• બુધવાર, 13 મે, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ અંજારના કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક ગં.સ્વ. ભારતીબેન (ઉ.વ. 82) તે સ્વ. પ્રવીણચંદ્ર મોહનલાલ મહેતાના પત્ની, સ્વ. કાંતાબેન દયાલાલ રતનશી શાહ (મુંદરા)ના પુત્રી, ભાલેન્દુ (કે.ડી. મોટર્સ), જયેશ (કરવેરા સલાહકાર), નીલેશ (બેંક ઓફ બરોડા-મિરજાપર, પ્રમુખ કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ-ભુજ)ના માતા, માયાબેન, ઉષાબેન, મોનાબેનના સાસુ, નિરાલી પ્રીત મહેતા, પ્રિયંક, ઇરા, વંશી, દર્શના દાદી, પ્રીત અજય મહેતા તથા વીરતીના દાદીસાસુ તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2026ના બુધવારે સાંજે 5.30થી 6.30 વાગડ બે ચોવીસી સમાજવાડી, (વીબીસી), આરટીઓ સર્કલ પાસે, ભુજ ખાતે. (ચક્ષુદાન કરેલ છે.)

ભુજ : મૂળ ગુંદિયાળીના ખત્રી હિતેન ચત્રભુજ (બ્રહ્મક્ષત્રિય) (ઉ.વ. 56) તે સ્વ. દમયંતીબેન ચત્રભુજ અરજણ ખત્રીના પુત્ર, મનીષાબેનના પતિ, સ્વ. દમયંતીબેન ભગવાનજી ટાટારિયા (નિરોણા)ના જમાઈ, ગં.સ્વ. ભાનુમતીબેન જેઠાલાલ ખત્રીના ભત્રીજા, બિપિન અને મીતા ભરતભાઇ માધુના ભાઇ, તરલાબેનના જેઠ, રાજેન્દ્ર, પંકજ, મનોજ, મીનાબેન, ભારતીબેન, ધર્મિષ્ઠાબેનના કાકાઈ ભાઈ, દીક્ષિત અશોકભાઈ ભૂતના સસરા, હરેશ, ભરત, અનિલ, દીપક  (નિરોણા), ગીતા, દક્ષા, મંજુલાના બનેવી, હાર્દિક અને નિધિના પિતા, ઉમંગના મોટાબાપા, પાર્થ, ડો. જિતેશ, રાહુલ, આરતી, હિરલ, સુમન, યામિની, પ્રિયંકાના કાકા, યશ અને રવિના મામા તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, વી.ડી. હાઈસ્કૂલની પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ ધ્રાંગધ્રાના શ્રીમાળી બ્રાહ્મણ સરોજ (ઉ.વ. 78) તે ઉમેદરાય દવે (મનસુખભાઈ મોટી ખોંભડીવાળા) (યુ. એલ. દવે-આરોગ્યવાળા)ના પત્ની, સ્વ. ચંચળબેન લક્ષ્મીશંકર દવેના પુત્રવધૂ, સ્વ. ભગવતીબેન શુક્લ, વસંતરાય દવે, સ્વ. જગદીશભાઈ દવે, ગં.સ્વ. ધર્મિષ્ઠાબેન દવેના ભાભી, જ્યોત્સનાબેન, ગં.સ્વ. જયશ્રીબેનના જેઠાણી, સ્વ. નરેશ, ચેતના, માયા, વર્ષા, તુષારના માતા, સ્વ. અનંતરાય  જે.  શંકર દવે (ઉપલેટા)ના પુત્રી, આનંદ, રવિ, જિજ્ઞા, પાયલ, હેતલ, કિશોરી, ફાલ્ગુની, કોમલ, નિરાલી, પ્રિયંકાના મોટા ભાભુ, જગદીશકુમાર ત્રિવેદી, બ્રિજેનકુમાર ઠાકર, જ્યોત ધોળકિયા, કેશાના સાસુ, પાર્થ, માનસી, નિસર્ગ, શ્રિયાના નાની, હસ્તીના મોટા દાદી તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-5-2026ના 5.30થી 6.30 મહાલક્ષ્મી મંદિર, શ્રીમાળી બ્રાહ્મણની વાડી, રાવલવાડી  રિલોકેશન સાઈડ, લાયન્સ હોસ્પિટલની બાજુમાં, શેરી નં. 9, ભુજ ખાતે.

