ભુજ : મૂળ નિરોણાના ભાનુશાલી મોંઘીબેન રામજી ગજરા (ચોધરિયા)
(ઉ.વ. 85) તે સ્વ. રામજી મીઠુ ગજરાના
પત્ની, સ્વ. હિંમત, પ્રતાપ,
જગદીશ, નીતાના માતા, ગં.સ્વ.
ગીતાબેન, લીલાબેન, હંસાબેન, બલવંતભાઈના સાસુ, સ્વ. લાખાબાઈ દામજીભાઈ ચાંદ્રા (માંડવી)ના પુત્રી, લક્ષ્મીદાસ, સ્વ. સેજબાઈ, સ્વ.
ભાગબાઈ, સ્વ. ગંગાબાઈના બહેન, શિવા, મમતા,
દિલીપ, રીટા, રિદ્ધિ,
ભક્તિ, કાજલ, ખુશી,
ગુન, બંસી, રીનાના દાદી, શિવા, દિપાલીના
નાની, મોહનલાલ,
સુરેશ, ગં.સ્વ. મંજુલાબેન, મુક્તાબેન, અમૃતબેન, મંગળાબેન,
પ્રવીણ, કાંતિ, પ્રભા,
અરુણા, ખેતશી, અરુણા,
ગીતાના કાકી, આશા, હિનાના
દાદીસાસુ તા. 8-5-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 10-5-2026ના
રવિવારે સવારે 9થી 1 ભાનુશાલી મહાજનવાડી, જયેષ્ઠાનગર, ભુજ ખાતે.
ભુજ : મોહનલાલ પુરુષોત્તમ બુદ્ધભટ્ટી (ઉ.વ. 85) તે સ્વ. તરલાબેનના પતિ, મૂળજી માવજી ગુજરાતી (દારેસલામ)ના જમાઇ,
સ્વ. અમૃતલાલ, સ્વ. હિંમતલાલ, સ્વ. જયાલક્ષ્મીબેન, પુષ્પાબેન (દારેસલામ), દિનેશભાઇ (નિવૃત્ત ના.મામલતદાર), સ્વ. કુસુમબેન,
ડો. સુરેશભાઇ, ગં.સ્વ. રાજેશ્વરીબેનના ભાઇ,
કેતકી, અનિતા, ડિમ્પલના પિતા,
સ્વ. નવનીતકુમાર (અંજાર), ડોલરકુમાર (શિહોર),
કિશોરકુમાર (ભુજ)ના સસરા, ગં.સ્વ. ગૌરીબેનના દિયર,
દક્ષાબેન, સ્વ. મીનાબેનના જેઠ, હિના, દેવી, વિવેક, દક્ષ, હર્ષિતના નાના, સચિનકુમાર
(માંડવી), ચિરંજીવકુમાર (શિહોર)ના નાનાજી સસરા, ત્રિશિકાના પરનાના, જયશ્રી, દિલીપ,
ચંદ્રમોહન, સ્મિતા, સુધીર,
જિતેન્દ્રના કાકા, શિવાંગી, હિમાંશુ, રાહુલ, જલ્પાના મોટાબાપા
તા. 7-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-5-2026ના શનિવારે સાંજે 5થી 6 બીએપીએસ સ્વામિનારાયણ મંદિર,
ભાનુશાલી નગર, ભુજ ખાતે.
ભુજ : ભરત પોપટલાલ વોરા (ઉ.વ. 63) તે સ્વ. પ્રભાવંતીબેન પોપટલાલ
વેલજી વોરાના પુત્ર, અરુણાબેનના
પતિ, ઋષભ અને ભૂમિના પિતા, સ્વ. હીરાલાલ,
સ્વ. અરાવિંદભાઈ, સ્વ. અશોકભાઈ, દીપકભાઈ, સ્વ. ધનવંતી વાડીલાલ મહેતા (ભુજ), સ્વ. દમયંતીબેન પ્રભુલાલ મહેતા (મુંબઇ), ગં.સ્વ. હેમલતાબેન
જિતેન્દ્રભાઈ સંઘવી (મુંદરા)ના ભાઈ, સ્વ. વનિતાબેન વાડીલાલ નેણશી
(અંજાર)ના જમાઈ, રાજેન્દ્રભાઇ, સ્વ. જિતેન્દ્રભાઈ,
વાસંતીબેન ધનસુખલાલ મહેતા (માધાપર), ગં.સ્વ. ચંદ્રિકાબેન
વિનોદચંદ્ર દોશી (અંજાર)ના બનેવી તા. 7-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-5-26ના શનિવારે સાંજે 4.30થી 5.30 જૈન ગુર્જર વાડી, પ્રથમ માળે, ભુજ ખાતે.
ભુજ : બિંદુબેન અશોકભાઈ ઉમરાણિયા (ઉ.વ. 67) તે અશોકભાઈ પરષોત્તમભાઈના પત્ની, વિશેષના માતા, નર્મદાબેન
પરષોત્તમભાઈ ઉમરાણિયાના પુત્રવધૂ, સ્વ. કાન્તિભાઈ, સ્વ. ચમનભાઈ, સ્વ. જેન્તીભાઈના નાના ભાઈના વહુ,
મહેન્દ્રભાઈના ભાભી, ગ.સ્વ. નલિનીબેન, સ્વ. દેવકુવરબેન, સ્વ. હસુમતીબેનના દેરાણી, હેતલબેનના જેઠાણી, ઇલાબેન જગદીશ પરમાર (બેંગ્લોર),
નીરૂબેન સુનીલ મકવાણા (ભુજ), જયશ્રીબેન વિજયભાઈ
મારૂ (તીત્લાગઢ ઓરિસ્સા)ના ભાભી, સતીશ, રમેશ, સુરેશ, તરુણ, અનિલ, યોગિતા, રીટા, સરલાના કાકી, પ્રિન્સ, ધ્વનના મોટીમા,
સ્વ. શાંતાબેન પ્રાણજીવન રાઠોડના પુત્રી, સ્વ.
મણિબેન ચત્રભુજ રાઠોડના પૌત્રી, સ્વ. હેમલતા, વિનોદભાઈ, હીરાબેન, સુરેશભાઈના
ભત્રીજી, ગં.સ્વ. નર્મદાબેન ગોકલદાસ રાઠોડના ભાણેજી તથા ભત્રીજી,
સ્વ. શરદ, આશિષ, નીના,
મિનાક્ષી, સ્વ. ભાવેશ, અમિષ,
લોપાના બહેન તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ઉઠમણું) તા. 9-5-2026ના શનિવારે સાંજે 5થી 6 ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, વી. ડી. હાઈસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : મૂળ ખડીર-અમરાપરના ભૂરાભાઇ રણછોડ આહીર તે સરિયાબેન રણછોડ
આહીરના પુત્ર, મનીષાબેનના પતિ,
દિનેશ, મમતા વિવેક આહીરના પિતા, શીતલ રાજ ચોટારા, જ્યોતિ મહાદેવા આહીરના કાકા તા. 5-5-2026ના અવસાન પામ્યા છે.
આદિપુર : મૂળ નેરના ચંપાબેન માવજીભાઇ રાઠોડ (વાળંદ) તે માવજીભાઇ
રણછોડભાઇના પત્ની, દીપેનભાઇ,
વૈશાલીબેન, રાહુલભાઇના માતા, ગં.સ્વ. લક્ષ્મીબેન રાઘવજીભાઇ સોલંકીના પુત્રી, જગદીશભાઇ,
રાજેશભાઇ, સાવિત્રીબેન, સ્વ.
ધીરીબેનના બહેન, સ્વ. લક્ષ્મણભાઇ, સ્વ.
દેવજીભાઇ, સ્વ. છગનભાઇ, સ્વ. નારણભાઇ,
ગોવિંદભાઇ, નવીનભાઇના નાના ભાઇના પત્ની,
મોહનભાઇ, વિનોદભાઇ, જમનાબેન,
જયાબેન, ગૌરીબેન, મધુબેનના
ભાભી, પ્રવીણભાઇ, મુકેશભાઇ, ઘનશ્યામભાઇ, જેન્તીભાઇ, જયસુખભાઇ,
નરેન્દ્રભાઇ, બિપિનભાઇ, રોશનીબેન,
ભાવિકાબેન, રીટાબેન, લતાબેન,
મંજુબેન, હંસાબેન, મહેશભાઇ,
વિપુલભાઇ, ઉમેદભાઇ, વિજયભાઇ,
મયૂરભાઇ, સુરેશભાઇના કાકી, ગં.સ્વ. શાંતિબેન, ગં.સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. રંભીબેન, ગં.સ્વ. રંભીબેન, જયશ્રીબેન, હીરાબેનના દેરાણી તા. 7-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તથા લૌકિક વ્યહવાર તા. 9-5-2026ના
શનિવારે સાંજે 5થી 6 એસઆઇએક્સ-82, જનતા કોલોની, આદિપુર ખાતે.
