• બુધવાર, 13 મે, 2026

અવસાન નોંધ

ભુજ : ફખરુદ્દીન અસગરઅલી ટીનવાલા (ઉ.વ. 62) તે જમીલાબેનના પતિ, અદનાનના પિતા, બુરહાનના ભાઇ, ફકરુદ્દીન ફિદાહુસેન દારૂગરના ભાણેજ તા. 6-5-2026ના અવસાન પામ્યા છે. ત્રિજ્યાના સિપારા તા. 7-5-2026ના રાત્રે 8 વાગ્યે બુરહાની મસ્જિદ, વ્હોરા કોલોની, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ભીમાસર ભુટકિયાના બળવંતલાલ ત્રિભુવનદાસ મિરાણી (ઉ.વ. 67) તે સ્વ. ગંગાબેન ત્રિભુવનદાસ મગનલાલ મિરાણીના પુત્ર, સંગીતાબેનના પતિ, ભવાનજીભાઇ સ્વરૂપચદ કોટક (દાત્રાણા)ના જમાઇ, કિશન, મિલન, ભૂમિબેન પાર્થભાઇ સાયતાના પિતા, મિત્તલબેન કિશનભાઇ મિરાણી, પાર્થભાઇ કનૈયાલાલ સાયતાના સસરા, સ્વ. ચમનલાલ, ગિરધરલાલ, વંસતલાલ, રમેશભાઇના ભાઈ, સ્વ. બાબુલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. ખીમજીભાઇના ભત્રીજા, જમનાદાસ, પ્રવીણભાઇ, પ્રદીપભાઇ, જગદીશભાઇ, કનૈયાલાલ, હરેશભાઈ, સ્વ. ઈશ્વરલાલ, પ્રકાશભાઇ, સ્વ. મનોજભાઇ, નવીનભાઇ, દિનેશભાઈના પિતરાઇ ભાઇ, લીલાધરભાઇ પચાણભાઇ સાયતા (હારીજ)ના દોહિત્ર, અમ્રતલાલ સાયતા, વિશનજીભાઇ સાયતાના ભાણેજ, કમલેશભાઈ, રાજેશભાઇના બનેવી તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-5-2026ના શુક્રવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિરશિવ હોટેલની બાજુમાં, ગાંધીધામ ખાતે.

માધાપર (તા. ભુજ) : ધનજી દેવજી ભુડિયા તે કેશરબેનના પતિ, નારણભાઇ, અરવિંદભાઇ, શાંતાબેન, પ્રવીણાબેનના પિતા, અમરબેન, નીરલબેનના સસરા, મનજીભાઇ, મેઘજીભાઇ, દેવશીભાઇ, અમરબેન, મંજુબેન, ધનુબેનના મોટાભાઇ, ભાવિન, જેસ્મીન, શ્રુતિના દાદા, માનવના નાના તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-5-2026ના સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન આઇયાનગર, કૃષ્ણ મારબલવાળી ગલી, જૂનાવાસ, માધાપર ખાતે.

સાપેડા (તા. અંજાર) : મોહનગર શંકરગર ગુંસાઇ (ઉ.વ. 77) તે શંકરગર ખીમગરના પુત્ર, વનિતાબેનના પતિ, જગદીશગર, મનોજગર, ગીતાબેન દીપકગર (કોટડા-ચાંદ્રાણી)ના પિતા, વર્ષાબેન, અનિતાબેન, સ્વ. દીપકગર કાશીગર (કોટડા-ચાંદ્રાણી)ના સસરા, સાગર, કૌશિક, નિરાલી, ઉપેક્ષા, રુદ્રના દાદા, મિહિર, માનવના નાના, સ્વ. વેલગર, સ્વ. મોતીગરના ભાઇ, કરશનગર મોરારગરના જમાઇ, જિન્દ્રેગર (વરસામેડી), સ્વ. નિર્મળાબેન (સંઘડ), ગં.સ્વ. નર્મદાબેન (સાપેડા), સ્વ. શાંતાબેન (નાગલપર)ના બનેવી, સ્વ. મહાદેવગર, વિશ્રામગર, હરિગર, સ્વ. ભગવાનગર, નારણગર, ગં.સ્વ. સરસ્વતીબેન (કોટડા-ચાં.), રુક્ષ્મણીબેન (ભુજ)ના કાકાઇ ભાઇ તા. 6-5-2026ના અવસાન પામ્યા છે. તા. 18-5-2026ના સોમવારે બારસ ને રાત્રે શંખઢોળ.

મોટા ભાડિયા (તા. માંડવી) : ગઢવી આશબાઇ કરસન (મૌવર) (ઉ.વ. 68) તે સ્વ. કરસન અરજણ મૌવરના પત્ની, પાલુભાઈ, પુનશી, રાજબાઈ કલ્યાણ મુંધુડા, સોનબાઈ શામરા બારોટ, લાછબાઈ પાલુભાઈ કારિયા, ભાણભાઈ સવરાજ કારિયાના માતા, સ્વ. હરિ અરજણ મૌવર, સ્વ. કરમણ અરજણ મૌવર, સ્વ. પત્રામલ અરજણ મૌવરના ભાભી, સ્વ. જખુભાઈ ગોપાલભાઈ બાનાયત, નાગાજણ ગોપાલ બાનાયત, માણશી ગોપાલ બાનાયતના બહેન તા. 6-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન બાંધાવાળી વિસ્તાર ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 16-5-2026ના શનિવારે.

