• બુધવાર, 04 માર્ચ, 2026

મુંદરા- અંજારમાં વધુ બે ખનિજચોરી

મુંદરા, તા. 3 : કચ્છમાં ખનિજ તંત્રની આજે વધુ એક કાર્યવાહીમાં ફ્લાઇંગ સ્ક્વોર્ડની તપાસ ટીમ દ્વારા મુંદરા તા. ના બોરાણા નજીક રેતીનું ગેરકાયદે ખનન અને ગઈકાલે અંજાર ખાતેથી સિલિકાના જથ્થાનું રોયલ્ટી પાસ વગર વહન કરતાં એક ડમ્પરને ઝડપી પડાયું હતું. આ સાથે ફ્લાઇંગ સ્ક્વોર્ડે કુલ 84.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કચ્છ કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળ તપાસ ટીમ દ્વારા તા.3/3/26ના  બોરાણા સીમ વિસ્તાર ખાતેથી આકસ્મિક તપાસ હાથ ધરી સાદી રેતી ખનિજનું ગેરકાયદે ખનન કરતાં બે ડમ્પર અને બે લોડર મશીન પકડવામાં આવ્યાં હતાં, જે તમામને સિઝ કરી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યાં છે. જેની આગળની કાર્યવાહી હવે હાથ ધરાશે. ગઈ કાલે તા. 2/3/26ના  અંજાર ખાતેથી સિલિકા ખનિજ જથ્થાનું રોયલ્ટી પાસ વગર વહન કરતાં એક ડમ્પરને પકડાયું હતું. જેને  સિઝ કરી વીએનએસ લિઝ, અંજાર ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે. 

Panchang

dd