નખત્રાણા : ગોસ્વામી રમેશપુરી હીરાપુરી (ઉ.વ. 74) તે રમીલાબેનના પતિ,
સ્વ. અરજણપુરી, બબીબેન લક્ષ્મણગિરિ (હાજાપર)ના
ભાઇ, દીપકપુરી (દીપક રેડીમેડ-નખત્રાણા), ભરતપુરી (મનપસંદ-નખત્રાણા)ના પિતા, મંજુલાબેન,
ક્રિષ્નાબેનના સસરા, સ્વ. દમયંતીબેનના દિયર,
સ્વ. દિનેશપુરી, સ્વ. ચંદનપુરીના કાકા,
ગં.સ્વ. મીનાબેન, ગં.સ્વ. હર્ષિદાબેનના કાકાઇ સસરા,
કિશન, માનસી, કિંજલ,
કેવલના દાદા, વસ્મીબેન કિશનપુરી, હર્ષિલગિરિ ભાવેશગિરિ (નખત્રાણા)ના દાદાજી સસરા, આધ્યાના
પરદાદા, સ્વ. તેજગર રણછોડગર (મેરાઉ)ના જમાઇ, જીવણગર, શંભુગરના બનેવી, પ્રેમપુરી,
સ્વ. રણછોડપુરી, સ્વ. નરેન્દ્રપુરી, સ્વ. પદમાબેન નેનગિરિ (મુંબઇ), લીલાબેન હરિગિરિ (ફરાદી)ના
કાકાઇ ભાઇ, સ્વ. વિશ્રામગિરિ નારાણગિરિ (અંજાર), શ્યામગિરિ શંભુગિરિ (માધાપર)ના વેવાઇ તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 11-5-2026ના
સોમવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ઝીંકડીના કનુભાઈ દનાજી અયાર (ખાસા)
(ઉ.વ. 65) તે પારૂલબેનના પતિ, ભાર્ગવ, હિમાંસીના પિતા,
બેનાબેન, રજીબેનના ભાઈ, લખન,
સુભિબેન, જાગૃતિબેન દિવ્યાબેનના કાકા, કાનાભાઈ, નરાસિંહભાઈ, હરિભાઈ (ઢોરી),
દેવકરણભાઈ, રસિકભાઈ, હરિભાઈના
મામા, સુમિતભાઈ રોહતાસભાઈ ચોધરીના સસરા તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 11-5-2026ના સોમવારે સાંજે 5થી 6 યક્ષ મંદિર સામે, બ્રહ્મસમાજ વાડી, માધાપર ખાતે.
નાગોર (તા. ભુજ) : જયાબેન ધરમશી ચૌહાણ તે સ્વ. ધરમશી પ્રાગજી
ચૌહાણ (નાગોર)ના પત્ની, સ્વ. કાનુબેન
કુંવરજીભાઈ યાદવ (હાજાપર)ના પુત્રી, સ્વ. મણિબેન (જયાબેન) મોહનલાલ
ચૌહાણના દેરાણી, સ્વ. રતિલાલભાઈ યાદવ (કુકમા), સ્વ. શિવલાલભાઈ યાદવ (માધાપર), સ્વ. શારદાબેન ચૌહાણના
બહેન, મનસુખભાઈ (નાગોર), સુરેશભાઈ (માધાપર),
કલ્પનાબેન (મંગુબેન) (કુકમા), દીપકભાઈ (નાગોર)ના
માતા, નર્મદાબેન મનસુખ ચૌહાણ, દમયંતીબેન
સુરેશભાઈ ચૌહાણ, દયારામભાઈ ચૌહાણ (કુકમા)ના સાસુ, સ્વ. મૂળરાજભાઈ (માધાપર), સ્વ. વસંતલાલ (નાગોર),
જેન્તીલાલ (નાગોર), પ્રભાબેન મનોજભાઈ વરૂ (માધાપર), ગ.સ્વ. ઊર્મિલાબેન ગુણવંતભાઈ પરમાર
(લોવરિયા), શારદાબેન મનોજભાઈ પરમાર (અંજાર), ગં.સ્વ. સરોજબેન ગિરધરલાલ પઢિયાર (અંજાર), ચંદ્રિકાબેન
બલરામભાઈ વરૂ (માધાપર)ના કાકી, મયૂરી કૌશિકભાઈ ટાંક (માધાપર),
ખુશાલ, વીણા હિતેશ ચૌહાણ (અંજાર), કિંજલ ધર્મેશ ખોડિયાર (અંજાર), રાધેના દાદી, રિતેશ ચૌહાણ, નિકુંજ ચૌહાણ (કુકમા)ના નાની તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 11-5-2026ના સોમવારે કચ્છ ગુર્જર ક્ષત્રિય
સમાજવાડી (મિસ્ત્રી સમાજવાડી), બસ સ્ટેન્ડની
બાજુમાં, નાગોર ખાતે.
