• બુધવાર, 04 માર્ચ, 2026

બોર્ડર પોલીસીંગ માટે `સરહદ કા સુપરકોપ' ઉત્તમ દસ્તાવેજ બનશે

ભુજ, તા. 3 : તાલુકાના ભુજોડીના આંગણે પ્રફુલ્લ શાહ લિખિત હિન્દી પુસ્તક `સરહદ કા સુપરકોપ'નું વિમોચન ફિલ્મ નિર્માતા ડો. જયંતીલાલ ગડા, અભિનેત્રી ગોપી દેસાઈ, પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં કરાયું હતું. મૂળ સૌરાષ્ટ્રના નિવૃત્ત પોલીસ અધિકારી દિલીપ અગ્રાવતે કચ્છમાં કરેલી નોંધપાત્ર કામગીરીને આલેખતાં મુંબઇના જાણીતા લેખક અને પત્રકાર પ્રફુલ્લ શાહનું આ 55મું  પુસ્તક છે. કંડલા ટિમ્બર એસોસીએશન દ્વારા ભુજોડી સ્થિત ડ્રીમ રિસોર્ટ્સમાં આયોજિત કાર્યક્રમમાં ડો. જયંતીલાલ ગડાએ પુસ્તકનું હિન્દીકરણ તેને રાષ્ટ્રીયતા અને અંગ્રેજીકરણ તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડશે એવી લાગણી વ્યક્ત કરી હતી. અભિનેત્રી ગોપી દેસાઈએ  પ્રફુલ્લ શાહનાં પુસ્તકના અભિપ્રાયમાં લેખકની કમાલની કલમને બિરદાવ્યા હતા. પ્રફુલ્લભાઈનાં પપમા પુસ્તક વિશે પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ બારીકાઇથી નિરીક્ષણ રજૂ કરતાં બોર્ડર પોલાસિંગ માટેનું ઉત્તમ દસ્તાવેજીકરણ ગણાવ્યું હતું. નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદમાં બોર્ડર પોલાસિંગ માટે બેસ્ટ પુસ્તક હોવાને લીધે  હિન્દી અને અંગ્રેજી આવૃત્તિ ત્યાં મૂકવા માટે ભલામણ કરીશ એમ કહ્યું હતું. આજના ડિજિટલ જમાનામાં સાહિત્યનું વાંતન ખૂબ ઓછું થઇ રહ્યું છે, પરંતુ સાહિત્યનું સ્થાન મોબાઇલ કોઇ દિવસ નહીં લઇ શકે. સર્જક અનુભવો જણાવતા શ્રી શાહે કહ્યું કે, સરહદી જિલ્લો હોવાને લીધે સંવેદનશીલતા મહેસૂસ કરતી વ્યક્તિઓ વિશે જાણ્યા બાદ એમને પુસ્તકાકારે રજૂ કરવા પ્રેરાયો છું. પોલીસ અધિકારીએ કરેલી કુનેહપૂર્વકની કામગીરીનું વર્ણન રસ જગાવનારું છે, એવું પુસ્તક પરિચય આપતાં સમીક્ષક સુનીલ માંકડે જણાવ્યું હતું. સંચાલન પીઢ પત્રકાર વિપુલભાઈ વૈદ્યએ, તો સ્વાગત-આભારવિધિ ટિમ્બર એસોસિયેશનના ઉપપ્રમુખ હેમચંદ્ર રાવલે કર્યા હતા. ઉપસ્થિત સાહિત્યપ્રેમીઓએ સન્માન દ્વારા પ્રફુલ્લભાઈ, દિલીપભાઈ તથા તેમના પરિવારને વધાવ્યા હતા. કાર્યક્રમમાં સરહદના પગીઓ સાથે એસોસિયેશનના પ્રમુખ નવનીત ગજ્જર તથા અન્ય સભ્યો, ગાભુભાઈ વણકર, મિયા હુસૈન, ઈસ્માઈલ લાડકા, ડ્રીમ રિસોર્ટના મહેન્દ્ર કેરાઈ, પ્રતાપાસિંહ જાડેજા, જગદીશ ઠક્કર, વિનય રેલોન, મહિદીપાસિંહ જાડેજા, વિક્રમાસિંહ જાડેજા, નરેશ અંતાણી, અખિલેશ અંતાણી, ડો. રાજેશ માહેશ્વરી, જ્યોત્સનાબા પઢિયાર, દિનેશ કલવા, જે.ડી. સરવૈયા, પીએસઆઈ શ્રી જોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd