ભુજ : ભાવનાબેન પરમાર (ઉ.વ. 60) તે સ્વ. રજનીકાંતભાઇ રતિલાલભાઇ પરમાર (પૂર્વ મુખ્ય
અધિકારી, ભુજ નગરપાલિકા)ના પત્ની, સ્વ. દેવીબેન
દેવસિંહભાઇ ચૌહાણ (ભુજ)ના પુત્રી, દૃષ્ટિબેન કેવલકુમાર ચૌહાણ,
રૂપલબેન ઉન્મિતકુમાર ધોળકિયાના માતા, વૈદિક,
ઝીવા અને હૃદ્વિકના નાની, સ્વ. જયસુખભાઇ રતિલાલભાઇ
પરમાર, સ્વ. દિનેશચંદ્ર રતિલાલભાઇ પરમાર, સ્વ. દેવેન્દ્રભાઇ રતિલાલભાઇ પરમારના નાના ભાઇના પત્ની, મનોજભાઇ રતિલાલભાઇ પરમાર (પરમાર ટ્રાન્સપોર્ટવાળા)ના ભાભી તા. 2-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-12-2025ના ગુરુવારે સાંજે 4.30થી
5.30 પડાદાભિટ્ટ હનુમાન મંદિર, સંસ્કારનગર પાસે, ભુજ ખાતે.
ભુજ
: કુંભાર મુસા ઓસમાણ (ઉ.વ. 75) તે
અલીમામદ, જુસબ, હાજિયાણી આઇસુબેન, સારુબાઇના મોટા ભાઇ, સુમાર, અબ્દુલ,
ઇસ્માઇલના પિતા, કાસમ, ઇમરાન,
જાવેદના મોટા બાપા, આરીફ, સમીર, મોસીન, ઇરફાનના દાદા તા.
29-11-2025ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 3-12-2025ના
સવારે 10.30થી 11.30 કજલીનગર, ખારીનદી રોડ, ભુજ ખાતે.
ગાંધીધામ
: ભાવેશ ભીમજી ગડા (મહેશ્વરી) (ઉ.વ. 34) તે
અજબાઇ ભીમજી ગડાના પુત્ર, પ્રતીક (ઉર્ફે પિન્ટુ), જ્યોતિબેનના મોટા ભાઇ, પ્રકાશભાઇ થારૂના સાળા,
પ્રતાપ ગડા (પી.જી.વી.સી.એલ.)ના ભત્રીજા, સ્વ.
રાજબાઇ જુમાભાઇ કન્નર (દુર્ગાપુર)ના દોહિત્ર તા. 1-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું સપનાનગર ડી-9, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ
: કૈલાસભાઈ કિશનભાઈ શાંખલા (ઉ.વ. 67) તે
કરણભાઈના ભાઈ, ભરત, અમર, પ્રભુ,
ભગવાનદાસના પિતા તા. 1-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-12-2025ના
બુધવારે સાંજે 4.30થી 5.30 નિવાસસ્થાને ડી.બી.ઝેડ. નોર્થ-5, રામદેવપીર મંદિર ચોક, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ
: મૂળ આરીખાણાના જાડેજા વનરાજસિંહ વિરમજી (ઉ.વ. 49) તે
જાડેજા મંછાબાના પતિ, પાયલબા, બલદેવસિંહ,
મિતરાજના પિતા, સ્વ. વાઘેલા વિક્રમસિંહ મલુજીના
સસરા, સોઢા હીરાબા મંગળસિંહના ભાઇ, ખેમરાજસિંહ
લક્ષ્મણસિંહના મામા તા. 1-12-2025ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર સોનલનગર, ગાંધીધામ ખાતે.
