• બુધવાર, 04 માર્ચ, 2026

અંજાર સવારસ તળાવનું સંચાલન કરતી એજેન્સીને પાલિકા દ્વારા કરાઈ બ્લેક લીસ્ટ

અંજાર, તા. 3 : અંજાર નગરપાલિકા ની કારોબારી સમિતિની બેઠકમાં શહેરના સવારસર નાકા તળાવનું સંચાલન સંભાળતી અજેન્સી સામે અંજાર સુધરાઈએ આકારા તેવર દર્શાવ્યા છે. એજન્સીને બ્લેક લીસ્ટ કરી, ડીપોઝીટ જપ્ત કરવા સહીતના પગલા કારોબારી સમિતિ દ્વારા લેવાયા છે. કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠીયાના અઘ્યક્ષ સ્થાને મળી હતી. જે મીટીંગમાં મુખ્ય અધિકારીશ્રી તુષારભાઈ ઝાલરીયા ઉપસ્થિત રહેલ. બેઠકમાં કારોબારીના સદસ્યો સર્વે સુરેશભાઈ એ. ટાંક, અનીલભાઈ આર.પંડયા, મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, સુરેશભાઈ આર.ઓઝા, ડાયાલાલ ડી.મઢવી, કુંદનબેન એમ.જેઠવા, પ્રીતિબેન એસ. માણેક વિગેરે હાજર રહી ચર્ચા વિચારણામા ભાગ લીધો હતો. અગાઉ અંજાર નગરપાલિકા તરફથી સવાસર તળાવનું  સંચાલન અને નિભાવણી માટે પાંચ વર્ષના સમયગાળા માટે ખાનગી એજન્સીને સોપવામાં આવ્યું હતું. . જે તે વખતે આ બાબતે નકકી થયેલી શરતોનુસાર એજન્સીને રખરખાવ કરવાનો થતો હતો. તેની જગ્યાએ નિયુકત એજન્સી   જલારામ કન્સ્ટ્રેક્સન ધ્વારા ગંભીર બેદરકારી દાખવી હતી.  ગેર કાયદેસર રીતે કોઈ પણ જાતની મંજૂરી લીધા વિના બાંધકામ કર્યુ હતું તેમજ જોખમી વીજ સાધનો લગાડયા હતા તેમજ  પરિસરમાં સમયસર સફાઈની કામગીરી  કરી નથી અને પરિસરની તમામ દીવાબતી પણ બંધ  હાલતમાં હતી. લાંબા સમયથી મુકરર થયેલું  ભાડું પણ એજેન્સી દ્વારા ભરાયું ન હતું. બાકી રહેતી ભાડાની રકમ નિયત ભાડું રૂા.7,00,000/- ,  જી.એસ.ટી રૂા.1,6,000/- તથા પેનલ્ટીના રૂા.7,0,400/- એમ કુલ રૂા. રૂા.1,69,700/-રૂપિયા પંદર દિવસમાં ભરપાઈ કરવા તાકીદ કરાઈ છે.  એજન્સીની ભરવામાં આવેલ ડીપોઝીટ જપ્ત કરી બ્લેકલીસ્ટ કરવા નિર્ણય લેવાયો હતો.  શહેરના હિત માટે અને નગર પાલિકાના આર્થિક ભંડોળ માટે  તળાવના સંચાલન બાબતે ધાક બેસાડતો નિર્ણય લેવા બદલ નગર પાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી અને શાસક પક્ષના નેતા નિલેશગિરિ ગોસ્વામીએ કારોબારીના આ નિર્ણયને બીરદાવ્યો હતો. - તળાવમાં થયેલા નુકશાનનું  સમારકામ એજેન્સીના શીરે : અંજાર, તા. 3 : તળાવ પરિસરમાં જે કંઈ નુકસાન થયું હોય તે કામ એજન્સીના શીરે અને જોખમે કરાવવાનો નિર્ણય લેવાયો  છે. હાલ તુરંત તળાવ કેમ્પસમાં એજન્સીનો તમામ માલસામાન સીલ કરી જપ્તી કરવાનો આદેશ કરાયો છે. આ અંગેના કાર્યાલય આદેશ કરી તેની અમલવારી પણ કરાઈ છે. એટલે નિયત સમય મર્યાદામાં રકમ ભરપાઈ ન કરે તો એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચીફ ઓફીસર કારોબારી સમિતિ દ્વારા અધિકૃત કરવામાં આવી છે. - સંચાલન સુધરાઈ હસ્તક : તળાવમાં પ્રવેશ નિ:શુલ્ક : અંજાર, તા. 3 : શહેરન સાવસર તળાવની એજેન્સી સામે સુધરાઈની કારોબારી  દ્વારા પગલા લેવાયા છે. હાલ જયાં સુધી બીજી કોઈ વ્યવસ્થા ન થાય  ત્યાં સુધી તળાવની રખરખાવ, સંચાલન અને નિભાવણી નગર પાલિકા હસ્તક લઈ લેવાઈ છે અને બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી જાહેર જનતા માટે વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. 

Panchang

dd