ભુજ : મૂળ નિરોણા-ખાવડાના સારસ્વત બ્રાહ્મણ રમાકાંત સી. સોનપાર (એડવોકેટ) (ઉ.વ. 70) તે સ્વ. ચંદ્રકાંત (શંકરલાલ) હીરજી સોનપાર તથા સ્વ. મહાલક્ષ્મીબેન સી. સોનપારના પુત્ર, કુસુમબેન (કે.પી.ટી.-હિન્દી અધિકારી)ના પતિ, સ્વ. જયાબેન જગજીવન વ્યાસના જમાઈ, મૌલિક અને જુહીના પિતા, ઉર્વશીબેનના સસરા, અશ્વિનભાઈ, હર્ષિદાબેન ભૂપેન્દ્રભાઈ, રમેશભાઈ, મનોજભાઈના મોટા ભાઈ, સ્વ. ઇન્દુબેન, સ્વ. પ્રફુલભાઈ, કમળાબેન, કેદારભાઈના બનેવી, રામેશ્વરીબેન, પ્રતિમાબેન, જિજ્ઞાબેનના જેઠ, હિયા, મૌલીના દાદા, પાર્થ, મીત, સ્મિત, રિશી, ફોરમ, જાનવીના કાકા, તૃપ્તિબેન પ્રફુલભાઈ, રચનાબેન હિતેષભાઇ, સોબરનાબેન જતિનભાઈના મામાજયદીપભાઈ, શીતલબેન, ચારુબેન, હેન્સીબેન, ક્રિશાબેનના કાકાજી સસરા, નરેન્દ્રભાઈ, સ્વ. જિતેન્દ્રભાઈ, રતિલાલભાઈ, શાંતાબેન પ્રવીણભાઈ, લક્ષ્મીબેન રમેશભાઈના કાકાઈ ભાઈ, ભરતભાઈ, સ્વ. ભાવનાબેન ચંડીચઠ્ઠ (મુંબઈ)ના વેવાઈ તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2026ના સાંજે 5થી 6 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : મૂળ નેત્રાના ગં.સ્વ. સરસ્વતીબેન ગંગારામ પલણ (ઉ.વ. 99) તે સ્વ. ગંગારામ વિશ્રામ પલણના પત્ની, સ્વ. વિશ્રામ લખમશી પલણના પુત્રવધૂ, સ્વ. સુદરજી નારાણજી બારૂ (દેશલપર ગુંતલી)ના પુત્રી, સ્વ. રવિલાલભાઈ, વિનોદભાઈ, સુરેશભાઈ, મહેશભાઈ, સ્વ. પરેશભાઈ (આશિષ ટાયર, અભય પેટ્રોલિયમવાળા)ના માતા, વિમળાબેન નરેન્દ્રભાઈ સચદે, હંસાબેન અશ્વિનભાઈ પૂજારા, સરલાબેન મૂરજીભાઈ કેશરિયાના માતા, મમતાબેન, સ્વ. પ્રીતિબેન, દક્ષાબેનના સાસુ, બિજલ, રિયા, ફેની, રાજવી, પ્રાચી, અભયના દાદી, કવિતા, વિભા, વિધિ, પૂજા, જીલ, અમિતના નાની, રીનાના નાનીસાસુ, રાજ જિતેન્દ્રભાઈ મજેઠિયાના દાદીસાસુ, શંકરલાલ વિશ્રામ, મનજીભાઈ વિશ્રામ, સ્વ. લીલાવંતીબેન, સ્વ. ડાઈબેન, શાંન્તાબેન, રુક્ષ્મણીબેન, અનુસૂયાબેન, જશોદાબેનના ભાભી, મુકતાબેન, અનસૂયાબેનના જેઠાણી, સ્વ. પ્રધાન સુંદરજી, સ્વ. વિઠ્ઠલદાસ સુંદરજી, સ્વ. રામજી સુંદરજી, સ્વ. મૂરજી સુંદરજી, સ્વ. મોઘીબેન, સ્વ. મીઠાબેન, સ્વ. શાન્તાબેનના બહેન તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 બીએપીએસ હોલ, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ કુકરાણા (પાટણ)ના વાઘેલા જીવુબા માનસિંહજી (ઉ.વ. 95) તે ભરતસિંહ વાઘેલા (પૂર્વ ડીપીઇઓ), ભૂપેન્દ્રસિંહ એમ. વાઘેલા, ધીરજબા, વસંતબા, મોહનબા, દશરથબા, વિજયાબાના માતા, મીરાંદેબાના સાસુ, કાન્હાબા અને હરશ્યામસિંહના દાદી તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-5-2026ના શુક્રવારે સાંજે 5થી 6.30 ડી.સી. જાડેજા ભવન, વાલદાસ નગર, ભુજ ખાતે.

