નલિયા / કોઠારા તા. 21 : અબડાસા કચ્છમિત્ર બ્યૂરો દ્વારા કોઠારા ખાતે `કચ્છમિત્ર' અખબારના 80મા જન્મદિન નિમિત્તે વિવિધ લોકઉપયોગી કાર્યક્રમોનું
આયોજન કરવામાં આવ્યું હતું. કોઠારા સ્થિત પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘના હોલમાં
યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોને અબડાસા બ્યૂરો ચીફ કપિલ જોષી
અને કોઠારાના પ્રતિનિધિ મનોજ સોનીએ આવકાર્યા હતા. તમામની ઉપસ્થિતિમાં કેક કાપીને કાર્યક્રમની
વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. મંચસ્થ મહાનુભાવોનું પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘ
તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. જન્મદિનની
ઉજવણી અંતર્ગત અહીંની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ
કરવામાં આવ્યું હતું તેમજ બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે સંસ્થાના પટાંગણમાં
વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે માનવજ્યોત સંસ્થા-ભુજના
સહયોગથી પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલા પંચાયતના પૂર્વ સદસ્ય કિશોરાસિંહ જાડેજાએ જણાવ્યું
હતું કે, `કચ્છમિત્ર' એ સરહદના સજાગ પ્રહરી તરીકે કામ કરે છે. તાલુકા
પંચાયતના ઉપપ્રમુખ વિનોદ દરજીએ જણાવ્યું કે,
આજના ડિજિટલ મીડિયાના યુગમાં પણ પ્રિન્ટ મીડિયા ક્ષેત્રે જે અખબાર હંમેશાં
પ્રથમ હરોળમાં રહ્યું છે તે `કચ્છમિત્ર' છે,
જ્યારે નલિયાના હરેશ ચાવડાએ જણાવ્યું હતું કે, `કચ્છમિત્ર' માત્ર એક અખબાર નથી, પરંતુ
જ્યારે પણ કચ્છ પર કોઈ મુશ્કેલી કે આપત્તિ આવે છે ત્યારે તે અખબારી ધર્મની સાથે એક
સામાજિક ઉત્તરદાયિત્વનો ધર્મ પણ પૂરી નિષ્ઠાથી નિભાવે છે. સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજાએ જણાવ્યું
હતું કે, કચ્છીમાડુઓના અખબાર કચ્છમિત્રએ
80 વર્ષની સફળ સફર કાપી છે. આજે
પણ વાચકો સવારે આ અખબારની આતુરતાથી રાહ જોતા હોય છે. - દાતાઓનો વિશેષ સહયોગ : આ કાર્યક્રમમાં શૈક્ષણિક કિટના દાતા સ્વ.
સોની વસંતાબેન જીવરાજભાઈના હસ્તે પ્રવીણભાઈ સોની (બ્રિજેશ જ્વેલર્સ - ભુજ), અન્ય દાતાઓ ઉત્તમભાઈ મોમાયા (સાયરા-કોઠારા,
હાલ મુંબઈ) અને માયશા વિશાલ ગડા (ખારૂઆ, તા. અબડાસા)નો
સહયોગ રહ્યો હતો. આ કાર્યક્રમમાં અબડાસા તાલુકા ભાજપના મહામંત્રી વિનય રાવલ,
જયદેવાસિંહ જાડેજા, પી. જે. સોઢા, આરીખાણાના સરપંચ મહેન્દ્રાસિંહ જાડેજા, સાયરાના ઉપસરપંચ
મયૂરાસિંહ જાડેજા, યુવા ભાજપના મહામંત્રી મીત ઠક્કર, કિશોર ઠક્કર, ડી. બી. ચૌહાણ, દીપક
ગોસ્વામી, પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘના મહામંત્રી ખોડુભા
જાડેજા, કોઠારાના ઉપસરપંચ મામદશા સૈયદ, હાજી ઓસમાણ મંધરા, ખીરસરા (કોઠારા)ના મામદ સુમરા,
ફારૂક સોતા, હમીદ હજામ, સાંધવના
હરપાલાસિંહ જાડેજા, કરણાસિંહ સોઢા, શ્રી ડાંગર, મિતેષ ગોર, ભરતભાઈ જગદીશ ઠકકર (બિટ્ટા). યશરાજાસિંહ સોઢા,
વિરેન સોની, હેમુભા ધલ અને હર્ષદ દરજી હાજર રહ્યા
હતા. જ્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરાસિંહ જાડેજા, વિક્રમાસિંહ
ભાટી, મોકાજી સોઢા, સતુભા ભાટી,
અનીશ મંધરા, માંડવીના મિતેશ સોની, ભિખુભા મોખા, માધાપરના પ્રકાશ ગોસ્વામી, દેવ હેલ્થ કેરના હર્ષ સોની, કિશોર આમર, અનવર સમેજા, તાલુકા પંચાયતના સદસ્ય રાજેશ્વરીબેન ગઢવી,
વાડાપદ્ધરના સંગીતાબેન ગોસ્વામી, વિંઝાણના સરપંચ
સજ્જનાસિંહ જાડેજા, ચેતન ગોર -ડુમરા, વિંઝાણના
વિક્રમાસિંહ જાડેજા, શિવજીભાઈ ભાનુશાલી, મનહરાસિંહ. જાડેજા, માધાપરના જિજ્ઞેશ ગોસ્વામી,
કોઠારાના વેપારી અગ્રણી ચંદુભા સોઢા, ચકુભા જાડેજા,
ખીરસરાના ચકુભા જાડેજા, વાંકુના જુવાનાસિંહ જાડેજા,
ભુજના નિર્મલસિંહ ગોહિલ. નલિયાના રવિરાજસિંહ જાડેજા, શંકર પટેલ, જિલ્લાના પૂર્વ સદસ્ય પુરષોત્તમ મારવાડા,
ત્રિકમ પરગડુ, ભુજના પ્રબોધ મુનવર, નલિયા વેપારી એસોસીએશનના હકૂમતાસિંહ જાડેજા, તારાચંદ
ઠક્કર, મૂલજી સેજપાલ, રાજેશ મોતા અને મહાવીરાસિંહ
કે. જાડેજાએ શુભેચ્છાઓ પાઠવી હતી. સંચાલન પ્રતાપાસિંહ સોઢાએ અને આભારવિધિ ગોપાલાસિંહે
કર્યા હતા.