આદિપુર
: મૂળ પાંચોટિયાના અરુણાબેન નારાણભાઈ મંધરિયા (ઉ.વ. 17) તે ખીમરાજભાઈ
મગનભાઈ મંધરિયાના પૌત્રી, નારાણભાઈ ખીમરાજભાઈ મંધરિયાના પુત્રી,
દેવાયતભાઈ નાગશીભાઈ મંધુડાના દોહિત્રી, ગોપાલભાઈના
ભત્રીજી તા. 1-12-2025ના
અવસાન પામ્યા છે. સાદડી ત્રણ દિવસ અને પાણી તા. 12-12-2025ના
શુક્રવારે નિવાસસ્થાન મણિનગર, આદિપુર ખાતે.
માંડવી
: સચિન ચાવડા (ઉ.વ. 42) તે
સ્વ. ભવાન રામજી ચાવડા તથા ગં.સ્વ. પ્રેમિલાબેનના પુત્ર, સ્વ. જેરામ રામજી ચાવડા, ગં.સ્વ. જયાબેન જેરામ ચાવડા,
કમલા કાનજી કષ્ટાના ભત્રીજા, દીપક, નીતિન જેરામ ચાવડાના મોટા બાપાના પુત્ર, દક્ષા લલિત સોની
તથા દુર્ગેશના મોટા ભાઇ, સોનુ (સંધ્યા) દુર્ગેશ ચાવડાના જેઠ,
લલિત ધનજી સોનીના સાળા, જય લલિત સોનીના મામા તા.
1-12-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 3-12-2025ના
ભાઇઓ તથા બહેનો માટે સાંજે 4થી
5 સારસ્વત વાડી, આશાપુરા મંદિર
પાસે, સાંજીપડી, માંડવી ખાતે.
માંડવી
: લુહાર હુસેન સિદિક (દોકડા) (ઉ.વ. 65) તે
મ. અભલા સિદિકના નાના ભાઇ, મ. સિદિક ઇભલા, ઇસ્માઇલ, દાઉદ, રફીક, હારુનના કાકા, આદમ, ઇલિયાસ,
કાદર, ઓસમાણ, આરીફ,
હનીફ, તોફિક, ઇરફાનના દાદા,
અશરફ આમદ (ભુજ), ફારુક બાલુ (ભુજ)ના દાદા સસરા,
ઇમરાન કાસમના કાકા સસરા, મ. લુહાર લતીફ ભચુ (વડવા
કાંયા)ના વેવાઇ તા. 2-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-12-2025ના
ગુરુવારે સવારે 10.30થી 11.30 લુહારવાઢા જમાતખાના, વિશાલ પટેલ હોસ્પિટલ
પાછળ, માંડવી ખાતે.
માંડવી
: મેર કુલસુમ ઓસમાણ (ઉ.વ. 58) તે
રઝાક, સુલતાનના માતા તા. 1-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-12-2025ના સવારે 10થી
11 કાસમશા પીરની દરગાહ, રામેશ્વર ઝૂંપડપટ્ટી
પાસે, માંડવી ખાતે.
મુંદરા/વાશી
(મુંબઇ) : મૂળ મુંદરાના કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક મહેન્દ્રભાઇ શાહ (ઉ.વ. 80) તે સ્વ. કાંતાબેન દયાલાલ રતનશી શાહના પુત્ર, કુસુમબેનના પતિ, શશિકાંતભાઇ (ગાંધીધામ), ભારતીબેન પ્રવીણચંદ્ર મહેતા (ભુજ), દામિનીબેન હરીશભાઇ
મહાજની (મુંબઇ)ના ભાઇ, નિમેષ, ડોલી,
કોમલના પિતા, પ્રીતિ, નીરવ,
જતિનના સસરા, ધ્રુવીના દાદા, ક્રિશા, ધ્રુવના નાના, ભાલેન્દુ,
જયેશકુમાર, નીલેશ (ભુજ), સાગર, પ્રણવ (મુંબઇ)ના મામા, સમીર,
પવન (ગાંધીધામ)ના કાકા તા. 1-12-2025ના
અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
ભચાઉ
: મીઠાબેન જેન્તીલાલ ભલાણી (પ્રજાપતિ) (ઉ.વ. 66) તે
