• બુધવાર, 04 માર્ચ, 2026

ઈરાન પર પાંચ સપ્તાહથી વધુ ચાલી શકે યુદ્ધ : ટ્રમ્પ

નવી દિલ્હી, તા.3 : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પર હુમલાથી ભડકેલો સંઘર્ષ વધુ ભીષણ બની રહ્યો છે. દરમ્યાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે  અમેરિકામાં ઈરાન વિરુદ્ધ પોતાના સૈન્ય અભિયાનોને નિર્ધારિત ચારથી પાંચ સપ્તાહની સમયસીમાથી પણ ઘણા વધુ સમય સુધી ચલાવવાની ક્ષમતા છે.અલ જજીરાના અહેવાલ પ્રમાણે વ્હાઈટ હાઉસમાં બોલતાં ટ્રમ્પે ઈઝરાયલની સાથે મળીને ઈરાન સામે યુદ્ધમાં ઊતરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે ઈરાન અમેરિકા માટે ગંભીર ખતરો છે. તેમણે ફરી એક વખત દાવો કર્યો હતો કે ગયા વર્ષે જૂનમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમનો પૂર્ણ વિનાશ થયો છે. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે ઈરાનનો બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ ઝડપથી અને નાટકીય ઢબે આગળ વધી રહ્યો છે. અને તેનાથી અમેરિકા અને વિદેશોમાં તૈનાત અમેરિકી સેનાઓ માટે સ્પષ્ટ અને મોટો ખતરો પેદા થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ઈરાની શાસન પાસે પહેલેથી એવી મિસાઈલો હતી જે યુરોપ અને આપણા સ્થાનિક અને વિદેશી ઠેકાણા સુધી પહોંચી શકે તેમ હતી અને બહુ જલ્દી એવી મિસાઈલો પણ આવી જાત છે અમેરિકા સુધી પહોંચી શકે તેમ હતી. 

Panchang

dd