• બુધવાર, 04 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિ નટવરલાલ રતિલાલ પીઠડિયા (ઉ.વ. 85) તે સ્વ. રતનબેન રતિલાલ પીઠડિયાના પુત્ર, મીનાબેનના પતિ, મનોજ, રાજેશ, જિજ્ઞાના પિતા, બીના, વંદના તથા વિજયકુમાર ઈશ્વરલાલના સસરા, કાજલ, રિધમના દાદા, મૌલિકના નાના, અંશુયાબેન, નર્મદાબેન, ઈંદુબેન, કંચનબેન, હેમલતાબેન, નીમુબેન, નવીનભાઈના ભાઈ, કલ્પનાબેનના જેઠ, વેલજીભાઈ સોલંકી (રાંચી), ચૂનીલાલ ગોહિલ (ભુજ), ચંદુલાલ સોલંકી (ભુજ), શાંતિલાલ પીઠડિયા (અંજાર), ઉમરશી ધામેચા (ભુજ), કાંતિલાલ પરમાર (માનકૂવા)ના સાળા, વિક્રમ સુભાષભાઈ જોશીના દાદાજી, ધ્વનિ સોલંકીના નાનાજી, બિંદિયા, ઉર્વીના મોટાબાપા, સંદીપભાઈ ચાવડા, કુલદીપાસિંહ ગોહિલના મોટાસસરા, નિશી તથા હરદિપાસિંહના મોટા નાના તા. 2-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-3-2026ના બુધવારે સાંજે 5થી 6 દરજી સમાજવાડી, છઠ્ઠીબારી રોડ, ભુજ ખાતે.

ભુજ : વડનગરા નાગર બ્રાહ્મણ સુમનબેન જયંતભાઈ પાઠક (ઉ.વ. 83) તે સ્વ. જયંતભાઈ આઈ. પાઠકના પત્ની, સ્વ. મેહુલ, વલ્લરી તથા અશેષના માતા, વિપુલભાઈ પાઠક, વિભા તથા ઉષ્માના સાસુ તા. 3-3 -2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 4-3-2026ના સવારે 9 કલાકે  નિવાસસ્થાન 375, આઈયા નગર, મુંદરા રોડથી ખારી નદી સ્વર્ગ પ્રયાણધામ જશે.

ભુજ : મૂળ રામવાવના નિર્મલાબેન (ઉ.વ. 69) તે નટવરલાલના પત્ની, સ્વ. કાનુબેન  ઓતમચંદ ન્યાલચંદના પુત્રવધૂસ્વ. ઝવેરચંદ લક્ષ્મીચંદ દોશીના પુત્રી, ભોગીલાલ, જિતેશભાઈ, પુષ્પાબેન, ભાગ્યવંતીબેનના બહેન, દર્શન, કલ્પેશ, જુલી, ડોલીના માતા, તેજલ, શીતલ, સ્વ. કેતનકુમાર, સંજયકુમારના સાસુ, જીન્સી, નમ્ય, આન્યા, આશ્કા, રૂષભના દાદી, યશ, ખુશી, રાજના નાની, પુષ્પાબેન ભરતભાઈ, રંજનબેન નરેન્દ્રભાઈ, નિર્મલાબેન વોરાના ભાભી તા. 3-3-2026ના અવસાન છે. સ્મશાનયાત્રા તા. 4-3-2026ના બુધવારે સવારે 8 કલાકે નિવાસસ્થાન લાલટેકરીથી જૈન સ્મશાન ભુજ જશે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : રસિકભાઈ-99253 17900, દર્શન-93214 57128.

આદિપુર : વિશનદાસ દીપચંદ ભાટિયા તે જ્યોતિબેનના પતિ, સ્વ. લાલચંદ, સ્વ. વાઘુમલ, સ્વ. વાસુદેવ, સ્વ. ગોરધન, રમેશ, પ્રકાશ, વિશનીબેન, કમલાબેન, ચંદાબેનના ભાઇ, રાજેશ, લખન, રીટાબેન, નીતુબેન, કવિતાબેનના પિતા, ઇશ્વર, સુરેશ, મનીષ, નીલેશ, ચંદન, સુરેશ, દીપક, પંકજ, વિશાલ, આનંદના મોટાબાપા, ક્રિશ, જૈવિક, જીયાન, અદિતીના દાદા તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. પઘડી/પ્રાર્થનાસભા તા. 5-3-2026ના ગુરુવારે સાંજે 5.30થી 6 લોહાણા મહાજનવાડી, સરકારી સ્કૂલની પાછળ, આદિપુર ખાતે.