ભુજ : ફકીરમામદ અબ્દુલ્લા ખાટકી (ઉ.વ. 70) તે મ. મામદ અબ્દુલ્લા, સલીમ, શેરભાનુબેન, સુગરાબેન (જામનગર)ના ભાઈ, ઉમર નૂરમામદ શેખ (ચક્કીવાળા)ના જમાઈ, સોકતઅલી હાજી સલીમ ખાટકીના મોટાબાપુ, એહમદ ઇશાક તરકબાણ (જામનગર)ના મામા તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-5-2026ના બુધવારે 10થી 11 ખાટકી  ફળિયા, ખાટકી  મસ્જિદ, ભુજ ખાતે.

ભુજ : સિદી હસીના ઇસ્માઇલ (ઉ.વ. 51) તે ઇસ્માઇલ (માંડવીવાળા)ના પત્ની, શબ્બીર તથા ઇરફાનના માતા, મામદ (કારો)ના ભાભી, મ. હાજી અબ્દુલ રજાક નાસરના પુત્રી, મહમદરફીક (મુન્નો), અનવર, અજીજાબેન (જી.ઇ.બી.-મોરબી)ના મોટા બહેન તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-5-2026ના ગુરુવારે સવારે 10થી 11 ભાઇઓ માટે તાહ મસ્જિદ, મોટા પીર રોડ તથા બહેનો માટે નિવાસસ્થાન મોટા પીર રોડ, ભુજ ખાતે.

ભુજ : ખત્રી હાજરાબાનુ અબ્દુલ શકુર (ઉ.વ. 65) (નિવૃત્ત-બેંક ઓફ ઇન્ડિયા, માધાપર) તે અલીમહમદ અબ્દુલા (મુંદરા), મહમદ હુસેન અબ્દુલા (માધાપર), સકીનાબેન હનીફ (કોડાય)ના ભાભી, ફારૂક અબુબકર (અંજાર)ના બહેન, ઇમરાન, ઇમ્તિયાઝ, ઇરફાનાના માતા તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-5-2026 ગુરુવારે સવારે 10.30થી 11.30 ખત્રી જમાતખાના, ભુજ ખાતે.

ભુજ/પોરબંદર : પુષ્કર્ણા બ્રાહ્મણ નરેન્દ્ર નરસિંગલાલ જોશી (પઢિયાર) (ઉ.વ. 84) તે સ્વ. દીનતા તથા સ્વ. નરસિંગલાલ જોશીના પુત્ર, સ્વ. દમયંતીબેન તથા સ્વ. વ્રજલાલ લીલાધર કવડિયાના જમાઇ, પ્રવીણભાઇ (ડોમ્બીવલી), સ્વ. ઉમાકાંત, સ્વ. દમુબેન (પોરબંદર), સ્વ. દુલારીબેન (ઘાટકોપર), પુષ્પાબેન (બોરીવલી)ના ભાઇ, ભરતભાઇ પૂજારી (ભચાઉ), ધર્મેન્દ્રભાઇ, દેવેન્દ્રભાઇ, ઉપેન્દ્રભાઇ, જીતુભાઇ (શ્રીપુજ સ્ટેશનરી)ના પિતા તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ભીમેશ્વર મહાદેવ મંદિર, પોરબંદર ખાતે.

