા. 5200ની ચાર બોટલ જપ્ત કરાઇ હતી, પરંતુ ફક્ત વિદેશમાં નિકાસ કરવાની આ બોટલો તેની
પાસે કયાંથી આવી હતી તેના મૂળિયા પોલીસ ઉલેચી શકી નહોતી.