જેન્તીલાલ વાલજીના પત્ની, જિતેન્દ્ર, જયેશ,
સ્વ. જેરામ, સ્વ. નીતાના માતા, કલ્પનાબેન, દિવારીબેનના સાસુ, અપેક્ષા,
વૈશાલી, નીકિતા, શીતલ,
ભૂમિ, દર્શન, તુલસીના દાદી,
અજયકુમાર, નવીનકુમારના દાદીસાસુ, હરિલાલ વાલજીના ભાભી, શાન્તાબેનના જેઠાણી, વૈશાલીબેન પરેશભાઇ, ચેતન, હિનાબેન
રાજેશ ચોનાણીના મોટીમા, ભચીબેન નાનાલાલના જેઠાણી, ચમ્પાબેન અમૃતલાલ તથા રસીલાબેન વિજયભાઇના ભાભી, પ્રાણ,
અશોક, કિશન, દીપક,
ચિરાગના કાકી, વેજીબેન વીરાભાઇ કોરડિયાના પુત્રી,
મૂરજીભાઇ, પ્રેમજીભાઇ, બાબુભાઇ,
કનુભાઇ, જગુભાઇ, રંભીબેન,
નીલીબેનના બહેન તા. 1-12-2015ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-12-2025ના
શુક્રવારે સાંજે 4.30થી 5.30 શ્રવણ કાવડિયા આશ્રમ, અંબિકાનગર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
સેડાતા
(તા. ભુજ) : રાઠોડ સાહિલ સલીમ (ઉ.વ. 19) તે
રાઠોડ સલીમ સુલેમાનના પુત્ર, રફીક, અબ્બાસના
ભત્રીજા, સમીર, શબ્બીરના ભાઇ, ફિરોઝ રજાક, રિઝવાન રજાક, કકલ રજાક
જાનમામદના મામાઇ ભાઇ તા. 1-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-12-2025ના
ગુરુવારે સવારે 10થી 11 બસ સ્ટેન્ડની બાજુમાં, સેડાતા ખાતે.
ઝુરા
(તા. ભુજ) : સુમરા રમજાન કાસમ (ઉ.વ. 57) તે
હનીફ કાસમ, સલીમ કાસમ, ઓસમાણ ભચાયાના ભાઇ,
તાહીર અને સાહિલના પિતા, સિધીક ઇલિયાસના જમાઇ તા.
1-12-2025ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 4-12-2025ના
ગુરુવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, ઝુરા ખાતે.
દુર્ગાપુર
(તા. માંડવી) : નથુભાઇ વીરજી સેંઘાણી (ઉ.વ. 99) તે
સ્વ. કેસરબેનના પતિ, સ્વ. રામુબેન વીરજીભાઇ પૂંજાના પુત્ર,
દેવચંદભાઇ, ઝવેરબેન, ભગવતીબેન,
જયંતીભાઇ, પાર્વતીબેન, મોહનભાઇના
પિતા, રાજબેન, જમનાબેન, લક્ષ્મીબેન, પ્રેમજીભાઇ, નારણભાઇના
ભાઇ, સ્વ. ગંગાબેન ગંગદાસભાઇ લાલજીભાઇ વાસાણીના જમાઇ તા. 2-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-12-2025ના બુધવારે સવારે 8.30થી
11.30 અને બપોરે 3થી 5 પાટીદાર
સમાજવાડી, દુર્ગાપુર ખાતે.
શેરડી
(તા. માંડવી) : સુજાભાઇ અભરામભાઈ સંઘાર (ઉ.વ. 75) તે
લક્ષ્મીબેનના પતિ, ગંગાબેન, હીરબાઇ, ગાભુભાઈના પિતા, સવાભાઈ ભાણજીના જમાઈ, મીઠાબાઈ, ભાણબાઈ, બચુભાઈ,
શિવજીભાઈના ભાઈ, લધુભાઇ, મેઘરાજભાઈના કાકાઈ ભાઈ, ખેંગારભાઈ, જેન્તીભાઇના સસરા તા. 2-12-2025ના
અવસાન પામ્યા છે. બેસણું ગાભુભાઈના નિવાસસ્થાન શેરડી (તા. માંડવી) ખાતે.