બિદડા (તા. માંડવી) : કેશરબાઇ (જેઠાબાઇ) મીઠુભાઇ ધેડા (ઉ.વ. 75) તે મીઠુભાઇ ભારાભાઇ ધેડાના પત્ની, મગન, રમેશ, મહેશ, ભાવનાબેન મોહનભાઇ હાથી (નાના ભાડિયા)ના માતા, અજિત, અશ્વિન, વિજયા, વ્યોમ, વર્ષિલના દાદી, સ્વ. હરિભાઇ નારાણ ડોરૂ, રાયશીભાઇ નારાણભાઇ ડોરૂ (મોટી મઉં)ના બહેન તા. 6-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા પૂર્ણ થયેલ છે.

બારોઇ (તા. મુંદરા) : મૂળ આધોઇના નર્મદાબેન કેશુભા રાઠોડ (ઉ.વ. 97) તે સ્વ. કેશુભા સવાભાઇ રાઠોડના પત્ની, ચંપાબેન કારાભાઇ સોઢાના પુત્રી, પ્રેમજીભાઇ, ચંદ્રેશભાઇ, ડોડિયા કલ્પનાબેન મહેશભાઇના માતા, પ્રભાબેન, પ્રવીણાબેન, ડોડિયા મહેશભાઇના સાસુ, વેણ ગીતાબેન ચમનલાલના જમાઇ, ચૌહાણ સુમીતાબેન શૈલેષભાઇ, ચૌહાણ આરતીબેન રવિભાઇ, રાઠોડ ત્રિપાલભાઇ, ધર્મેન્દ્રભાઇના દાદી, ધ્રુવના પરદાદી, રાઠોડ કવિતાબેન ત્રિપાલભાઇના મોટા સાસુ તા. 3-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન બારોઇ ખાતે.

નાગલપર (તા. નખત્રાણા) : નર્મદાબેન દેવજીભાઈ ધોળુ (ઉ.વ. 77) તે દેવજીભાઈ જેઠાભાઇ ધોળુના પત્ની, અશ્વિનભાઈ ધોળુ અને અનસૂયાબેન (રાયપુર)ના માતા, દમયંતીબેનના સાસુ, હાર્દિક અને સુમિતના દાદી તા. 6-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.

મોટી વિરાણી (તા. નખત્રાણા) : સાટી નજરમામદ અલીમામદ (ઉ.વ. 98) તે ખમીસા, ઓસમાણ, આમદ, સાલેમામદ, હાસમના પિતા, મ. રમજાન અલીમામદ, મ. ઇબ્રાહિમ અલીમામદના મોટા ભાઈ, ઈશાક, મ. કાસમ, જાકબ, સુલેમાન, સુમાર, હસનના મોટાબાપા, મ. મુબારક ઈશાક (રતડિયા), આધમ હાજી મામદ (સાંધાણ)ના સસરા, સતાર, મામદ, રફીક, અલતાફ, સકુર, મ. અરશદના દાદા, જાફર, હારૂન, સતાર, ઈમરાન, ઇરફાનના નાના, હાજી હસણ (વમોટી મોટી)ના ફુઆ તા. 6-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-5-2026ના શનિવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, મોટી વિરાણી ખાતે.

જાટાવાડા (તા. રાપર) : ભવનદાસ વિશ્રામદાસ સાધુ (ઉ.વ. 62) તે મંજુબેનના પતિ, રતનબેન વિશ્રામદાસના પુત્ર, સ્વ. દ્વારકાદાસ માધવદાસના ભત્રીજા, ગીતાબેન, મંછારામ, શાંતિદાસ, નથુરામ, નંદરામ, ભાવેશ, અંબાબેન, લવિંગીબેનના ભાઇ, અનિલ, ગાયત્રી, પ્રકાશના પિતા, વિભૂતિબેન, રિદ્ધિબેન, મનોજભાઇ (મોરબી)ના સસરા, શિવરામદાસ તુલસીદાસ બાલાસરના ભાણેજ, આયાન અને શિવાયના દાદા, કલ્યાણદાસ ગંગારામદાસ મેવાસાના જમાઇ તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. લોકાઇ તા. 8-5-2026ના શુક્રવારે નિવાસસ્થાને જાટાવાડા, તા. રાપર ખાતે.

વમોટી નાની (તા. અબડાસા) : હાલે રસલિયા નવલબા દાનુભા જાડેજા (ઉ.વ. 82) તે સ્વ. દાનુભા જેમલજીના પત્ની, સ્વ. મેગુભા જેમલજી, નટુભા જેઠુભા, સ્વ. બચુભા જેઠુભાના નાના ભાઈના પત્ની, શિવુભા નટુભા, સ્વ. અંબાલાલ મેગુભાજગદાસિંહ મેગુભાના કાકી, કિશોરાસિંહ શિવુભા, અજયાસિંહ જગદીશાસિંહ, વિજયાસિંહ જગદીશાસિંહ, વિશ્વરાજાસિંહ અંબાલાલના દાદી તા. 6-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 11-5-2026ના સોમવારે નિવાસસ્થાન રસલિયા ખાતે. 

Panchang

dd