ગાંધીધામ  : મૂળ જખૌના જસવંતગર સેજગર ગુંસાઇ તે સ્વ. સેજગર રણછોડગર, સ્વ. સવિતાબેનના પુત્ર, સ્વ. ગંગાબેનના પતિ, વિસરામગર, ઇશ્વરગર, શ્યામગર, સ્વ. અરજણગર, શંકરગરના ભાઇ, મીનાબેન દોલતગરના પિતા, જિજ્ઞેશગર (રાજકોટવાળા)ના સસરા, કાનાના દાદા તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-5-2026ના સાંજે 4થી 5 ખન્ના માર્કેટ, ઓધવરામ સ્ટીલની બાજુમાં, ગાંધીધામ ખાતે.

મુંદરા : મૂળ મસ્કાના ગં.સ્વ. ગંગાબેન રામજી સુખાણી (ઉ.વ. 90) તે સ્વ. રામજી તુલસીદાસના પત્ની, સ્વ. રાજબાઇ તુલસીદાસના પુત્રવધૂ, સ્વ. બચુભાઇ, સ્વ. દેવજીભાઇ, સ્વ. પુરસોત્તમ, સ્વ. પુરસોત્તમ તુલસીદાસના નાના ભાઇના પત્ની, સ્વ. વેલબાઇ નરસી લધા (મસ્કા)ના પુત્રી, સ્વ. ભચીબેન લાલજી પ્રાગજી પેથાણીના મોટા બહેન, સ્વ. વાલજી લધા, સ્વ. પ્રાગજી લધાના ભત્રીજી, સ્વ. વિરજીભાઇ, ગં.સ્વ. લક્ષ્મીબેન, નીતાબેન, મહેશભાઇ, ગં.સ્વ. લક્ષ્મીબેન લલિતકુમાર જોષી, નીતાબેન પંકજકુમાર મોતાના માતા, ગં.સ્વ. વિમળાબેન વિરજી, પૂર્વીબેન મહેશભાઇના સાસુ તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

ભચાઉ : શ્રીમાળી સોની નરેશભાઇ (ઉ.વ. 51) તે ગં.સ્વ. કંચનબેન હીરાલાલ નાનજી પાટડિયાના પુત્ર, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. ઇશ્વરભાઇ, સ્વ. ચમનલાલ, સ્વ. વેલજીભાઇના ભત્રીજા, જયંતીલાલ હરગોવિંદ ચાંપાનેરિયા (ભચાઉ), વિનોદ શાંતિલાલ મોરવાડિયા (માધાપર)ના સાળા, સંગીતાબેન, પ્રીતિબેન, દીપેશભાઇ, પીયૂષના ભાઇ, રીનાબેન દીપેશના જેઠ, ખુશી, કરણના મોટાબાપા, રણછોડ નરભેરામ સદાણી (થોરિયારી)ના ભાણેજ તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-5-2026ના સાંજે 5થી 6 શ્રવણ કાવડિયા આશ્રમ, ભચાઉ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજોડી (તા. ભુજ) : મૂળ ભુજના માલશી લાલજી પરમાર (ઉ.વ. 78) તે સ્વ. ડાઇબેનના પતિ, સ્વ. નારાણ દેવજી મંગરિયાના જમાઇ, સ્વ. થાવર લાલજી પરમાર, સ્વ. ભીમજી લાલજી પરમાર, ભચીબેન રામજી બુચિયા (વડવા), નાનુબેન હીરા પાયેર (ચાવડકા)ના ભાઇ, રાજા થાવર પરમાર, નારાણ થાવર પરમાર, દેવજી થાવર પરમાર (ભુજ)ના ભત્રીજા, કિશોર, હરેશ, પ્રેમિલા ગોપાલ બુચિયા, ડિમ્પલ શામજી બળિયા, સુનિતા રમેશ બુચિયા, બબીબેન વેલજી બુચિયા, લક્ષ્મીબેન નારાણ બળગા, મંજુલાબેન અરજણ લેઉઆના પિતા, ભારતીબેન ગોવિંદ, અમીબેન જગદીશ સીજુ, ધનબાઇ મણિલાલ સંજોટ, બાબુલાલ ભીમજી પરમાર, આત્મારામ ભીમજી પરમારના કાકા તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 7-5-2026ના રાત્રે બારસ, તા. 8-5-2026ના સવારે ઘડાઢોળ (પાણીઆરો) નિવાસસ્થાન મફતનગર, ભુજોડી (તા. ભુજ) ખાતે.

