નવી દિલ્હી, તા. 3 : ઇરાન યુદ્ધની અસર ભારત પર દેખાવા લાગી છે. ભારતને કુદરતી ગેસ
પૂરો પાડનારા મુખ્ય દેશ કતારે એક મોટું પગલું ભર્યું છે અને ભારતમાં એલએનજી નિકાસમાં
40 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.
કતાર વિશ્વનો સૌથી મોટો કુદરતી ગેસ ઉત્પાદક દેશ છે. અમેરિકા સામે બદલો લેવાના પ્રયાસમાં
ઇરાને કતારમાં વિશ્વના સૌથી મોટા એલએનજી પ્લાન્ટમાંના એક પર ડ્રોન અને મિસાઇલ વડે હુમલો
કર્યો હતો. સોમવારે, ઇરાને કતારના
બે એનર્જી પ્લાન્ટ, રાસ લફાન ઇન્ડસ્ટ્રીયલ સિટી અને મેસાઇદ ઇન્ડરસ્ટ્રીયલ
સિટી પર હુમલો કર્યો હતો. આ હુમલો એટલો શક્તિશાળી
હતો કે, કતારે પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે વિશ્વરભરમાં ગેસ પુરવઠા પર અસર થવાની શક્યતા છે. ભારત વાર્ષિક આશરે 27 મિલિયન ટન લિકિવફાઇડ નેચરલ
ગેસ એલએનજીની આયાત કરે છે, જેમાંથી કતાર લગભગ 40 ટકા પૂરો પાડે છે.