જાંબુડી (તા. ભુજ) : બબીબેન મઠુભાઈ જોગી (ઉ.વ. 70) તે દેવજીભાઈ, ધનજીભાઈ જાગાના ભાભી, કાનજીભાઈ, ધનજીભાઈ સોઢાના ફઈ, કાનજીભાઈ,
માવજીભાઈ જાગાના માતા તા. 7-5-2026ના અવસાન પામ્યા છે. ગૌપૂંછ પાણી તા. 11-5-2026ના સોમવારે સવારે 10.30 વાગ્યે અને રાત્રે સંતપાણી
નિવાસસ્થાને.
વરસામેડી (તા. અંજાર) : કાટબામણ શબ્બીર (ઉ.વ. 22) તે ઉમર સિધિકના પુત્ર, આરબ, હબીબ, હારુન અને આમદના ભત્રીજા, અસગરના નાના ભાઇ, સગીર જાનમામદ કાટબામણ (વરસામેડી), ઈકબાલ હાસમ સાધ (સાડાઉ),
સકીલ રમજુ જીએજા (અંજાર)ના સાળા તા. 7-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 10-5-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન વરસામેડી ખાતે.
મોટી નાગલપર (તા. અંજાર) : સાંધાણી મામદ સિદ્દિક (પૂર્વ સરપંચ)
(ઉ.વ. 79) તે મ. સાંધાણી સિદ્દિક નૂરમામદના
પુત્ર, હસન મામદ અને ઈકબાલ મામદના પિતા, હુસૈન નોડે, હસન મણકા, સુલેમાન
મણકાના સસરા, શકીલ, ઇરફાન, સોયબ, અશ્પાકના દાદા, અકરમ,
સમીર, ગુલામ, કલીમ,
અબ્બાસના નાના, મ. બાવલા સિદ્દિક, નૂરમામદ હાસમ, કાસમ હાસમ, ઈબ્રાહિમ
હાસમ, હુસૈન સુમાર, મામદ હુસૈનના ભાઈ,
કાસમ બાવલા, દાઉદ બાવલા, હાજી નૂરમામદ, રોશનઅલી ઈબ્રાહિમ, અબ્દુલ કાસમ, હુસૈન સુમાર, ઓસમાણ
અયુબના કાકા તા. 8-5-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-5-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન
કંઢીવાસ, મોટી નાગલપર (તા. અંજાર) ખાતે.
મસ્કા (તા. માંડવી) : સુમરા સકીનાબાઈ ધુલા (ઉ.વ. 93) તે મ. ઈસ્માઈલ અને કાસમના માતા, રજાક, ફકીરમામદ,
હાજી, અનવર મુહમ્મદના દાદી, લતિફ અદ્રેમાનના સાસુ તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-5-2026ના રવિવારે સવારે 9.30થી 10.30 મસ્કા મસ્જિદ ખાતે.
મોટી વિરાણી (તા. નખત્રાણા) : ખલીફા હાજી અબ્દુલા હાસમ (ઉ.વ.
67) તે મ. મજીદ, સતાર, હાસમ (કારો)ના પિતા,
રજાક, સિકંદર જુબેર, સાજીદના
દાદા, મ. હાજિયાણી મરિયાબાઈ હાજી સિદ્ધિક (ભુજ), હાજિયાણી અમીનાબાઈ હાજી જુસબ (ભુજ), મ. ઓસમાણ, હાજી સિદ્ધિકના ભાઇ, સાલેમામદ, સુમાર, મામદ,
ઉમર, મુબારક, મ. ઇશાક,
આધમ, ઈબ્રાહિમ, મ. મુસા,
અભુભખર, જલુબાઈ અભુભખર, ભચીબાઈ
અભુભખર (રતડિયા)ના કાકા, જાકબ જુસબ (મોથાળા), મામદ જુસબ (વરાડિયા), અભુભખર જુસબ (ગળપાદર)ના બનેવી,
આરબ સુલેમાન (ધામાય), સાલેમામદ અભા (વિગોડી)ના
વેવાઈ તા. 7-5-2026ના
અવસાન પામ્યાં છે. વાયેઝ-જિયારત તા. 10-5-2026ના રવિવારે સાંજે અસર નમાજ બાદ નિવાસસ્થાન તયબાહ નગર, વિરાણી મોટી ખાતે.