મિરજાપર (તા. ભુજ) : મૂળ દરશડીના રબારી ભચીબેન ભીખાભાઇ (ઉર્ફે સભઇબેન) (ઉ.વ. 85) તે સ્વ. રબારી વેરશી ધાલાના ભાભી, સ્વ. રબારી મીઠા ભીખા, રબારી દેવીબેન ભીમાભાઇ (મેઘપર), ગં.સ્વ. રબારી જશીબેન સ્વ. ભીખાભાઇ (કુરબઇ), રબારી હરખુબેન પાલાભાઇ (કુરબઇ), રબારી ગં.સ્વ. મઘીબેન સ્વ. આશાભાઇ (ફિલોણ), રબારી રાજુબેન લખુભાઇ (ભોપાવાંઢ)ના માતા, રબારી રાગા વેરશીના કાકી, સ્વ. રબારી લધા મીઠા, ખીમા મીઠા, રામીબેન દેવા (વ્યાર હાલે ભારાપર)ના દાદી, રબારી દેવા ભચા, રબારી વિરમ કારા, રબારી સુરા સામતના ભાભી તા. 27-4-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 7-5-2026ના ગુરુવારે તથા ઘડાઢોળ તા. 8-5-2026ના શુક્રવારે નિવાસસ્થાન મારુતિનગર, રબારીવાસ, મિરજાપર (તા. ભુજ) ખાતે.

ધ્રંગ  (તા. ભુજ) : જશુબેન વેલજીભાઇ કાપડી (ઉ.વ. 69) તે જમણાબેન પરસોત્તમ કાપડી (મોડવદર)ના પુત્રી, કાપડી વેલજીભાઇ રામજીભાઇના પત્ની, કાપડી રતનજીભાઇ રામજીભાઇના ભાભી, દયારામભાઇ પરસોત્તમભાઇ કાપડી, મધુબેન મનજીભાઇ સાધુ, સતીબેન જયંતીભાઇ કાપડી, હંસાબેન કાનજીભાઇ સાધુના બહેન, સીતાબેન દયારામભાઇ કાપડી, ગીતાબેન દિનેશભાઇ કાપડી, ભગવતીબેન જેરાભાઇ કાપડી, દિનેશભાઇ, રાજેશભાઇના માતા તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ધ્રંગ ખાતે.

ફોટડી (તા. ભુજ) : ચાવડા દિનેશભાઇ (ઉ.વ. 60) તે ગં.સ્વ. ગંગાબેન તથા સ્વ. વેલજીભાઇ જખુભાઇના પુત્ર, ઝવેરબેનના પતિ, અમૃતલાલ, કાંતિલાલ, દિલીપભાઇ, સવિતાબેન રવજી રાઠોડ (અંજાર)ના ભાઇ, રોહિત, વિશાલ, અનિતાબેન રાજેશ પરમાર (આણંદસર-મંજલ), ચંદ્રિકાબેન કમલેશ લોંચા (દેવપર-યક્ષ)ના પિતા, રામજીભાઇ મીઠુભાઇ જાદવ (વિગોડી), સ્વ. ખીમજીભાઇના બનેવી, પચાણભાઇ, સ્વ. નથુભાઇ (વિજયનગર), સ્વ. પાલાભાઇ (ડુંગરીકંપા), સ્વ. નારાણભાઇ (માનકૂવા), સ્વ. પાલાભાઇ દેવજીભાઇ, સ્વ. જમનાબેન રાજાભાઇ લોંચા (નથ્થરકુઇ), સ્વ. રાજીબેન પૂંજાભાઇ આંઠુ (ગઢશીશા)ના ભત્રીજા, દિત્યાબેનના દાદા તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 8-5-2026ના રાત્રે તથા તા. 9-5-2026ના સવારે 10.30 વાગ્યે પાણિયારો-ઘડાઢોળ-બેસણું નિવાસસ્થાને.

