• બુધવાર, 04 માર્ચ, 2026

નલિયા-ના. સરોવર હાઇવે પર ટ્રક, બલ્કર અને જીપ વચ્ચે ત્રિપલ અકસ્માત : સદ્નસીબે જાનહાનિ ટળી

નલિયા, તા 3 : અબડાસા તાલુકાના મુખ્ય ગણાતા નલિયા-નારાયણ સરોવર હાઇવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રક, બલ્કર અને જીપ વચ્ચે થયેલી આ ટક્કરમાં ત્રણેય વાહનોમાં સવાર લોકોને સદ્નસીબે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે હાઇવે પર બંને બાજુ વાહનોના ખડકલા થઈ ગયા હતા, જો કે, પોલીસે સમયસર પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.આ બનાવ અંગે મળતી વિગતો મુજબ, અકસ્માતની આ ઘટના નલિયાથી આશરે પાંચ  કિલોમીટર દૂર છાડુરા ગામથી આગળ આવેલા એક પેટ્રોલપંપ પાસે વહેલી સવારના અરસામાં બની હતી. પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રક, બલ્કર અને જીપ વચ્ચે અચાનક અકસ્માત સર્જાતાં માર્ગ પર દોડધામ મચી ગઈ હતી. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ વાહનોમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. અકસ્માતને કારણે નલિયા-નારાયણ સરોવર માર્ગ પર સિમેન્ટનું પરિવહન કરતી ટ્રકો અને અન્ય ભારે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. હાઇવે જામ થઈ જતાં મુસાફરો અને વાહનચાલકો અટવાયા હતા. બનાવની જાણ થતાં જ નલિયા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. 

Panchang

dd