મોટા
આસંબિયા (તા. માંડવી) : પરમાર જીવરાજભાઈ ખેંગારજી (ઉ.વ. 82) તે સ્વ. પુરબાઈ ખેંગારજી પરમારના પુત્ર, સ્વ. બચુબેનના પતિ, જેન્તીભાઈ, જેરામભાઈ, કાન્તાબેન, નર્મદાબેનના
પિતા, નીતાબેન, વિજયાબેન, ધનજીભાઈના સસરા, કસ્તૂરબેન સોલંકીના ભાઈ, શિવજીભાઈ ટપુ મકવાણા, રામબાઈના બનેવી, રિંકલ, રાહુલ, ઉર્વી, નેન્સી, રિયાના દાદા તા. 1-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-12-2025ના ગુરુવારે સાંજે 4થી
5 લોહાણા દરિયાસ્થાન, ઠાકર મંદિરની
બાજુમાં, મોટા આસંબિયા ખાતે.
મસ્કા
(તા. માંડવી) : કુંભાર શકીનાબાઈ (ઉ.વ. 53) તે
કાસમ હાજી ઇબ્રાહિમના પત્ની, હાજી અલીમામદ, આધમ અને ઇશાકના ભાભી, અબ્દુલ, અસલમ,
ઈકબાલ, અકરમના માતા તા. 1-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-12-2025ના બુધવારે સવારે 10થી
11 મસ્કા મસ્જિદ ખાતે.
ગુંદાલા
(તા. મુંદરા) : ભુકેરા કાસમ સાલેમામદ (ઉ.વ. 38) તે
ભુકેરા સાલેમામદના પુત્ર, આધમ સદીક, મામદ
સદીકના ભત્રીજા, આમદ, ઓસમાણના ભાઇ તા. 1-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-12-2025ના ગુરુવારે સવારે 10થી
11 મુસ્લિમ જમાતખાના, ગુંદાલા ખાતે.
નવીનાળ
(તા. મુંદરા) : તેજબાઇ તેજાભાઇ થારૂ (ઉ.વ. 80) તે
લાલજી, રામજી, ખેરાજ, કરસન, વિપુલ, વાલબાઇ રામજી સોધમના
માતા તા. 30-11-2025ના અવસાન પામ્યા
છે. ધાર્મિકવિધિ તા. 4-12-2025ના
આગરી અને તા. 5-12-2025ના પાણી નવીનાળ
ખાતે.
દેવીસર
(તા. નખત્રાણા) : પાયણ વાલબાઇ (ઉ.વ. 90) તે
સ્વ. હમીર સવાના પત્ની, હીરબાઇ મંગા કુવટ (ગણેશનગર),
શંકરભાઇ, પરબતભાઇ, કસ્તૂરબેન
નારાણ જેપાર (વ્યાર), દેવીબેન પેથા બડિયા (ખીરસરા-નેત્રા),
રતનબેન મગન કુવટ (માનકૂવા)ના માતા, સ્વ. મેગજી
મેરિયા (વંગ)ના પુત્રી, ગોવિંદ મેરિયા (વંગ), રતનબેન મંગા રોલા (દેવીસર)ના બહેન, સ્વ. હરજીભાઇ,
સ્વ. ગોવાભાઇ, સ્વ. ભીમજીભાઇના નાના ભાઇના પત્ની,
સ્વ. જેઠાભાઇના ભાભી, નવીન, વિવેક, તરુણ, મિત, આરતીબેન જેન્તીલાલ બુચિયા (ભારાસર), રેખા, અલ્પા, હેમાંગીના દાદી, ભાણજી ડાયા
જેપારના મામી, સ્વ. નારાણભાઇ, ડાયાભાઇ,
વેલજીભાઇ, છગનભાઇ, કાનજી,
મગન, જગદીશ, અરજણભાઇ,
મનજીભાઇ, ખેતશીભાઇ, મોહનભાઇ,
શંકર, વિશ્રામના કાકી તા. 2-12-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 11-12-2025ના ગુરુવારે અને ઘડાઢોળ તા. 12-12-2025ના શુક્રવારે સવારે નિવાસસ્થાને દેવીસર ખાતે.