માંડવી : વર્યા ઈબ્રાહીમ મોહમ્મદ ઉર્ફ પડ્ડુ (નિવૃત્ત માંડવી નગરપાલિકા કર્મચારી) (ઉ.વ. 93) તે વર્યા ઓસમાણગની, વર્યા હાજી અબ્દુલ્લાહના પિતા, વર્યા ઈમરાન, કાસમ, રહીમ, રમીઝના દાદા, સમેજા ઈશાક સુલેમાન (નવીનાળ), નારેજા ઓસમાણ અબ્બાસ (વાડા)ના સસરા તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-3-2026ના અસર નમાજ બાદ કામલશા મસ્જિદ, સોનાવાળા નાકા, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ રવા (તા. અબડાસા)ના વિનુભાઈ હરિભાઈ દુધૈયા (ઉ.વ. 91) તે સ્વ. સવિતાબેનના પતિ, રાજુભાઈ (ગુજ્જર ગેરેજ-માધાપર), હિનાબેન, પ્રીતિબેનના પિતા, દીપાબેન, ઉમેશભાઈ દહીંસરિયા, વિમલભાઈ ખારેચાના સસરા. દીક્ષિત, જાનવીના દાદા. ચાર્મીબેન અને જયકુમાર ગરવલિયાના દાદાસસરા, દર્શના પરદાદા, શ્વેતા, વરુણ, તલીનના નાના, અપૂર્વભાઈ સીતાપરાના નાનાસસરા, સ્વ. લાલજીભાઈ, સ્વ. ઉમેદભાઈના ભાઈ, સ્વ. લતાબેન લાલજીભાઈના દિયર, ગં.સ્વ. ગીતાબેન ઉમેદભાઈના જેઠ, નીરૂબેન પીતાંબર અડીએચા, ગં.સ્વ. ભારતીબેન સુરેશભાઈ દહીંસરિયા, લખુભાઈ, સ્વ. સુરેશભાઈ, વીણાબેન યોગેશભાઈ ભારદિયા, સ્વ. કિરીટભાઈ, પરેશભાઈ, આનંદભાઈ, વર્ષાબેનના કાકા, સ્વ. રુક્ષ્મણિબેન, સ્વ. પ્રેમિલાબેન, રંજનબેનના ભાઈ, ગુલાબભાઈ ગજ્જર (ગુજ્જર ગેરેજ-માધાપર), રસીલાબેન ગિરીશભાઈ દહીંસરિયા, રક્ષાબેન શાંતિલાલ ગરવલિયા, કુમુદબેન અશોકભાઈ વડગામા, આશાબેન પીનારા, હિનાબેન રાજેશભાઈ દુધૈયાના મામા, સરસ્વતીબેન ચૂનીલાલ દહીંસરિયા, ગં.સ્વ. ઇન્દિરાબેન ગાવિંદભાઈ બાસોપિયા, રતિલાલભાઈ સીતાપરાના બનેવી તા. 2-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-3-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 સેવક સમાજવાડી, માધાપર (નવાવાસ) ખાતે.

નારાણપર રાવરી (તા. ભુજ) : લુહાર ઇશાક કાસમ (ઉર્ફે કાસુ) (ઉ.વ. 67) તે ધુલ્લાના પિતા, આમદ, અબ્દુલના ભાઇ, અનવર, અકબર, અશરફના કાકા, ઓસમાણ, ઇબ્રાહીમના ભત્રીજા, લતીફ બાડાઇના બનેવી, જુમ્મા મામદ (દેવપર-યક્ષ), મ. જુસબ (રતડિયા મોટા), મ. કાસબ (બાગ)ના સાળા, જુસબ (બળદિયા), હારુન રસીદ બાળાઇ (માંડવી), અલીમામદ સાઘાણિયા (માંડવી), ઇરફાન બાડાઇ (માંડવી), શોકત હુશેન (કોટડા રોહા)ના સસરા તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-3-2026ના ગુરુવારે અસર નમાજ બાદ સાંજે 5.30 વાગ્યે જમાતખાના, ઇદગાહની બાજુમાં.