બેરૂ (તા. નખત્રાણા) : કોલી સોનાબેન મામદભાઇ (ઉ.વ. 65) તે કોલી મામદભાઇ ઇસ્માઇલના
પત્ની, કાનજી, શિવજી,
કાંતાબેન (દેવીસર), કેશરબેન (રસલિયા), જ્યોત્સનાબેન (લક્ષ્મીપર-મંજલ), ડિમ્પલબેન (ગઢશીશા),
બબીબેન (નખત્રાણા)ના માતા, કોલી જુશાભાઇ (ખોંભડી)ના
પુત્રી તા. 28-4-2026ના
અવસાન
પામ્યા છે.
મુરૂ (તા. નખત્રાણા) : લખમણ ખેંગાર પારાધી (ભીલ) (ઉ.વ. 55) તે સોનબાઇ ખેંગારના પુત્ર, ધનબાઇના પતિ, નીતેશ,
રમેશ, ભાવના, હિમાના પિતા,
આશાબેન અને રેખાબેનના સસરા, મૂરજી ખેંગાર,
મેગબાઇ મમુ (નખત્રાણા), સેજબાઇ લધા (દયાપર),
પુરબાઇ લખુભાઇ (સુખપર વિ.), સીતાબેન ભાણજી (ઘડાણી)ના
ભાઇ, કલ્પેશ, યોગેશ, રાહુલ, પ્રતીકાના દાદા તા. 7-5-2026ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ
(પાણી) વિધિ તા. 17-5-2026ના
અને આગરી તા. 18-5-2026ના નિવાસસ્થાને મુરૂ ખાતે.
સુથરી (તા. અબડાસા) : ચાવડા રામબા ખાનજી (ઉ.વ. 74) તે સ્વ. ચાવડા ખાનજીના પત્ની, જુવાનસિંહ, હરદેવસિંહના
બા, જયંતસિંહ, પૃથ્વીરાજસિંહના કાકી,
ધર્મદીપસિંહ, કર્મદીપસિંહ, ઓમરાજસિંહના દાદી તા. 6-5-2026ના અવસાન પામ્યા છે. બારસ તા. 17-5-2026ના નિવાસસ્થાને.
નલિયા (તા. અબડાસા) : વિપુલાસિંહ હરિભા રાઠોડ (ઉ.વ. 43) તે સ્વ. વંકાજી માણસંગજી રાઠોડ, ધનજીભા મેઘજીભા રાઠોડના પૌત્ર, સ્વ. હરિભા વંકાજી રાઠોડના પુત્ર, અશ્વિનાસિંહ,
કનકાસિંહ, બાયડ વૈશાલીબા પ્રકાશભા (ભુજ)ના ભાઈ,
રમેશભા, સ્વ. નારાણજી, નરસંગજી,
શામજીભાના ભત્રીજા તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-5-2026ના સોમવારે સાંજે 4થી 5 કચ્છી રાજપૂત સમાજવાડી, છાડુરા નાકા પાસે, નલિયા ખાતે.
બેંગ્લોર : મૂળ ભુજના હાલે બેંગ્લોર રમેશચંદ્ર ગૌરીશંકર અંતાણી
(ઉ.વ. 88) તે સરોજબેનના પતિ, પંકજ (બેંગ્લોર), હર્ષેન્દુ
(બેંગ્લોર), સુભ્રતા સ્વીકારભાઇ વૈદ્ય (ભુજ)ના પિતા, જાહ્નવી, ક્રતિના સસરા, સ્વ. વનિતાબેન
પ્રદીપભાઈ વૈદ્યના વેવાઈ, સ્વ. બદુભાઈ, સ્વ. ચંદ્રકુમારભાઈ, સ્વ. કનકબેન ગુણવંતરાય ધોળકિયા,
સ્વ. સરલાબેન મનસુખલાલભાઈ વોરા, રંજનાબેન અંબરીશભાઈ
અંજારિયાના ભાઈ, ગંતવ્ય, કાશ્વીના દાદા,
કૃતાર્થ, દિવ્યાર્કના નાના તા. 8-5-2026ના બેંગ્લોર મધ્યે અવસાન પામ્યા
છે.