ભુજ, તા. 19 : 76મી ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ફેડરેશન
ફોર કેથોલિક એજ્યુકેશનના એફઆઇએસઇસી-એફઆઇસીઇપી ગેમ્સ હાલમાં હંગેરીના બુડાપેસ્ટમાં યોજાઇ
હતી. ગ્રેટ સેન્ટ આલ્બર્ટ એસોસીએશન દ્વારા આયોજિત આ આંતરરાષ્ટ્રીય યુવા મલ્ટિ-સ્પોર્ટસ
ઇવેન્ટમાં વિશ્વભરના 1 હજારથી વધુ
વિદ્યાર્થી-એથ્લેટ્સ અને કેથોલિક સ્કૂલ સ્પોર્ટસ ફેડરેશનના અધિકારીઓ જોડાયા હતા, તેમાં ભારતની ફૂટબોલ ટીમ વતી મૂળ ભુજ તાલુકાના
લોરિયાના તીર્થરાજસિંહ હિંમતસિંહ સોઢાએ સુંદર પ્રદર્શન કરી જર્મની સામે ગોલ ફટકાર્યો
હતો. એથ્લેટિક્સ (ટ્રેક અને ફીલ્ડ), બાસ્કેટબોલ, ફૂટસલ, તરણ, ટેબલટેનિસ,
વોલીબોલ સહિતની રમતોનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા,
બેલ્જિયમ (ફ્લેન્ડર્સ), બ્રાઝીલ, ચિલી, ચેક રિપબ્લિક, ફ્રાન્સ,
જર્મની, હંગેરી, આયર્લેન્ડ, ઇટાલી, માલ્ટા, નેધરલેન્ડ્સ,
રોમાનિયા (ટ્રાન્સિલવેનિયા), સ્પેન અને ભારત (ફૂટસલ
ટીમ મોકલતી)ની ટીમોએ ભાગ લીધો હતો. અંડર 17માં ભારત છેલ્લાં ત્રણ વર્ષથી આ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યું
છે. તીર્થરાજસિંહે જર્મની સામેની મેચમાં ગોલ કરી છેલ્લાં ત્રણ વર્ષમાં આ ટૂર્નામેન્ટમાં
ગોલ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. આ અગાઉ નવેમ્બર 2025માં થાઇલેન્ડના ચિયાંગ માઇ
ફૂટબોલ ફેસ્ટિવલમાં પણ રમવા ગયો હતો. ફૂટબોલમાં પોતાની કુશળતા વધુ વિકસાવવા અને આંતરરાષ્ટ્રીય
સ્તરે વધુ સારું એક્સપોઝર મેળવવાના હેતુથી તીર્થરાજસિંહ સોઢા ટૂંક સમયમાં ચંદિગઢ સ્થિત
મિનર્વા ફૂટબોલ અકાદમીમાં જોડાશે. હરાસિંહ જાડેજાએ વિગતો આપી હતી.