નાગલપર મોટી (તા. અંજાર) : મૂળ ધાણેટીના રસીલાબેન (ઉ.વ. 65) તે સ્વ. રતનગર ધનગરના પત્ની, સ્વ. મંગલપુરી અરજણપુરી (દેવળિયા-અંજાર)ના પુત્રી, દેવપુરી, આનંદપુરી, રમેશપુરી, કૈલાશપુરી, અમૃતબેન પ્રેમગર (ગુંદાલા), પ્રભાબેન ધનગર (કુંભારડી-ભચાઉ)ના બહેન, સરલાબેન સતીશગર (માથક), ચંદ્રિકાબેન ભરતગર (સંઘડ), હર્ષિદાબેન રમેશગર (ભદ્રેશ્વર), સંતોષબેન સંજયપુરી (નાગલપર), ઉમેશગર, ખુશાલગરના માતા, શિલ્પાબેનના સાસુ, સુશીલાબેન ધીરજગર (અંજાર)ના ભાભી તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-3-2026ના ગુરુવારે સાંજે 5થી 6 હાટકેશ્વર મહાદેવ મંદિર, બજાર ચોક, મોટી નાગલપુર (તા. અંજાર) ખાતે.

રામપર વેકરા (તા. માંડવી) : જોષી દીપેશકુમાર જયંતીલાલ (ઉ.વ. 47) તે કવિતાબેનના પતિ, નંદની, અંશીની, ક્રિશિવ, સ્વરૂપના પિતા, હંસાબેન જયંતીલાલ હિંમતરામના પુત્ર, કંચનબેન મોતીલાલ સોની (રાયણ)ના જમાઈ, તુષાર, ચેતનના મોટાભાઈ, ધીરજલાલ, સ્વ. ગૌરીશંકર, વિનોદભાઈ, સ્વ. કમળાબેન, શરદકુમાર, વસંતબેન નિરંજન (રવાપર)ના ભત્રીજા, હિતેશ, પરેશ, નરેશ, રિયાબેન, રોશનીબેન, સ્વ. સચિન, ઉર્મિલા, છાયા, રેખા, કિરણ, આશા, જિતેન્દ્ર, દીપક, મહાવીર, વિરમના ભાઈ, રુદ્ર, શિવ, રામના મોટાબાપા, તુલસીદાસ, રમેશભાઈના ભત્રીજા, નીલેશ નારાયણ જોશી, ભાવેશ નારાયણ (મુલુંડ)ના ભાણેજ તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષનું બેસણું તા. 5-3-2026 ગુરુવારના વેકરા શિવ મંદિરે, સાંજે 3થી 5.

શેરડી (તા. માંડવી) : વીનેશ જોગેલ (ગરવા) (ઉ.વ. 35) તે કાંતાબેન શાંતિલાલ કાનજી જોગેલના પુત્ર, મંજુલાબેન રામજીભાઈ જોગેલ (શેરડી)ના ભત્રીજા, પ્રેમિલાબેનના પતિ, વૈદેહી, વૈશાલી, વૃત્તિ, પ્રિન્સના પિતા, રમણીક એસ.ગરવા (એડવોકેટ), સુરેશ એસ. ગરવા (એડવોકેટ)ના ભાઈ, રસીલાબેન રમેશભાઈ મૂછડિયા (દયાપર), તુલસીબેન ગાવિંદભાઇ શેખા (કુકમા), શીતલબેન છગનભાઈ મૂછડિયા (સરલી), વનિતાબેન વિક્રમભાઈ મૂછડિયા (વીજપાસર) (પૂર્વ સરપંચ સુખપર જૂથ ગ્રામ પંચાયત), પૂનમબેન રાજેશભાઈ શેખાણી (ગાંધીધામ), કલ્પનાબેન, શૈલેશભાઇ, આરતીબેન (શેરડી)ના કાકાઈ ભાઈ તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. બારસવિધિ તા. 5-3-2026ના ગુરુવારે સવારે 9 કલાકે નિવાસસ્થાન શેરડી (તા. માંડવી) ખાતે.

વાંઢ (તા. માંડવી) : સંગાર ચનાભાઈ (ઉ.વ. 67) તે સ્વ. વીરાભાઈ પરબતભાઈના પુત્રજેતબાઈના પતિ, સ્વ. રામજીભાઈ પરબતભાઈના ભત્રીજા, લક્ષ્મીબેન (જખણિયા), ભીમજીભાઇ, વાલજીભાઈ, રાણબાઈ (વાંઢ)ના ભાઈ, ગં.સ્વ. જાનબાઈ (બિદડા), પાનબાઇ (બિદડા), ગવરીબેન (ભોજાય), જખુભાઈ, શંકરભાઈના પિતા તા. 2-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 4-3 અને 5-3-2026ના નિવાસસ્થાને વાંઢ ખાતે.