બાગ (તા. માંડવી) : પ્રભુલાલ કલ્યાણજી નાકર (ઉ.વ. 70) તે સ્વ. મુરીબેન કલ્યાણજી રામજી નાકરના પુત્ર, દમયંતીબેનના પતિ, ચંપક, દીપાબેન, પ્રવીણાબેન, સ્વ. અનિલ, નીતિનના પિતા, રિદ્ધિબેન, મહેશભાઇ નાગુ, મહેન્દ્રભાઇ મોતાના સસરા, ગં.સ્વ. બચુબેન દામોદર રામજી, સ્વ. લીલાવંતીબેન મોહનલાલ રામજીના ભત્રીજા, સ્વ. ધનબાઇ દામજી નાગુ, જવેરબેન રમેશભાઇ મોતા, ધીરજલાલ કલ્યાણજી નાકર, કંકુબેન શાન્તિલાલ મોતાના ભાઇ, દક્ષાબેનના જેઠ, ધ્યાની, બંસી, વેદિકા, આયુષી, અનિતાના દાદા, નીર, દિવ્ય, અંશ, તૃપ્તિના નાના, રમેશ, કમલેશના કાકા, ગં.સ્વ. હીરબાઇ મેઘજી રામજી બોડા (ગુંદિયાળી-શેખાઇબાગ)ના જમાઇ, નવીન, કાંતિ, હસમુખ, કસ્તૂરબેન, હેમલતાબેન, મીનાબેન, પ્રતિમાબેનના બનેવી, કસ્તૂરબેન, ગીતાબેન, હિનાબેનના નણદોયા તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-5-2026ના સાંજે 4થી 6 રાજગોર સમાજવાડી, બાગ ખાતે. એ જ દિવસે સાસરા પક્ષની સાદડી બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, શેખાઇબાગ ખાતે.

મંગવાણા (તા. નખત્રાણા) : રતનબેન પેથાભાઇ મકવાણા (ચારણ) (ઉ.વ. 82) તે સ્વ. બાબુભાઇ, જગદીશભાઇ, સ્વ. પ્રભુભાઇ, ચંદુભાઇ, નવીનભાઇ, નામલબેન શામજીભાઇ ખીમસુર, જમનાબેન લાલજીભાઇ ખીમસુર (માધાપર મંજલ), વાસંતીબેન જીવણભાઇ પડાયા (અમદાવાદ)ના માતા, કવિતાબેન રમેશ માધડ (આણંદસર-ભુજ), મોક્ષીકાબેન મનોજ ખીમસુર (માધાપર-મંજલ), રાહુલ, ધવલભાઇ, વિવેક, હાર્દિક, હેમેન, ક્રિષ્ના, કોમલબેન, તન્વીબેન, શિવાનીના દાદી, સ્વ. દાદુભાઇ રામજીભાઇ ધરડા (આદિપુર)ના પુત્રી, સ્વ. ખીમજીભાઇ દાદુભાઇ (ગિરનારી)ના બહેન તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 8-5-2026ના સાંજે આગરી અને તા. 9-5-2026ના સવારે પાણી નિવાસસ્થાન મંગવાણા ખાતે.

બેરૂ (તા. નખત્રાણા) : મૂળ વંગના પાયણ રામા વાઘા (ઉ.વ. 75) તે પાયણ વાઘા વીરાના પુત્ર, સ્વ. સામાબાઇના પતિ, સ્વ. અજાભાઇ, વેરશી, રામીબાઇ દેવા જેપાર (સાંગનારા), રત્નાબાઇ કાના મેરિયા (ગંગોણ)ના ભાઇ, નંઝાર વેરશીભાઇ વાલા (નિરોણા)ના જમાઇ, રામાભાઇ, ભીમાભાઇ, રતનભાઇ, માલાભાઇ, દાનાભાઇના કાકા, હાજાભાઇ, નારાણભાઇ, રવિભાઇ, કાનાભાઇ, ભચીબાઇ કરશન બુચિયા (બેરૂ), ગંગાબેન ખીમજી મેરિયા (વિથોણ), લક્ષ્મીબેન નરસિંહ ભધરૂ, રતનબેનના પિતા, રૂહીબેનના દાદા તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 7-5-2026ના ગુરુવારે આગરી, તા. 8-5-2026ના શુક્રવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન બેરૂ ખાતે. 

Panchang

dd