ભડલી
(તા. નખત્રાણા) : કાન્તિભાઇ મનજીભાઇ ઠાકરાણી તે ગંગારામભાઇ, હરિભાઇ, મંગુબેન, સવિતાબેનના ભાઇ,
લલિતભાઇ, હિનાબેનના પિતા, બાબુભાઇ, રણછોડભાઇ, મોહનભાઇના કાકાઇ
ભાઇ તા. 30-11-2025ના જલગાંવ
(મહારાષ્ટ્ર) ખાતે અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 4-12-2025ના ગુરુવારે સવારે 8થી
11 પાટીદાર સનાતન સમાજવાડી, ભડલી ખાતે.
કાટિયા
(તા. લખપત) : સોઢા અગરાસિંહ રાણાસિંહ (ઉ.વ. 70) તે
પાબાસિંહ, ગાભુભાના પિતા, સ્વ. લક્ષ્મણાસિંહ,
સ્વ. કુપાસિંહ તથા કુશલાસિંહના ભાઈ, રાયાસિંહ,
ગોરધનજી, સામતાસિંહના કાકાઈ ભાઈ, હઠુભા, વચનાસિંહ, પીથુભા,
પાબાસિંહના કાકા, કાળાસિંહ, ગણપતાસિંહ, દેવેન્દ્રાસિંહ, હમિરાસિંહ,
વિરમાસિંહ, દેવાસિંહના મોટાબાપુ, ખેતુભા, પ્રવીણ, જયદીપ,
દશરથ, ભવાનીના દાદા, સ્વ.
પતુભા ડુંગરાસિંહ (નાની ખોંભડી)ના જમાઈ તા. 30-11-2025ના
અવસાન પામ્યા છે. આગરી રાત તા. 10-12-2025ના
બુધવારે તથા પાણીઢોળ તા. 11-12-2025ના
ગુરુવારે કાટિયા ખાતે.
હુબલી
(કર્ણાટક) : મૂળ કચ્છ લખપતના ગં.સ્વ. ચેતનાબેન (ઉ.વ. 78) તે જિતેન્દ્રના પતિ, સ્વ. કાશીબેન
વલ્લભદાસ ઠક્કર (મોટનપુત્રા) (એલવીટીવાળા)ના પુત્રવધૂ, સ્વ. સુંદરબેન
વિઠ્ઠલદાસ ચંદે (મોજાર) (કોઠારા)ના પુત્રી, ધીરેન, જસ્મિન શાલિન જોબનપુત્રા (હુબલી), હિના હિતેન દાવડા
(બેંગ્લોર), મનીષા વિશાલ ચંદે (નવી મુંબઇ)ના માતા, મીનલના સાસુ, ખુશી તથા પૂજનના દાદી તા. 28-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક
વ્યવહાર બંધ છે.)
મુલુંડ
(મુંબઇ) : મૂળ કચ્છ ટપ્પર (સોનારાવાળી)ના ગં.સ્વ. મંગળાબેન રાયમંગ્યા (ઉ.વ. 91) તે સ્વ. લવજી માવજી રાયમંગ્યાના પત્ની, સીતાબેન લીલાધર માણેક (ગઢશીશા)ના પુત્રી, સ્વ. કિશોરભાઇના
બહેન, સ્વ. કીર્તિ, વિજય, શૈલેશ, માલતી મહેન્દ્ર તન્નાના માતા, ગીતા, રાજશ્રી, રેખાના સાસુ,
કૃપા અને સાક્ષીના દાદીસાસુ, કેતન, પ્રિતેશ, કેવલ, વિરેન, ભક્તિ, હીરલના દાદી, કૌશિક,
પીયૂષ, દીપ્તાના નાની, રેયાંશના
પરદાદી તા. 30-11-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)