પલીવાડ (તા. નખત્રાણા) : હાલે ચિપલુન (એમ.પી.) મગનલાલ અરજણભાઈ પોકાર (ઉ.વ. 96) તે બાબુભાઈ, કિરીટભાઈ, નરાસિંહભાઈ, રમેશભાઈ, નર્મદાબેન, મંજુલાબેનના પિતા તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 4-3-2026ના બુધવારે સવારે 8.30થી 10.30 પાટીદાર સનાતન સમાજવાડી, પલીવાડ ખાતે.

પલીવાડ (તા. નખત્રાણા) : જત સકીનાબાઇ  હાજી જુસબ (મંજલાઈ) (ઉ.વ. 68) તે જત હાજી જુસબ આમદ (મંજલાઈ)ના પત્ની, અલીમામદ, ઇબ્રાહિમ, ગની, અનવરના માતા, જત જુમા રમજુના કાકી, જત હાજી ઉમર ફકીરમામદ, જત હાજી હુશેન ફકીરમામદ, જત ઓસમાણ ફકીરમામદ (પલીવાડ), જત હવાબાઇ હુશેન (વીડી બગીચા)ના બહેન, જત અબ્દુલ્લા ભચુ, જત સુમાર ભચુ (શેરડી)ના મામી તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-3-2026ના ગુરુવારે સાંજે અસર નમાજ બાદ જમાતખાના (મસ્જિદે ગોસિયા કમ્પાઉન્ડ) ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : નોડે બાઇયાબાઇ મીઠુ (ઉ.વ. 58) તે મીઠુ સિધિકના પત્ની, શકુર, અનવર, અકબર, રજાકના માતા, નોડે કાસમ ઇબ્રાહિમ, મ. નોડે રમજાન ઇબ્રાહિમના બહેન, રજાક અને સુલતાનના સાસુ તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-3-2026ના ગુરુવારે સાંજે 6 વાગ્યે મુસ્લિમ જમાતખાના, વિથોણ ખાતે.

નાની અરલ (તા. નખત્રાણા) : આયર ગંગદાસ ખેતાભાઇ તે ગં.સ્વ. કુંવરબેન ખેતાભાઇ વેલાભાઇના પુત્રપુનીબેનના પતિ, બતા જીવાબેન કાનાભાઇ જેઠાભાઇના જમાઇ, સ્વ. જશાભાઇ, હિંમતભાઇ, શિવજીભાઇ, સ્વ. વેરશીભાઇના ભાઇ, કરમશી, સામજી, પ્રેમજીના પિતા તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન નાની અરલ ખાતે. બારસવિધિ તા. 14-3-2026ના શનિવારે.

ઝુમારા (તા. લખપત) : નોતિયાર મીસરી હાજી હુશેન (ઉ.વ. 65) તે નોતિયાર સતાર હાજી હુશેન, હમીર હાજી હુશેન, સલામ હાજી હુશેનના ભાઇ, નૂરલખ, અલાના, મજીદ, સુલતાન, હબીબના પિતા તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 5-3-2026ના ગુરુવારે અસર નમાજ બાદ, ઝુમારા મસ્જિદ ખાતે.

મુંબઇ : મૂળ માંડવી-કચ્છના જોશી જનક ફૂલશંકર છાંગાણી (ઉ.વ. 70) તે સ્વ. શારદાબેન ફૂલશંકર છાંગાણીના પુત્ર, ગં.સ્વ. પ્રતિમાબેનના પતિ, હેમાંગના પિતા, માનસીના સસરા, સ્વ. દિનેશ, સ્વ. જગદીશ અને પ્રીતિબેન હરીશભાઈ રતનેશ્વરના ભાઈ, સ્વ. વસંતરાય મણિશંકર ચઠ્ઠમંધરાના જમાઈ, પ્રથમેશ અને કૃણાલના કાકા, સ્વ. બીના પ્રથમેશ, જેમ પ્રથમેશ, ડિમ્પલ કૃણાલના કાકાજી સસરા, ક્રિશા, વંશ, શાનના દાદા અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-3-2026ના બુધવારે સાંજે 5થી 7 સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુન્ડ (પશ્ચિમ) ખાતે. 

Panchang

dd